Divya Bhaskar

Home » National News » Latest News » National » રાધિકા જાણીતા ઉદ્યોગપતિ ઘરાણા મર્ચન્ટ પરિવારની છે | Mukesh Ambani Son Anant Ambani Engagement Fix With Radhika Merchant

અંબાણી પરિવારમાં ત્રેવડો ઉત્સવઃ ઇશા પછી હવે અનંત સગાઈ કરી રહ્યો છે?

Divyabhaskar.com | Updated - May 09, 2018, 08:18 PM

કચ્છી ભાટિયા પરિવારની રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેરના ચેરમેન

  • રાધિકા જાણીતા ઉદ્યોગપતિ ઘરાણા મર્ચન્ટ પરિવારની છે | Mukesh Ambani Son Anant Ambani Engagement Fix With Radhika Merchant
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ (ફાઇલ)

    નેશનલ ડેસ્કઃ એન્ટિલિયામાં જાણે સમુહલગ્નનો ઉત્સવ આવવાનો હોય એમ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને તેની ટ્વિન સિસ્ટર ઈશા પછી હવે સૌથી નાના પુત્ર અનંતની પણ સગાઈ થઈ રહી હોવાના સમાચાર ચગી રહ્યા છે. ભારે મહેનત પછી વજન ઘટાડીને ફીટ તેમજ ફાંકડા દેખાતા અનંત અંબાણી પણ ગુજરાતી ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા સાથે સગાઈ કરી રહ્યા હોવાનું કહેવાય છે. અલબત્ત, આ સમાચારની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

    રાધિકા સાથે અનંતની સગાઈના સમાચારની સત્તાવાર પુષ્ટિ નથી


    - મોટાભાઈ આકાશ અને બહેન ઈશાની સગાઈની ઉજવણીના સમાચારો હજુ માધ્યમોમાં છવાયેલા છે ત્યાં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંતે પસંદ કરેલ કન્યા માટે અંબાણી પરિવારે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળે છે અને બહુ ઝડપથી અનંત અને રાધિકાની સગાઈની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે.

    - રાધિકા જાણીતા ઉદ્યોગપતિ ઘરાણા મર્ચન્ટ પરિવારની છે. તેના પિતા વિરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેર, એન્કર પોલિમર, હેલસ્યોન લેબ્ઝ જેવી કંપનીઓ ધરાવે છે.
    - કચ્છી ભાટિયા કુટુંબના વિરેન મર્ચન્ટના પિતા અજીતકુમાર ગોરધનદાસ મર્ચન્ટ (ખટાઉ) પણ ધીરુભાઈ અંબાણીની માફક સાધારણ ટ્રેડરમાંથી અગ્રણી ઉદ્યોગપતિ બન્યા હતા.

    - જો અનંત અને રાધિકાની સગાઈના સમાચાર સાચા પડે તો મુકેશ અંબાણીએ પણ પિતા ધીરુભાઈની પરંપરાને જ આગળ વધારી ગણાશે. કારણ કે ધીરુભાઈએ દીકરી બિનગુજરાતી પરિવારમાં આપી, પરંતુ બંને પુત્રો માટે કન્યા તો ગુજરાતી પરિવારની જ પસંદ કરી હતી.
    - એ જ રીતે મુકેશ અંબાણીની બંને પુત્રવધુ પણ ગુજરાતી પરિવારની જ હોય એવું બની શકે છે.

  • રાધિકા જાણીતા ઉદ્યોગપતિ ઘરાણા મર્ચન્ટ પરિવારની છે | Mukesh Ambani Son Anant Ambani Engagement Fix With Radhika Merchant
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંતે પસંદ કરેલ કન્યા માટે અંબાણી પરિવારે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળે છે
  • રાધિકા જાણીતા ઉદ્યોગપતિ ઘરાણા મર્ચન્ટ પરિવારની છે | Mukesh Ambani Son Anant Ambani Engagement Fix With Radhika Merchant
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રાધિકા મર્ચન્ટ (ફાઇલ)
  • રાધિકા જાણીતા ઉદ્યોગપતિ ઘરાણા મર્ચન્ટ પરિવારની છે | Mukesh Ambani Son Anant Ambani Engagement Fix With Radhika Merchant
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મોટાભાઈ આકાશ અને બહેન ઈશાની સગાઈની ઉજવણીના સમાચારો હજુ માધ્યમોમાં છવાયેલા છે
  • રાધિકા જાણીતા ઉદ્યોગપતિ ઘરાણા મર્ચન્ટ પરિવારની છે | Mukesh Ambani Son Anant Ambani Engagement Fix With Radhika Merchant
    રાધિકા મર્ચન્ટે ઇશા અંબાણીની પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીમાં આપી હતી હાજરી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending