ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» An old man locked in his own house rescued by police after 8 days in Delhi

  8 દિવસથી ભૂખ્યો-તરસ્યો ઘરમાં બંધ હતો આ વૃદ્ધ, 'પાણી-પાણી'ની પાડતો રહ્યો બૂમો

  divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 08:00 AM IST

  વૃદ્ધને ફ્લેટમાં તેના પોતાના લોકો જ બંધ કરીને ચાલ્યા ગયા હતા અને પછી જોવા સુદ્ધાં ન આવ્યા
  • દિલશાદ ગાર્ડનમાં બનેલા એક ફ્લેટમાં બંધ 72 વર્ષીય વૃદ્ધ 8 દિવસોથી ભૂખ-તરસથી તરફડતો રહ્યો. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલશાદ ગાર્ડનમાં બનેલા એક ફ્લેટમાં બંધ 72 વર્ષીય વૃદ્ધ 8 દિવસોથી ભૂખ-તરસથી તરફડતો રહ્યો. (પ્રતીકાત્મક તસવીર)

   દિલ્હી: રાજધાનીમાં માનવતાને હલબલાવી નાખે તેવી ઘટના સામે આવી છે. દિલશાદ ગાર્ડનમાં બનેલા એક ફ્લેટમાં બંધ 72 વર્ષીય વૃદ્ધ 8 દિવસોથી ભૂખ-તરસથી તરફડતો રહ્યો. વૃદ્ધને ફ્લેટમાં તેના પોતાના લોકો જ બંધ કરીને ચાલ્યા ગયા હતા અને પછી જોવા સુદ્ધાં ન આવ્યા. એવામાં પાણી માંગી રહેલા વૃદ્ધની ચીસો સાંભળીને ઘરની સામે રહેતી એક મહિલાએ એનજીઓની જાણકારી આપી. એનજીઓની પહેલ પર ફ્લેટનું તાળું તોડીને ઘરમાં ગંભીર હાલતમાં બંધ વૃદ્ધને હોસ્પિટલમાં ઇલાજ માટે દાખલ કરાવ્યા, જ્યાં તેમની હાલત અત્યારે સ્થિર બનેલી છે.

   પત્નીનું 7 વર્ષ પહેલા થયું હતું અવસાન

   - ઉલ્લેખનીય છે કે 72 વર્ષની અમરજીત સિંહ પોતાના ફ્લેટ એલ-227, દિલશાદ ગાર્ડનમાં રહે છે. તેમને કોઇ સંતાન નથી. લગભગ 7 વર્ષ પહેલા તેમની પત્નીનું અવસાન થઇ ગયું હતું. તેમણે ફ્લેટનો એક રૂમ ભાડે આપી રાખ્યો છે. ભાઈનો પરિવાર નવાદા ઉત્તમનગર વિસ્તારમાં રહે છે.

   - અમરજીત સિંહના પગમાં ઘા લાગ્યો છે અને લગભગ 28 દિવસ પહેલા તેમની તબિયત ખરાબ થઇ ગઇ. આશરે 8 દિવસ પહેલા તેમનો ભત્રીજો લાંબા સમય પછી ત્યાં આવ્યો. અમરજીતની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ શૌચ માટે પણ નહોતા જઇ શકતા અને બેડ પર જ શૌચ કરતા હતા.

   - અમરજીતનો ભત્રીજો તેમને બહારથી બંધ કરીને પાછો પોતાના ઘરે ચાલ્યો ગયો. પરિણામે છેલ્લા 8 દિવસોથી અમરજીત ભૂખ અને તરસથી તરફડતા રહ્યા. 3 દિવસથી પાણી માટે બૂમો પાડતા હતા

   - ફ્લેટમાં બંધ અમરજીત છેલ્લા ત્રણ દિવસોથી પાણી માટે તરફડી રહ્યા હતા. શનિવારે રાતે ઘરની સામે રહેતી રંજનાએ તેમનો અવાજ સાંભળ્યો. ત્યારબાદ તેમણે વિસ્તારમાં કામ કરતા એનજીઓ શહીદ ભગતસિંહ સેવાદળ અને પોલીસને સૂચના આપી.

   - સૂચના પછી એનજીઓના પ્રમુખ જિતેન્દ્ર સિંહ શંટી સ્થળ પર પહોંચ્યા તો તેમણે ફ્લેટ પર તાળું જોયું. ત્યારે જ પોલીસ પણ આવી ગઇ। પોલીસે ફ્લેટનું તાળું તોડ્યું. એનજીઓના લોકોએ તેમને પાણી પીવડાવ્યું અને પોલીસની મદદથી હોસ્પિટલમાં દાખલ કર્યા.

   સાડા 6 હજાર રૂપિયામાં ચાલતો હતો ખર્ચ

   - પડોશીઓને પૂછપરછ કરવા પર જાણ થઇ તે અમરજીત સિંહ એકલા રહેતા હતા અને પોતે જ પોતાના માટે ખાવાનું બનાવતા હતા. તેમણે પોતાના ફ્લેટનો એક રૂમ ભાડા પર આપી રાખ્યો હતો. તેનાથી 4 હજાર રૂપિયા ભાડાના આવતા હતા અને અઢી હજાર રૂપિયા તેમનું પેન્શન આવતું હતું. તેનાથી તેમનું ગુજરાન ચાલતું હતું.

   - પાડોશીઓનું માનીએ તો અમરજીત પોતાના ઘરમાંથી બહુ ઓછું બહાર નીકળતા હતા. એટલું જ નહીં, અમરજીત સિંહનો જે ભત્રીજો હતો તે પણ ક્યારેક-ક્યારેક મળવા આવતો હતો. તેઓ પાડોશમાં રહેતા લોકોને ખરી ખોટી સંભળાવતો હતો જેઓ અમરજીતની મદદ કરતા હતા.

  • (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   (પ્રતીકાત્મક તસવીર)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: An old man locked in his own house rescued by police after 8 days in Delhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `