Home » National News » Desh » An IPS Officer gave new life to abondoned newborn child in Ambedkar Nagar UP

બોરી તરફ જોઇ ભસતા'તા કૂતરાં, જોયું તો અંદર હતું નવજાત બાળક, IPSએ બચાવ્યો જીવ

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 06:05 PM

બાળકના ઇલાજ પછી તરત તેને બાળ સંરક્ષણ ગૃહ મોકલવામાં આવ્યું,હવે ચિંતા એ હતી કે તેની સારસંભાળનો ખર્ચ કેવી રીતે મેનેજ થશે

 • An IPS Officer gave new life to abondoned newborn child in Ambedkar Nagar UP
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  IPSએ કહ્યું કે, બાળકની સારસંભાળ માટે પોતાનો એક મહિનાનો પગાર આપી દેશે.

  આંબેડકરનગર (યુપી) : દિવસ-રાત ક્રાઇમની વચ્ચે રહેતા પોલીસવાળાઓ પણ વિશાળ હૃદય રાખતા હોય છે. આ વાત તાજેતરમાં આંબેડકરનગરના એસપી સંતોષ મિશ્રાએ સાબિત કરી. divyabhaskar.com આજે તમને એક એવા જ દિલેર અને દરિયાદિલ IPS ઓફિસર વિશે જણાવવા જઇ રહ્યું છે.

  અનાથ નવજાતને આપ્યું નવું જીવન

  - મે મહિનાની સળગાવી નાખતી ગરમીમાં આંબેડકરનગરના અહિરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ ડિગ્રી કોલેજની પાછળ કેટલાંક કૂતરાંઓ એક બોરી તરફ જોઇને ભસી રહ્યા હતા.

  - આસપાસથી પસાર થઇ રહેલા લોકોએ ધ્યાનથી જોયું તો તે બોરીમાં એક નવજાત બાળક હતું. બાળકની ઉપર કીડીઓ ફરી રહી હતી. તેના શ્વાસ ચાલી રહ્યા હતા.
  - તે જ સમયે ડાયલ 100 પર કોલ કરીને પોલીસ બોલાવવામાં આવી. એસપી સંતોષ મિશ્રાને જેવી નવજાત બાળક બોરીમાં મળ્યું હોવાની વાત જાણવા મળી, તો તેમણે તાત્કાલિક પોતાની ટીમને એલર્ટ કરીને સ્થળ પર પહોંચવાનો આદેશ આપ્યો.
  - માત્ર 6થી 7 મિનિટમાં તેઓ સ્થળ પર પહોંચી ગયા. પોલીસે તરત જ બાળકને સ્વચ્છ કપડામાં લપેટ્યું અને હોસ્પિટલમાં દાખલ કર્યું.
  - આટલી વારમાં એસપી પણ બાળકની સ્થિતિ જાણવા માટે હોસ્પિટલ પહોંચી ગયા.

  પોતાના પગારમાંથી કરશે બાળકનો ઉછેર

  - બાળકના ઇલાજ પછી તરત તેને બાળ સંરક્ષણ ગૃહ મોકલવામાં આવ્યું. હવે ચિંતા એ હતી કે તેની સારસંભાળનો ખર્ચ કેવી રીતે મેનેજ થશે.

  - તેના પર એસપીએ તરત જ આઇડિયા કર્યો. તેમણે કહ્યું, "હું આ માસૂમની સારસંભાળ માટે મારો એક દિવસનો પગાર આપીશ. હું તમને તમામને વિનંતી કરું છું કે તમે પણ તમારા એક દિવસના પગારમાંથી કંઇક યોગદાન આપો, જેનાથી બાળકની સારસંભાળ સારી રીતે થઇ શકે."
  - તેમના આ વિચારને આખી ટીમે વધાવી લીધો અને આજે બાળક ઘણી સારી સ્થિતિમાં છે. એસપી સંતોષ પોતે તેની ખબર કાઢવા જાય છે.

  છોડી દીધી હતી 50 લાખના પેકેજની જોબ

  - સંતોષ જણાવે છે, "હું પટના, બિહારનો રહેવાસી છું. પિતા લક્ષ્મણ મિશ્રા આર્મીમાંથી રિટાયર્ડ છે. માતા હાઉસ વાઇફ છે. ત્રણ બહેનો છે. મારું સ્કૂલિંગ બિહારથી થયું છે. પછી 2004માં પુણે યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી લીધી. મારું પ્લેસમેન્ટ યુરોપિયન કંપનીમાં થઇ ગયું હતું, જ્યાં મેં 4 વર્ષ જોબ કરી. પછી મેં જોબ સ્વિચ કરીને યુએસની એક કંપની જોઇન કરી, જ્યાં મારું વાર્ષિક પેકેજ 50 લાખ રૂપિયા હતું."

  - "જોબ બહુ સારી હતી, પરંતુ મને અંદરથી સંતોષ ન હતો. લગભગ 3 વર્ષ ન્યૂયોર્કમાં વીતાવ્યા પછી હું ભારત પાછો ફર્યો. મેં નક્કી કરી લીધું હતું કે પિતાજીની જેમ જ દેશની સેવા કરીશ. એટલે મેં સિવિલ સર્વિસિઝની તૈયારીઓ શરૂ કરી. વર્ષ 2012માં પહેલા જ પ્રયત્ને મારું સિલેક્શન થઇ ગયું."

  ખાલી સમયમાં ભણાવે છે બાળકોને

  - ઓક્ટોબર 2017માં તેમનું પોસ્ટિંગ આંબેડકરનગર જિલ્લામાં થયું હતું. ત્યારથી તેઓ રેગ્યુલર સમય કાઢીને સરકારી સ્કૂલોના બાળકોની વચ્ચે જાય છે. ત્યાં બાળકોને ભણવામાં મદદ કરે છે.

  - તેમનું કહેવું છે, "લૉ એન્ડ ઓર્ડર સંભાળવું મારી ડ્યૂટી છે, પરંતુ તેની વચ્ચે રહીને સમાજ માટે કંઇક કરવું તે અલગ છે."

 • An IPS Officer gave new life to abondoned newborn child in Ambedkar Nagar UP
  પ્રતીકાત્મક તસવીર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ