• Home
  • National News
  • Desh
  • પિતાનું રોડ એક્સિડન્ટમાં મોત| A man lost his Father in Raod accident

આ દ્રશ્ય જોઈને દરેકની આંખમાં આવ્યા આંસૂ, પિતાને વળગીને રડતો રહ્યો જવાન દીકરો

દીકરો પિતાને લઈને તેની બહેનના ઘરે જતો હતો, ત્યારે ટ્રકે નિયંત્રણ ગુમાવતા બાઈકને મારી ટક્કર

divyabhaskar.com | Updated - Jun 06, 2018, 01:44 PM
ઘટના સ્થળે પોલીસ હાજર
ઘટના સ્થળે પોલીસ હાજર

આંખોની સામે પિતાને મરતા જોઈને દીકરાની રડી રડીને ખરાબ હાલત થઈ હતી. મૃતક તેમના દીકરાની સાથે બહેનના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે એક ટ્રકે નિયંત્રણ ગુમાવતા તેણે બાઈકને ટક્કર મારી દીધી હતી. પિતાને લોહી લૂહાણ જોઈને દીકરાએ તેનું ભાન ગુમાવી દીધું હતું.

કાનપુર: આંખોની સામે પિતાને મરતા જોઈને દીકરાની રડી રડીને ખરાબ હાલત થઈ હતી. મૃતક તેમના દીકરાની સાથે બહેનના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે એક ટ્રકે નિયંત્રણ ગુમાવતા તેણે બાઈકને ટક્કર મારી દીધી હતી. પિતાને લોહી લૂહાણ જોઈને દીકરાએ તેનું ભાન ગુમાવી દીધું હતું. તે તેના પિતાની લાશને વળગીને ખૂબ રડી રહ્યો હતો અને બૂમો પાડી પાડીને કહેતો હતો કે પપ્પા ઉઠો. તે ક્યારેક તેના પિતાને પપ્પી કરતો હતો અને ક્યારેક તેમને ગળે લગાવતો હતો. આ દ્રશ્ય જોઈને રોડ પરથી પસાર થઈ રહેલા દરેક લોકોની આંખમાં આંસૂ આવી ગયા હતા.

- કાનપુરમાં રહેતા 55 વર્ષના મહેન્દ્ર દ્વિવેદી બખ્તર બનાવવાનું કામ કરતા હતા. તેમના પરિવારમાં પત્ની સિવાય બે દીકરા રાજન અને છોટૂ હતા.
- ઘટના વાળા દિવસે મહેન્દ્ર તેમના દીકરા છોટૂ સાથે તેમની બહેનના ઘરે જઈ રહ્યા હતા. જ્યારે તેમની બાઈક ફ્લાઈઓવરથી નીચે ઉતરતી હતી ત્યારે જ સામેથી એક ટ્રક આવતી જેણે નિયંત્રણ ગુમાવી દીધું હતું. ટ્રકે બાઈકને ટક્કર મારતા મહેન્દ્ર ટ્રકના આગળના ટાયર નીચે આવી ગયા હતા. તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. જોકે દીકરાને સામાન્ય ઈજા થઈ હતી.
- જ્યારે દીકરાએ પિતાની સ્થિતિ જોઈ તો તેણે પોતાનું ભાન ગુમાવી દીધું હતું. તે પિતાને વળગીને રોતો હતો અને કહેતો હતો કે, આ શું થઈ ગયું પપ્પા, ઉઠો હું તમને હોસ્પિટલ લઈ જઉં.
- તે ઘણાં સમય સુધી પિતાને ઉઠાડવાનો પ્રયત્ન કરતો રહ્યો. જ્યારે તેને ખ્યાલ આવ્યો કે પિતાનું મોત થઈ જ ગયુ છે ત્યારે તે બુમો પાડી પાડીને રડવા લાગ્યો હતો. તે દરમિયાન ત્યાં હાજર લોકોની આંખોમાં પણ પાણી આવી ગયા હતા. રસ્તે જતા લોકોએ બહુ પ્રયત્ન પછી તેને શાંત કર્યો હતો.
- દીકરાએ જણાવ્યું કે, ફુઆનું અંદાજે 10 વર્ષ પહેલાં મર્ડર થઈ ગયું હતું. ફોઈના ઘરને પણ પિતા જ સંભાળતા હતા.
- નૌબસ્તા ઈન્સપેક્ટર સંતોષ સિંહના જણાવ્યા પ્રમાણે, બાઈક ચાલક ફલાઈ ઓવરથી નીચે ઉતરતો હતો ત્યારે જ આ અકસ્માત થયો હતો.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

મૃતક તેના પિતા સાથે
મૃતક તેના પિતા સાથે
ટ્રક એક્સિડન્ટમાં પિતાનો ગયો જીવ
ટ્રક એક્સિડન્ટમાં પિતાનો ગયો જીવ
આ ટ્રકે બાઈકને ટક્કર મારી હતી
આ ટ્રકે બાઈકને ટક્કર મારી હતી
X
ઘટના સ્થળે પોલીસ હાજરઘટના સ્થળે પોલીસ હાજર
મૃતક તેના પિતા સાથેમૃતક તેના પિતા સાથે
ટ્રક એક્સિડન્ટમાં પિતાનો ગયો જીવટ્રક એક્સિડન્ટમાં પિતાનો ગયો જીવ
આ ટ્રકે બાઈકને ટક્કર મારી હતીઆ ટ્રકે બાઈકને ટક્કર મારી હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App