તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત-નેપાળ સરહદે 4.5નો ભૂકંપનો આંચકો, જાપાનમાં પણ 5.4નો ભૂકંપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી:  ઉ. પ્રદેશમાં ભારત-નેપાળ સરહદે શુક્રવારે બપોરે 4.5નો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જાનમાલને કોઈ નુકસાન થયું નથી. ભૂકંપનું કેન્દ્ર ધરતીની નીચે 33 કિ.મી. ઊંડે હતું. નેપાળમાં એપ્રિલ-2015માં 7.8નો ભૂકંપ આવ્યો હતો તેમાં 9 હજારથી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 22 હજારથી વધુ લોકોને ઇજા થઈ હતી. જાપાનમાં પણ શુક્રવારે 5.4ની તીવ્રતાથી ભૂકંપના આંચકા આવ્યા હતા. બુલેટ ટ્રેન સાવચેતીના પગલાંરૂપે થોડા સમય માટે બંધ કરાઈ હતી. સુનામીની કોઈ ચેતવણી અપાઈ નહોતી. આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનીની પણ માહિતી નથી. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ દક્ષિણી સમુદ્રમાં 42 કિ.મી. ઊંડે નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ઇન્ડોનેશિયામાં જીવલેણ ધરતીકંપ આવ્યો હતો જેમાં હજારો લોકોના મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...