વિવાદ / આર્ટ ગેલેરીનાં કાર્યક્રમમાં મોદી સરકારની ટીકા પર અમોલ પાલેકરને રોકવામા આવ્યાં

Divyabhaskar | Updated - Feb 10, 2019, 06:14 PM
  X

  • પાલેકરે કહ્યું- આજે દિલ્હીથી નક્કી કરવામાં આવે છે ગેલેરીમાં કોનું પ્રદર્શન લાગશે. 
  •  સંસ્કૃતિ મંત્રાલયે સ્થાનિક કલાકારોની સમિતીને ભંગ કરી છે, ત્યારબાદ લોકોએ તેમણે ટોક્યા 

  મુંબઈઃ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયની ટીકા કરવા માટે અભિનેતા અમોલ પાલેકરનાં ભાષણમાં ઘણી વખત રોક ટોક કરાઈ છે. પાલેકરે નેશનલ ગેલરી ઓફ મોર્ડન આર્ટ (NGMA)નાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. પાલેકરે NGMAમાં લગાવાયેલી ગેલરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, સ્થાનિક કલાકારોની સમિતીઓને ભંગ કરાઈ છે. દિલ્હી ખાતેથી નક્કી કરવામાં આવે છે કે કયા કલાકારનું ચિત્ર આર્ટ ગેલેરીમાં લાગશે. પાલેકર રવિવારે બપોરે આ મુદ્દે પુણેમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. 

   

  NGMAમાં આર્ટિસ્ટ પ્રભાકર બર્વેની યાદમાં એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું. પાલેકરે તેના ઉદ્ધાટનમાં તેમની વાત મૂકી હતી. તેમણે કહ્યું કે 2017માં NGMA કોલકત્તા અને પૂર્વોત્તરમાં  તેમની શાખા ખોલવા જઈ રહ્યા છે આ વાત જાણીને ખુશી થઈ છે. મુંબઈમાંં પણ તેને વધારવા અંગેનાં સમાચાર મળ્યા હતા. પરંતુ 13 નવેમ્બર, 2018ના રોજ વધુ એક ત્રાસ ફેલાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ ક્યૂરેટર જેસલ ઠક્કરે તેમણે ટોક્યા અને કહ્યું કે, તમે પ્રભાકર બર્વે વિશે બોલો આ કાર્યક્રમ તેમના યોગદાન અંગેનો છે. 

  આઝાદીનો સાગર સમેટાઈ રહ્યો છેઃ પાલેકર
  1.સતત ટોકવાને કારણે પાલેકરે કહ્યું કે, શું તમે ઈચ્છો છો કે હું વધુ ન બોલું, NGMA કળા અને અભિવ્યક્તિ અને વિવિધ કળાઓને જોવા માટેનું પવિત્ર સ્થળ છે, તેના પર કેવુ નિયંત્રણ. આઝાદીનો સાગર સમેટાઈ રહ્યો છે, જેનાથી હું હેરાન છું. આ અંગે ચુપ કેમ છો? થોડાં દિવસો પહેલા અભિનેત્રી નયનતારા સહગલને મરાઠી સાહિત્ય સંમેલનમાં જવાથી રોકવામાં આવ્યા હતા. કારણ કે તે જે બોલવાના હતા તેમાં વર્તમાન પરિસ્થીતીની ટીકા જ હતી. શું આપણે અહીં પણ આવી પરિસ્થીતી બનાવી રહ્યા છીએ.
  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App