Home » National News » Latest News » National » BJP president Amit Shah Slip Of Tongue out in Bengaluru

શાહે ભુલમાંથી પોતાની જ સરકારને કહી દીધી ભ્રષ્ટ, કોંગ્રેસ બોલી- સાચુ કહ્યું

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 04:55 PM

બેંગલુરુમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહની જીબ લપસી, બાજુમાં જ બેઠા હતા યેદુરપ્પા

 • અમિત શાહે ભૂલમાં પોતાની સરકારને જ કહી દીધી ભ્રષ્ટ

  બેંગલુરુ: ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા ઉપર પ્રહાર કરવાની જગ્યાએ યેદુરપ્પા સરકારને જ સૌથી ભ્રષ્ટ કહી દીધા હતા. શાહ જ્યારે આ નિવેદન આપી રહ્યા હતા ત્યારે યેદુરપ્પા ત્યાં જ બેઠા હતા અને તેઓ આવું નિવેદન સાંભળીને ચમકી ગયા હતા. જોકે બાજુમાં બેઠેલા અન્ય એક નેતાએ શાહને તેમની ભૂલનો અહેસાસ કરાવ્યો હતો. ત્યારપછી ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, મારો કહેવાનો અર્થ એવો હતો કે, સિદ્ધારમૈયાને સૌથી ભ્રષ્ટનો અવોર્ડ મળશે. કોંગ્રેસે શાહના આ 9 સેકન્ડનો વીડિયો વાયરલ કરી દીધો છે અને કહ્યું છે કે, અંતે શાહે સાચુ કહી જ દીધું છે.

  1) રાહુલે શાહની ભૂલ પર કર્યા પ્રહાર


  અમિત શાહે ગીફ્ટ આપી: રાહુલ


  - રાહુલે વીડિયો પોસ્ટ કરીને ટ્વિટ કર્યું છે કે, ભાજપના આઈટી સેલે ચૂંટણીની તારીખ જાહેર કર્યા પછી હવે સમય અમારો ટોપ સિક્રેટ કેમ્પેન જોવાનો છે. ભાજપ અધ્યક્ષની ગીફ્ટ સાથે કર્ણાટકમાં અમારા શાનદાર કેમ્પેનની શરૂઆત થઈ છે. તેમણે કહ્યું કે, યેદુરપ્પા સરકાર સૌથી ભ્રષ્ટ હતી... સાચી વાત છે.

  ધન્યવાદ અમિત શાહ: સિદ્ધારમૈયા


  - સીએમ સિદ્ધારમૈયાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, જુઠડા શાહે અંતે સાચુ બોલી જ દીધું. ધન્યવાદ અમિત શાહ.

  અમે બધા શાહ સાથે સહમત છીએ: સ્પંદના


  - કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રભારી દિવ્ય સ્પંદનાએ ટ્વિટર પર અમિત શાહના બે વીડિયો પોસ્ટ કર્યા છે. કોને ખબર હતી કે અમિત શાહ પણ સાચુ બોલે છે. અમીતજી અમે બધા તમારી સાથે સહમત છીએ. યેદુરપ્પા સરકાર સૌથી વધારે ભ્રષ્ટ છે.

  સત્ય દબાવી ન શકાય: કર્ણાટક કોંગ્રેસ
  - કર્ણાટક કોંગ્રેસે ટ્વિટ કર્યું છે કે, સત્યને કદી દબાવી ન શકાય. અમિત શાહ પણ હવે આ વાત માની ગયા છે કે, યેદુરપ્પા સરકાર સૌથી વઘારે ભ્રષ્ટ છે.

  2) ગયા વર્ષે પણ કરી ચૂક્યા છે ભૂલ
  - ગયા વર્ષે ઓગસ્ટમાં પ્રેસ કોન્ફરન્સમાં શાહે કહ્યું હતું કે, યેદુરપ્પાજી કહે છે કે, વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી મદદ નથી કરતી. તેમના આ નિવેદન વખતે પણ પાર્ટીના નેતાઓએ તેમને ટોક્યા હતા. પોતાની ભૂલનો અહેસાસ થતા તેમણે કહ્યું હતું- સોરી સોરી ભૂલ થઈ ગઈ.. સિદ્ધારમૈયાજી આવું કહે છે. એક્સટ્રેમલી સોરી. બે દિવસથી યેદુરપ્પાજી સાથે છું એટલે આવુ થઈ ગયું.

  3) કર્ણાટકની મુલાકાતે છે શાહ
  - અમિત શાહ હાલ કર્ણાટકની મુલાકાતે છે. તેઓ મઠ દ્વારા લિંગાયત ધર્મગુરુઓના અભિપ્રાય લઈ રહ્યા છે.
  - હાલ અહીં કોંગ્રેસ સરકાર છે. હાલ સીએમ સિદ્ધારમૈયાની ટક્કર બે વાર સીએમ રહેલા યેદુરપ્પા સાથે છે.

  આગળની સ્લાઈડમાં જાણો કોણ છે યેદુરપ્પા

 • BJP president Amit Shah Slip Of Tongue out in Bengaluru
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગયા વર્ષે પણ ભાજપે યેદુરપ્પાને સીએમ ઉમેદવાર જાહેર કરી દીધા હતા

   યેદુરપ્પા છે ભાજપના સીએમ કેન્ડિડેટ


  - લિંગાયત લિડર: એક વાર પાર્ટી છોડીને જઈ ચુકેલા યેદુરપ્પાને ભાજપે ગયા વર્ષે સીએમ ઉમેદવાર જાહેર કરી દીધા હતા. 75 વર્ષના યેદુરપ્પા લિંગાયત નેતા છે. રાજ્યમાં 17 ટકા લિંગાયત વોટર છે. તેઓ 2007માં એક વાર સાત દિવસ માટે અને ત્યારપછી 2008માં સીએમ બન્યા હતા.

   

  ભ્રષ્ટાચારનો આરોપ: યેદુરપ્પા અને તેમના પરિવાર પર 2011માં આરોપ લાગ્યો હતો કે તેમણે સ્ટીલ કંપની જેએસડબ્લ્યૂની ફેવર કરી હતી. ગેરકાયદેસર રીતે માઈનિંગ લાઈસન્સ અપાવવા માટે 40 કરોડની લાંચ લીધી હતી. ત્યારપછી પાર્ટી તરફથી તેમને દબાણ કરવામાં આવ્યું હતું અને તેમણે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. આ કેસમાં યેદુરપ્પાને ત્રણ અઠવાડિયા જેલમાં રહેવું પડ્યું હતું. ઓક્ટોબર 2016માં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

   

  અલગ પાર્ટી બનાવી હતી: નારાજ થઈને યેદુરપ્પાએ 2012માં ભાજપ છોડીને કર્ણાટક જનતા પાર્ટી (કેજેપી)નું ગઠબંધન કર્યું હતું. તેઓ પાર્ટીથી અલગ થયા પછી 2013માં ભાજપ ચૂંટણી હારી ગઈ હતી. તેમને માત્ર 40 સીટો મળી હતી. 2014માં લોકસભા ચૂંટણી સમયે મોદી ફરી તેમને બીજેપીમાં લાવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપને રાજ્યમાં 28માંથી 17 લોકસભા સીટ મળી હતી.

   

  આગળની સ્લાઈડમાં જુઓ રાહુલ ગાંધીની ટ્વિટ

 • BJP president Amit Shah Slip Of Tongue out in Bengaluru
  રાહુલ ગાંધીની ટ્વિટ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ