Home » National News » Latest News » National » 2019 પહેલાં ભાજપના NDAને ફરી બેઠું કરવાના પ્રયાસ | BJP President Amit Shah want to win 2019 so they meet NDA leaders to reunite

મહાગઠબંધનનો મુકાબલો કરવા અમિત શાહે તૈયાર કરી નવી રણનીતિ

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 05:03 PM

છેલ્લાં કેટલાંક સમયથી બીજેપીના સહયોગી પક્ષોમાં નારાજગી છે, ત્યારે 2019 પહેલાં NDA વેરવિખેર થઈ જશે તેવી આશંકા છે.

 • 2019 પહેલાં ભાજપના NDAને ફરી બેઠું કરવાના પ્રયાસ | BJP President Amit Shah want to win 2019 so they meet NDA leaders to reunite
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ભાજપ અધ્યક્ષે NDAના ઢીલા પુર્જાને કસવાની તૈયારીઓ શરૂ કરી દીધી (ફાઈલ)

  નેશનલ ડેસ્કઃ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી મેજીકની સાથે NDAમાં જોવા મળેલો સંપ પણ ઐતિહાસિક જીત માટે કારણભૂત છે. પરંતુ 4 વર્ષમાં ઘણાં બદલાવ આવ્યાં છે અને NDA વેરવિખેર થઈ રહ્યું છે. ત્યારે પેટાચૂંટણીમાં હાર બાદ ભાજપ ફરી NDAને ઊભું કરવા માગે છે. અને નારાજ સાથી પક્ષોને ફરી સાથે લાવવાના પ્રયાસ ભાજપ અધ્યક્ષ કરી રહ્યાં છે. ત્યારે સવાલ થાય કે શું 2019માં સંભવિત વિપક્ષી મહાગઠબંધન સામે મુકાબલો કરવા NDA સક્ષમ હશે?

  NDAને ફરી મજબૂત બનાવવાનો પ્રયાસ


  - 2014ની ચૂંટણીમાં ભાજપ એકલા હાથે 272ના જાદુઈ આંકડાને સ્પર્શી ગયું હતું. જ્યારે કે NDAના બે ડઝન સહયોગીઓમાંથી 22 પક્ષોએ 54 સીટ જીતી હતી પરિણામે લોકસભામાં NDAનું સંખ્યાબળ 335 હતું.
  - NDAમાં સાંસદોની સંખ્યાના હિસાબે શિવસેના જ સૌથી પ્રમુખ સહયોગી પાર્ટી રહી, જેના 18 સાંસદ છે.
  - જો કે છેલ્લાં કેટલાંક સમયથી ભાજપના સહયોગી પક્ષોમાં નારાજગી જોવા મળી રહી છે, જેનાથી 2019 પહેલાં NDA વેરવિખેર થઈ જશે તેવી આશંકા છે.
  - કદાચ આ જ ડરનો ભાજપ અધ્યક્ષને ખ્યાલ આવી ગયો હશે અને આ કારણ જ છે કે તેઓએ NDAના ઢીલા પુર્જાને કસવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
  - સહયોગીની ફરિયાદ, નારાજગી દૂર કરવાની શરૂઆત અમિત શાહે શિવસેના સાથે વાતચીત માટે કરી છે. આ એ જ પાર્ટી છે જેને ભાજપને દુશ્મન નંબર એક ગણાવ્યું છે.

  સૌ પહેલાં TDPએ છોડ્યો સાથ


  - દક્ષિણ ભારતમાં એકમાત્ર સાથી પક્ષ TDPએ માર્ચમાં NDAનો સાથ છોડી દીધો.
  - 16 સાંસદવાળા ચંદ્રબાબુ નાયડૂએ કેન્દ્ર પર આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવા પર વાયદો તોડવાનો આરોપ લગાવ્યો હતો.
  - TDPએ પોતાના બંને મંત્રીઓને રાજીનામા પણ અપાવી દીધા. જેને ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. જે બાદ અન્ય સહયોગી પક્ષોએ દબાણની રાજનીતિ શરૂ કરી દીધી.

  ભાજપ નબળું પડતાં દબાણની રાજનીતિ શરૂ


  - ફુલપુર, ગોરખપુર તેમજ હાલમાં કૈરાના પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ NDAના સાથી પક્ષોને ભાજપ પર દબાણ બનાવવાની તક આપી.
  - ભાજપની નબળી થઈ રહેલી તાકાતને અવસર ગણીને સાથી પક્ષોએ પોતાની માગ રાખવાની શરૂઆત કરી.
  - રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કૈરાના, નૂરપુર અને બિહારની જોકીહાટ પેટીચૂંટણીમાં મળેલી હાર બાદ JDUએ આગામી ચૂંટણીમાં 25 સીટ પર પોતાનો દાવો કર્યો છે જે દબાણની રાજનીતિનું ઉત્તમ ઉદાહરણ છે.

  NDA વેરવિખેર થવા તરફ


  - બિહારમાં અન્ય એક સહયોગી RLSPના નેતા ઉપેન્દ્ર કુશવાહા પણ નારાજ ચાલી રહ્યાં છે.
  - રાજ્યના શૈક્ષેણિક સંસ્થાનોમાં ગુણવત્તાની માગના બહાને RJD નેતાઓ સાથે મંચ પર ઉપસ્થિત રહી ભાજપને સંકેત આપી ચુક્યાં છે.
  - પંજાબમાં શિરોમણિ અકાલી દળ સાથે પણ હાલ ભાજપના સંબંધો પહેલાં જેવા સહજ નથી. જેનો અંદાજ પણ ફેબ્રુઆરીમાં શિરોમણી અકાલી દળના નેતા નરેશ ગુજરાલના નિવેદન પરથી લગાવી શકાય છે.
  - નરેશ ગુજરાલે કહ્યું હતું કે વાજપેયીના સમયમાં જેટલું ગઠબંધન ધર્મનું પાલન થતું હતું તેટલું આજે નથી થતું.
  - કહેવાય છે કે અમિત શાહ ઉદ્ધવ ઠાકરેને મળ્યાં બાદ શિરોમણી અકાલી દળના અધ્યક્ષ પ્રકાશસિંહ બાદલને પણ મળશે. જે બાદ આ સિલસિલો NDAના તમામ પક્ષો સાથે પણ ચાલશે.

  2019માં જરૂર પડશે સાથી પક્ષોની?


  - 2014માં મોદી સરકારે જે સપનાંઓ દેખાડ્યાં હતા તે પૂરાં ન થતાં લોકોમાં નારાજગી છે.
  - 2014માં જોવા મળેલો મેજીક 2019માં જોવા મળશે કે નહીં તે અંગે આશંકા છે. ત્યારે 2019માં ફરી સત્તા પર આવવા ભાજપને ગઠબંધનની જરૂર પડી શકે છે.
  - આ જ કારણ છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સાથી પક્ષોની નારાજગી દૂર કરવાનું શરૂ કર્યું છે.
  - 8 જૂનનાં રોજ પટનામાં નીતિશ કુમારની અધ્યક્ષતામાં NDAની બેઠક મળવાની છે. જેમાં RLSPના નેતા ઉપેન્દ્ર કુશવાહા, LJPના રામવિલાસ પાસવાન અને ભાજપના સુશીલકુમાર મોદી ઉપસ્થિત રહી 2019ને ધ્યાનમાં રાખી બિહારને લઈને રણનીતિ નક્કી કરશે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • 2019 પહેલાં ભાજપના NDAને ફરી બેઠું કરવાના પ્રયાસ | BJP President Amit Shah want to win 2019 so they meet NDA leaders to reunite
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  2019માં ફરી સત્તા પર આવવા ભાજપને ગઠબંધનની જરૂર પડી શકે છે (ફાઈલ)
 • 2019 પહેલાં ભાજપના NDAને ફરી બેઠું કરવાના પ્રયાસ | BJP President Amit Shah want to win 2019 so they meet NDA leaders to reunite
  ફુલપુર, ગોરખપુર તેમજ હાલમાં કૈરાના પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ NDAના સાથી પક્ષોને ભાજપ પર દબાણ બનાવવાની તક આપી (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ