Home » National News » Latest News » National » Amit Shah replies to Rahul Gandhi on his asking about rafale deal Jaitley also replies

JPC બનાવવા પર રાહુલે જેટલીને ડેડલાઈન યાદ કરાવી, કહ્યું- માત્ર 6 કલાક બચ્યાં છે, દેશના યુવાનો રાહ જોઈ રહ્યાં છે

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 02:24 PM

શાહે કહ્યું- તમે દેશને ગેરમાર્ગે દોર્યો પણ દેશનો આઇક્યુ તમારા કરતા વધારે છે

 • Amit Shah replies to Rahul Gandhi on his asking about rafale deal Jaitley also replies
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હી: રાફેલ ડીલ પર નાણા મંત્રી અરૂણ જેટલી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના જવાબો પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) બનાવવા માટેની ડેડલાઈન યાદ કરાવી છે. તેઓએ કહ્યું કે, "જેટલી જી, રાફેલ મામલે JPC બનાવવાની તમારી ડેડલાઈન માટેનો સમય 6 કલાકથી પણ ઓછો બચ્યો છે. યુવા ભારત તમારી રાહ જોઈ રહ્યાં છે."

  અરૂણ જેટલીએ બુધવારે કહ્યું હતું કે રાહુલ ગાંધી વિમાનની કિંમત ને લઈને સવાલ ઊઠી રહ્યાં છે, પરંતુ તેઓએ પોતાના 7 ભાષણોમાં તેની અલગ અલગ કિંમત બતાવી છે. તેમના દ્વારા આપવામાં આવેલા તથ્યો ખોટાં છે. આ અંગે વાત કરવી પ્રાઈમરી સ્કૂલમાં થતી ચર્ચા જેવું છે. આ અંગે રાહુલે ટ્વીટ કરી જવાબ આપ્યો કે, "મામલાના ઉકેલ માટે JPC અંગે તમારું શું મંતવ્ય છે? તમારા સર્વોચ્ચ નેતા પોતાના મિત્રને બચાવી રહ્યાં છે. ત્યારે શક્ય છે કે તે માટે JPCની રચના સુવિધાજનક ન હયો. આ અંગે વિચારો અને 24 કલાકમાં જવાબ આપો."

  શાહે કહ્યું- JPC છે જૂઠી કોંગ્રેસ પાર્ટી

  શાહે કહ્યું- ડીલ પર અરૂણ જેટલી પછી હવે અમિત શાહે જવાબ આપ્યો છે. પોતાના ટ્વિટમાં શાહે લખ્યું, "જવાબ આપવા માટે અમે 24 કલાક પણ રાહ કેમ જોઇએ જ્યારે તમારી પાસે તો જેપીસી છે- જુઠ્ઠી પાર્ટી કોંગ્રેસ. તમે દેશને ગેરમાર્ગે દોર્યો. દિલ્હી, કર્ણાટક, રાયપુર, હૈદરાબાદ, જયપુર અને સંસદમાં રાફેલ વિમાનની અલગ-અલગ કિંમતો બતાવી. દેશનો આઇક્યુ તમારા કરતા વધારે છે." ઉલ્લેખનીય છે કે જેપીસી (જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી) પર રાહુલ ગાંધીએ 24 કલાકમાં બીજેપી પાસે જવાબ માંગ્યો હતો.

  અમિત શાહના આ ટ્વિટના જવાબમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કહ્યું કે, "જે લોકોએ ભૂતકાળમાં જેપીસી ઇન્વેસ્ટિગેશનની માંગણી કરીને સંસદની કાર્યવાહીને અટકાવી, તે લોકો જ આજે જેપીસીનો અર્થ જણાવી મજાક બનાવી રહ્યા છે. એવું લાગે છે કે તે લોકોની યાદશક્તિ તો ઓછી છે જ પરંતુ તેઓ સંસદનું અપમાન પણ કરી રહ્યા છે. તેમને ખબર હોવી જોઇએ કે જેપીસી એ બંધારણીય રચના છે, જેનું ગઠન કૌભાંડની તપાસ માટે કરવામાં આવ્યું છે."

  રાહુલે સાત ભાષણોમાં રાફેલ વિમાનની અલગ-અલગ કિંમતો જણાવી- જેટલી

  - બુધવારે ન્યુઝ એજન્સી એએનઆઇને આપેલા ઇન્ટરવ્યુમાં અરૂણ જેટલીએ કહ્યું કે રાહુલ ગાંધી વિમાનની કિંમતને લઇને સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ તેમણે પોતે પોતાના સાત ભાષણોમાં તેની અલગ-અલગ કિંમતો જણાવી છે. તેમણે આપેલાં તથ્યો ખોટાં છે. તેના પર વાત કરવી પ્રાઇમરી સ્કૂલની ચર્ચા જેવું છે.

  - તેના પર રાહુલે જવાબી ટ્વિટમાં કહ્યું, "મુદ્દો ઉકેલવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) વિશે તમારો શું અભિપ્રાય છે? તમારા સર્વોચ્ચ નેતા તેમના દોસ્તને બચાવી રહ્યા છે. એટલે બની શકે કે જેપીસી બનાવવી સુવિધાજનક ન હોય. આ બાબતે વિચાર કરો અને 24 કલાકમાં જવાબ આપો."

  એનડીએએ જૂના એગ્રીમેન્ટને બદલ્યું

  જેટલીએ કહ્યું, "અમે 2007ના એગ્રીમેન્ટને બદલીને નવી ડીલ કરી. તે પ્રમાણે, અમે હથિયારોથી સજ્જ એરક્રાફ્ટનો સોદો કર્યો. તેના આધારે બેઝિક એરક્રાફ્ટની કિંમતમાં 9% અને હથિયારોથી સજ્જ એરક્રાફ્ટની કિંમતમાં 20%નો ઘટાડો થયો છે."

  રાફેલ ડીલ ભારત-ફ્રાન્સ સરકાર વચ્ચે, ત્રીજી પાર્ટીની ભૂમિકા નથી

  - જેટલીએ જણાવ્યું કે, "ઓફસેટના મામલે ડિફેન્સ સોદાઓ બે પ્રકારે થાય છે. રાફેલ ડીલ સરકાર અને ફ્રાન્સ સરકાર વચ્ચે થઇ છે. અમે તેમની પાસેથી 36 રાફેલ વિમાન ખરીદીશું. અમે તેમને પેમેન્ટ કરીશું. તેમાં ત્રીજી પાર્ટીની કોઇ ભૂમિકા નથી. બીજું કે યુપીએ સરકારમાં ઓફસેટ પોલિસી બની. તે પ્રમાણે જેની પાસેથી અમે ખરીદીએ છીએ, તેને 30% સુધીનો માલ ભારતીય સોર્સિસ પાસેથી ખરીદવો પડશે. તેની પાછળ તથ્ય એ છે કે તેનીથી આપણી ઉત્પાદન ક્ષમતા અને ડિફેન્સ ઇંડસ્ટ્રીમાં વધારો થશે. તેને હું ખોટું નથી માનતો. પરંતુ તેમાં વિદેશી કંપનીની ભૂમિકા હોય છે કે તેઓ કોની પાસેથી ખરીદવા માંગે છે. તેમાં સરકારનો કોઇ રોલ નથી હોતો. પોલિસી પ્રમાણે, વિદેશી કંપની ખાનગી કે પબ્લિક કંપની પાસેથી પણ ખરીદી શકે છે. આ તેમનો અધિકાર છે."
 • Amit Shah replies to Rahul Gandhi on his asking about rafale deal Jaitley also replies
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અમિત શાહ (ફાઇલ ફોટો)
 • Amit Shah replies to Rahul Gandhi on his asking about rafale deal Jaitley also replies
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ