Divya Bhaskar

Home » National News » Latest News » National » Amit Shah rally in West Bangal Rahul Gandhi will do Rally at Jaipur Today

NRCનો અર્થ થાય ઘૂસણખોરોને ભગાડવા, મમતાના કહેવાથી તે રોકાશે નહીં: કોલકાતામાં શાહ

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 04:32 PM

બીજેપી અધ્યક્ષ અમિત શાહ લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને શનિવારે એક દિવસ માટે કોલકાતા જશે

  • Amit Shah rally in West Bangal Rahul Gandhi will do Rally at Jaipur Today
    કોલકાતામાં અમિત શાહ

    કોલકાતા: બીજેપી અધ્યક્ષ અમિત શાહે શનિવારે કોલકાતામાં ભાજયુમોની રેલીને સંબોધી. તેમણે કહ્યું- બંગાળની જનતા સુધી આ રેલી ન પહોંચે તે માટે તૃણમૂલ સરકારે પોસ્ટર્સ લગાવ્યા કે બીજેપી બંગાળ વિરોધી છે. હું જણાવી દઉં કે બીજેપી બંગાળ વિરોધી નથી, મમતા વિરોધી જરૂર છે. શાહે કહ્યું કે, તૃણમૂલ સરકારને ઉખાડી ફેંકવા માટે બીજેપી બંગાળના ખૂણેખૂણા સુધી જશે. એનઆરસી રજિસ્ટર પર શાહે કહ્યું, "રાહુલ ગાંધી અને મમતા બેનર્જી જેટલો ઇચ્છે તેટલો વિરોધ કરી લે, નેશનલ રજિસ્ટર તેમના રોકવાથી રોકાશે નહીં."

    'દેશની સુરક્ષા પર સંકટ છે બાંગ્લાદેશી ઘૂસણખોરો'

    - અમિત શાહે કહ્યું કે, '2005માં ઘૂસણખોરીનો વિરોધ કરતા હતા મમતા. દેશની સુરક્ષા પર સંકટ છે બાંગ્લાદેશી ઘૂસણખોરો.'

    - 'NRCનો અર્થ થાય ઘૂસણખોરોને ભગાડવા. મમતાના રોકવાથી NRC નહીં રોકાય.'

    - 'અમારા માટે વોટ બેન્ક પછી અને દેશ પહેલા આવે છે. તમારે જેટલો વિરોધ કરવો હોય તેટલો કરી લો પરંતુ અમે એનઆરસીની પ્રોસેસ અટકાવીશું નહીં.'

    - 'તમામ બંગાળી ચેનલોના સિગનલ્સ ડાઉન કરવામાં આવ્યા છે જેથી લોકો અમને જોઇ ન શકે. પરંતુ તમે અમારો અવાજ દબાવવાની કોશિશ કરશો તોપણ અમે બંગાળના તમામ જિલ્લાઓમાં જઇશું ટીએમસીને હટાવીશું.'

    - 'પહેલા બંગાળમાં અમને રવીન્દ્ર સંગીત સાંભળવા મળતું હતું પરંતુ હવે ફક્ટ બોમ્બ વિસ્ફોટના અવાજો જ સંભળાય છે.'

    કોલકાતામાં લાગ્યા હતા 'ભાજપા બંગાળ છોડો'ના પોસ્ટર

    તેમની રેલી માયો રોડ પર યોજાશે, જ્યાં શુક્રવારે 'ભાજપા બંગાળ છોડો'ના પોસ્ટર લાગેલા જોવા મળ્યા હતા. બીજેપીનો આરોપ છે કે આ પોસ્ટર તૃણમૂલ કોંગ્રેસે લગાવડાવ્યા છે. જોકે, ટીએમસીએ એ વાતનો ઇન્કાર કર્યો છે. બીજી બાજુ રાહુલ ગાંધી આજે જયપુરમાં રોડ શો યોજીને ચૂંટણીનો શંખનાદ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી રાજસ્થાનનો આ તેમનો પહેલો પ્રવાસ છે.


    રેલીને પરમિશન પર થઇ હતી બબાલ

    - આસામમાં એનઆરસીને લઇને થયેલી બબાલ પછી શાહે 11 ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળના પ્રવાસની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મને પરવાનગી મળે કે ન મળે, પશ્ચિમ બંગાળ જરૂર જઇશ. મમતા મારી ધરપકડ કરાવવા માંગે તો કરાવી શકે છે.

    - મમતાએ જવાબ આપ્યો હતો કે શાહને જ્યાં જવું હોય ત્યાં જઇ શકે છે. તેમને કોણે રોક્યા છે? ત્યારબાદ કોલકાતા પોલીસે બીજેપીની રેલીને મંજૂરી આપી દીધી હતી. જોકે, લગભગ ચાર વર્ષ પહેલા કોલકાતાના સિવિલ બોડીએ શાહની રેલી માટે પરવાનગી આપી ન હતી. ત્યારે કોલકાતા હાઇકોર્ટથી પાર્ટીને રેલીની મંજૂરી મળી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending