ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» અમે કર્ણાટકમાં કોઈના સમર્થન વગર સરકાર બનાવીશું| we will form government in Karnataka alone

    ભાસ્કર ઈન્ટરવ્યૂ: અમે કર્ણાટકમાં બહુમતીથી સરકાર બનાવીશું- શાહ

    divyabhaskar.com | Last Modified - May 09, 2018, 10:40 AM IST

    અમિત શાહે કહ્યું છે કે, 75 વર્ષના હોવા છતા યેદિયુરપ્પા જ કર્ણાટકમાં 5 વર્ષ સરકાર ચલાવશે
    • અમે કર્ણાટકમાં કોઈના સમર્થન વગર સરકાર બનાવીશું- શાહ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમે કર્ણાટકમાં કોઈના સમર્થન વગર સરકાર બનાવીશું- શાહ

      બેંગલુરુ: ભાજપ અધ્યક્ષઅમિત શાહે છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં તેમના ડેરા-તંબુ નાખ્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી રેસકોર્સ રોડ પર આવેલા 13 નંબરના બંગલામાં રહે છે. તેમના ઘરની બહાર 25-30 ગાડીઓ, 3-4 ચેનલની ઓબી વાન, એક ડઝન મીડિયા કર્મી અને તેટલા જ સિક્યુરિટીવાળા હોય છે. આખો દિવસ પ્રચાર પ્રસાર કર્યા પછી અહીં જ ભાસ્કર.કોમની અમિત શાહ સાથે ખાસ વાતચીત થઈ હતી. તેમાં તેમણે વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ભાજપ કર્ણાટકમાં કોઈના પણ સમર્થન વગર સરકાર બનાવશે. તે ઉપરાંત તેમના સીએમ યેદિયુરપ્પા જ હશે તે વિશે પણ જણાવ્યું હતું. આવો જાણીએ અમિત શાહ સાથે બીજી શું થઈ ખાસ વાતચીત...

      સવાલ: ભાજપ કેટલી સીટો જીતશે?
      જવાબ: કર્ણાટકમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. કેટલી સીટો જીતીશું તે હું આગામી એક-બે દિવસમાં જણાવી દઈએ. પરંતુ એ વાત નક્કી છે કે, અમે અમારા દમ ઉપર જ સરકારી બનાવીશું. અમારે કોઈનું સમર્થન લેવાની જરૂર નહીં પડે.

      સવાલ: ચૂંટણી કયા મુદ્દાઓ પર લડી રહ્યા છો?
      જવાબ: છેલ્લા 5 વર્ષથી સિદ્ધારમૈયા સરકારનું ખેડુત વિરોધી વલણ અને ખરાબ કાયદા વ્યવસ્થાથી જનતાને મુશ્કેલી થઈ છે. બેંગલુરુને સિદ્ધારમૈયા સરકારે હેરિજ, જોર્જ અને રોશન બેગના હવાલે કરી દીધું છે. તેના પર કાર્યવાહી એટલા માટે નથી થઈ રહી કારણકે તે વોટબેંકનો ઈશ્યૂ છે. હાલ કર્ણાટકની સરકાર સૌથી ભ્રષ્ટ સરકારને સહન કરી રહી છે. આ જ દરેક મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી રહી છે.

      સવાલ: આ ચૂંટણીમાં ભાજપના પક્ષમાં શું છે?
      જવાબ: ભાજપના પક્ષમાં એખ મોટો મુદ્દો એવો પણ છે કે, મોદી સરકારે કર્ણાટકને અંદાજે રૂ, 3 લાખ કરોડની યોજનાઓ આપી છે. તેમાં બેંગલુરુમાં મેટ્રો, રૂ. 27 હજાર કરોડના રોડ રસ્તા, રૂ. 49 હજાર કરોડની મુદ્રા બેન્ક યોજના માટે અને 9 લાખ મહિલાઓને ઉજ્જવલા યોજનાથી ગેસ આપવામાં આવ્યા છે. આવા ઘણાં કામ મોદી સરકારે કર્યા છે. હું બીજેપીના પક્ષમાં મોટી લહેર જોઈ રહ્યો છું.

      સવાલ: શું પહેલાંની ભાજપ સરકારની જેમ વારંવાર સીએમ તો બદલવામાં નહીં આવેને?
      જવાબ: એવું નહીં થાય, કારણકે કેન્દ્રમાં આ વખતે તોડવાવાળી સરકાર નથી. પરંતુ રાજ્ય સરકારની મદદ કરનારી સરકાર છે. પહેલાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તેણે કાવતરું કરીને યેદિયુરપ્પાની સરકાર તોડી હતી.

      સવાલ: 75 વર્ષની ઉંમર થતા યેદિયુરપ્પાને હટાવી દેવામાં આવશે?
      જવાબ: કોઈ પણ સંજોગોમાં એવુ નહીં થાય. તેમને પૂરા 5 વર્ષ કામ કરવાનો મોકો મળશે.

      સવાલ: રાહુલ ગાંધી યેદિયુરપ્પાને દેશના સૌથી ભ્રષ્ટ નેતા કહે છે?
      જવાબ: યેદિયુરપ્પા પર જેટલા પણ આરોપ લાગ્યા હતા તે બધા જ કોર્ટે નકારી દીધા છે. ટ્રાયલનું સ્ટેજ નથી આવ્યું. એફઆઈઆરને પણ નકારી દેવામાં આવી છે. તે ઉપરાંત તેમાં એવુ પણ લખવામાં આવ્યું છે કે, કેસ જાણી જોઈને ઊભા કરવામાં આવ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, તેમના લાગેલા આરોપો ખોટા છે.
      - વધુમાં તેમણે કહ્યું કે, કર્ણાટક રાજ્ય જીતીને બીજેપી 21માં રાજ્યમાં સરકાર બનાવશે. દક્ષિણમાં પણ જબરજસ્ત પ્રદર્શનની તૈયારી કરવામાં આવી છે.

    • રોડ શો દરમિયાન અમિત શાહ અને અન્ય બીજેપી નેતાઓ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      રોડ શો દરમિયાન અમિત શાહ અને અન્ય બીજેપી નેતાઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અમે કર્ણાટકમાં કોઈના સમર્થન વગર સરકાર બનાવીશું| we will form government in Karnataka alone
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top