ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કર્ણાટકમાં જીતનો દાવો કર્યો | Due to Karnataka Election BJP President Amit Shah did Press Confrence

  કર્ણાટકમાં ભાજપ 130થી વધુ સીટ જીતશે, સમર્થનની નથી જરૂર- શાહ

  Divyabhaskar.com | Last Modified - May 10, 2018, 05:51 PM IST

  ભાજપ કર્ણાટકમાં 130થી વધુ સીટ જીતીને પ્રચંડ બુહમતથી સરકાર બનાવશે. અમને કોઈના સમર્થનની જરૂર નથી- અમિત શાહ
  • યેદિયુરપ્પા પોતાની સરકારના 5 વર્ષ પૂરાં કરશે અને નરેન્દ્ર મોદી પહાડની જેમ તેમની સાથે ઊભા રહેશે- અમિત શાહ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યેદિયુરપ્પા પોતાની સરકારના 5 વર્ષ પૂરાં કરશે અને નરેન્દ્ર મોદી પહાડની જેમ તેમની સાથે ઊભા રહેશે- અમિત શાહ

   બેંગલુરુઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કર્ણાટકમાં જીતનો દાવો કર્યો છે. શાહે કહ્યું કે ભાજપ કર્ણાટકમાં 130થી વધુ સીટ જીતીને પ્રચંડ બહુમતથી સરકાર બનાવશે. અમને કોઈના સમર્થનની જરૂર નથી. યેદિયુરપ્પા પોતાની સરકારના 5 વર્ષ પૂરાં કરશે અને નરેન્દ્ર મોદી પહાડની જેમ તેમની સાથે ઊભા રહેશે. ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સમાં શાહે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને આડે હાથ લીધા હતા. તેઓએ કહ્યું કે કર્ણાટકનો વિકાસ પણ બેંગલુરુના ટ્રાફિકની જેમ જામ થઈ ગયો છે, સિદ્ધારમૈયા વિધાનસભા ચૂંટણીમાં બંને સીટ પર હારશે. કર્ણાટકની 224 વિધાનસભા સીટ પર 12 મેનાં રોજ મતદાન થશે, જ્યારે પરિણામ 15 તારીખનાં રોજ જાહેર થશે.

   'કર્ણાટકનો વિકાસ બેંગલુરુના ટ્રાફિકની જેમ જામ થઈ ગયો છે'

   - અમિત શાહે કહ્યું કે, "કાયદા-વ્યવસ્થાની સ્થિતિ બદથી બદતર થઈ છે. કોઈ અધિકારીએ આત્મહત્યા કરી લીધી, કોઈ હોટલમાં છે તો ધારાસભ્યનો દીકરો મારીને ચાલ્યો જાય છે. 12-13 વર્ષની દીકરી સાથે રેપ થાય છે, પકડાવવાના ડરથી તેની હત્યા કરવામાં આવે છે. ચેન સ્નેચિંગની ઘટનાઓમાં 151 %નો વધારો થયો છે."
   - "કાયદા વ્યવસ્થાના મામલે કર્ણાટક સરકારમાં ઘણી ત્રુટીઓ જોવા મળી છે. ભાજપ અને સંઘના 24 કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી અને સરકાર તેને રાજનીતિનો ભાગ માને છે. હત્યારાઓને પકડવા માટે સરકાર કોઈ પ્રયાસ નથી કરી રહી. કર્ણાટકનો વિકાસ બેંગલુરુના ટ્રાફિકની જેમ જામ થઈ ગયો છે."

   કોંગ્રેસ ચૂંટણી જીતવા ખોટી રીત અપનાવે છે

   - "કોંગ્રેસ અલોકતાંત્રિક રીતે ચૂંટણી જીતવાના પ્રયાસો કરે છે. ગત દિવસોમાં જે ઘટનાઓ થઈ તે લોકશાહીમાં વિશ્વાસ રાખનારાઓ માટે ચિંતાના વિષય સમાન છે. રાજરાજેશ્વરમાં જે રીતે નકલી વોટર આઇડી અને તેને બનાવવાના ઉપકરણ પકડાયાં તે બતાવે છે કે કોંગ્રેસ કોઈપણ રીતે ચૂંટણી જીતવા માંગે છે."
   - "આનો આરોપ કોંગ્રેસ ભાજપ પર લગાવે છે, જ્યારે કોઈ તપાસ આગળ વધે છે તો તેના ધારાસભ્યો વિરૂદ્ધ FIR થાય છે ત્યારે કોંગ્રેસ એક્સપોઝ થાય છે."

   સિદ્ધારમૈયા સરકાર વિરૂદ્ધ બનેલા માહોલથી મળશે જીત

   - "ભાજપ નેતાઓ પાસેથી મળેલાં ફિડબેક અને સિદ્ધારમૈયા સરકાર વિરૂદ્ધ જોવા મળતાં માહોલને કારણે અમને વિશ્વાસ છે કે અમે કર્ણાટકમાં 130થી વધુ સીટ જીતીને સરકાર બનાવશે. કોઈનું સમર્થન લેવાના અને આપવાનો તો સવાલ નથી. યેદિયુરપ્પા પૂરાં સમય સુધી મુખ્યમંત્રી બનશે. ગત વખતે જ્યારે યેદિયુરપ્પા સીએમ બન્યાં હતા, ત્યારે કેન્દ્રમાં સરકાર તોડી પાડનારાઓ બેઠાં હતા. આ વખતે મોદીજી યેદિયુરપ્પાની સાથે એક પહાડની જેમ ઊભા રહેશે."
   - "દેશના 20 રાજ્યોમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. 116 યોજનાઓ અમે લોકોએ ગરીબોના જીવનસ્તર સુધારવા માટે ચલાવી. આજ રીતે યેદિયુરપ્પાની સરકાર મોદીજીના નેતૃત્વમાં કર્ણાટકનો વિકાસ કરે, તેના માટે અમને તક આપો."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • સિદ્ધારમૈયા સરકાર વિરૂદ્ધ જોવા મળતાં માહોલને કારણે અમને વિશ્વાસ છે કે અમે કર્ણાટકમાં 130થી વધુ સીટ જીતીને સરકાર બનાવશે- અમિત શાહ (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સિદ્ધારમૈયા સરકાર વિરૂદ્ધ જોવા મળતાં માહોલને કારણે અમને વિશ્વાસ છે કે અમે કર્ણાટકમાં 130થી વધુ સીટ જીતીને સરકાર બનાવશે- અમિત શાહ (ફાઈલ)

   બેંગલુરુઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કર્ણાટકમાં જીતનો દાવો કર્યો છે. શાહે કહ્યું કે ભાજપ કર્ણાટકમાં 130થી વધુ સીટ જીતીને પ્રચંડ બહુમતથી સરકાર બનાવશે. અમને કોઈના સમર્થનની જરૂર નથી. યેદિયુરપ્પા પોતાની સરકારના 5 વર્ષ પૂરાં કરશે અને નરેન્દ્ર મોદી પહાડની જેમ તેમની સાથે ઊભા રહેશે. ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સમાં શાહે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને આડે હાથ લીધા હતા. તેઓએ કહ્યું કે કર્ણાટકનો વિકાસ પણ બેંગલુરુના ટ્રાફિકની જેમ જામ થઈ ગયો છે, સિદ્ધારમૈયા વિધાનસભા ચૂંટણીમાં બંને સીટ પર હારશે. કર્ણાટકની 224 વિધાનસભા સીટ પર 12 મેનાં રોજ મતદાન થશે, જ્યારે પરિણામ 15 તારીખનાં રોજ જાહેર થશે.

   'કર્ણાટકનો વિકાસ બેંગલુરુના ટ્રાફિકની જેમ જામ થઈ ગયો છે'

   - અમિત શાહે કહ્યું કે, "કાયદા-વ્યવસ્થાની સ્થિતિ બદથી બદતર થઈ છે. કોઈ અધિકારીએ આત્મહત્યા કરી લીધી, કોઈ હોટલમાં છે તો ધારાસભ્યનો દીકરો મારીને ચાલ્યો જાય છે. 12-13 વર્ષની દીકરી સાથે રેપ થાય છે, પકડાવવાના ડરથી તેની હત્યા કરવામાં આવે છે. ચેન સ્નેચિંગની ઘટનાઓમાં 151 %નો વધારો થયો છે."
   - "કાયદા વ્યવસ્થાના મામલે કર્ણાટક સરકારમાં ઘણી ત્રુટીઓ જોવા મળી છે. ભાજપ અને સંઘના 24 કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી અને સરકાર તેને રાજનીતિનો ભાગ માને છે. હત્યારાઓને પકડવા માટે સરકાર કોઈ પ્રયાસ નથી કરી રહી. કર્ણાટકનો વિકાસ બેંગલુરુના ટ્રાફિકની જેમ જામ થઈ ગયો છે."

   કોંગ્રેસ ચૂંટણી જીતવા ખોટી રીત અપનાવે છે

   - "કોંગ્રેસ અલોકતાંત્રિક રીતે ચૂંટણી જીતવાના પ્રયાસો કરે છે. ગત દિવસોમાં જે ઘટનાઓ થઈ તે લોકશાહીમાં વિશ્વાસ રાખનારાઓ માટે ચિંતાના વિષય સમાન છે. રાજરાજેશ્વરમાં જે રીતે નકલી વોટર આઇડી અને તેને બનાવવાના ઉપકરણ પકડાયાં તે બતાવે છે કે કોંગ્રેસ કોઈપણ રીતે ચૂંટણી જીતવા માંગે છે."
   - "આનો આરોપ કોંગ્રેસ ભાજપ પર લગાવે છે, જ્યારે કોઈ તપાસ આગળ વધે છે તો તેના ધારાસભ્યો વિરૂદ્ધ FIR થાય છે ત્યારે કોંગ્રેસ એક્સપોઝ થાય છે."

   સિદ્ધારમૈયા સરકાર વિરૂદ્ધ બનેલા માહોલથી મળશે જીત

   - "ભાજપ નેતાઓ પાસેથી મળેલાં ફિડબેક અને સિદ્ધારમૈયા સરકાર વિરૂદ્ધ જોવા મળતાં માહોલને કારણે અમને વિશ્વાસ છે કે અમે કર્ણાટકમાં 130થી વધુ સીટ જીતીને સરકાર બનાવશે. કોઈનું સમર્થન લેવાના અને આપવાનો તો સવાલ નથી. યેદિયુરપ્પા પૂરાં સમય સુધી મુખ્યમંત્રી બનશે. ગત વખતે જ્યારે યેદિયુરપ્પા સીએમ બન્યાં હતા, ત્યારે કેન્દ્રમાં સરકાર તોડી પાડનારાઓ બેઠાં હતા. આ વખતે મોદીજી યેદિયુરપ્પાની સાથે એક પહાડની જેમ ઊભા રહેશે."
   - "દેશના 20 રાજ્યોમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. 116 યોજનાઓ અમે લોકોએ ગરીબોના જીવનસ્તર સુધારવા માટે ચલાવી. આજ રીતે યેદિયુરપ્પાની સરકાર મોદીજીના નેતૃત્વમાં કર્ણાટકનો વિકાસ કરે, તેના માટે અમને તક આપો."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કર્ણાટકમાં જીતનો દાવો કર્યો | Due to Karnataka Election BJP President Amit Shah did Press Confrence
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top