‘પતિની હત્યા કેવી રીતે કરશો’ એ વિષે નોવેલ લખી, પછી હત્યા કરી, હવે FB પોસ્ટના આધારે પકડાઈ

68 વર્ષીય નેન્સીએ રોમાન્સ અને સસ્પેન્સ પર અનેક નવલકથા લખી છે
68 વર્ષીય નેન્સીએ રોમાન્સ અને સસ્પેન્સ પર અનેક નવલકથા લખી છે

DivyaBhaskar.com

Sep 13, 2018, 09:57 AM IST

ઓરેગોન: ‘પતિની હત્યા કેવી રીતે કરશો’ તેના પર નવલકથા લખનાર લેખિકા નેન્સી ક્રોમ્પ્ટન બ્રોફીની અમેરિકી પોલીસે ધરપકડ કરી હતી. તેમની ધરપકડ હત્યાના આરોપમાં કરાઇ હતી. ખરેખર તો 68 વર્ષીય નેન્સીના પતિ ડેનિયલ બ્રોફીની 2 જૂન 2018ના રોજ હત્યા કરાઈ હતી. તેના બાદ નેન્સીએ તેના પતિને યાદ કરતાં ફેસબુક પર એક શોકસંદેશ લખ્યો હતો. તેમાં લોકોની સાંત્વના મેળવી હતી. લોકોએ પણ તેને સપોર્ટ કર્યો હતો. પછીથી પોલીસે ડેનિયલની હત્યાના પુરાવાની શોધમાં નેન્સીનું ફેસબુક એકાઉન્ટ તપાસ્યું. તેના પછી શંકાની સોય નેન્સી તરફ ગઈ.

68 વર્ષીય નેન્સીએ રોમાન્સ અને સસ્પેન્સ પર અનેક નવલકથા લખી છે અને એમેઝોનના સેલમાં પણ સિલેક્ટ થઈ હતી

નેન્સી એક રોમેન્ટિક નવલકથાકાર છે. જેણે રોમાન્સ અને સસ્પેન્સ પર અનેક પુસ્તકો લખ્યાં છે. તેનાં અમુક પુસ્તકો એમેઝોનના સેલમાં પણ સિલેક્ટ થયાં. 2011માં તેણે ‘પતિની હત્યા કેવી રીતે કરશો’ વિષય પર 700 શબ્દોનો નિબંધ લખ્યો હતો. પછી તેણે તેના પર નવલકથા લખી. નવલકથામાં તેણે લખ્યું હતું કે રોમેન્ટિક સસ્પેન્સ રાઈટર તરીકે મેં હત્યા અને તેના બાદ થનાર પોલીસની પ્રક્રિયા અંગે અનેક કલાકો સુધી વિચાર્યુ. તેનાથી બચવાના ઉપાય પણ લખ્યા. આટલું જ નહીં પોતાના નિબંધમાં તેણે હત્યાના મુકાબલે તલાકને વધારે ખર્ચાળ રીત ગણાવી હતી. પોલીસે તપાસમાં અહીંથી ક્લૂ શોધ્યો. પોલીસ કહે છે કે હવે અમને પુરાવાની જરૂર નથી કેમ કે અમારી પાસે પર્યાપ્ત પુરાવા છે. ફક્ત કડી મેળવવાની છે અને પૂછપરછમાં નેન્સી સત્ય સ્વીકારી લેશે. તેની સૌથી મોટી ભૂલ એ હતી કે તેણે હત્યાના અનેક નાના નાના પોઈન્ટની અવગણના કરી હતી.

લખ્યું હતું- હત્યાના મુકાબલે પતિથી તલાક લેવા વધારે મોંઘા

નેન્સીના પતિ ડેનિયલની પોર્ટલેન્ડના રસોઈઘરમાં હત્યા કરાઈ હતી. ‘પતિની હત્યા કેવી રીતે કરશો’ નવલકથામાં નેન્સીએ હત્યા કરવાની અનેક રીત જણાવી હતી પણ પોલીસ અધિકારી ક્રિસ્ટોફર જોન મુજબ ફેસબુક મેસેજમાં અનેક ઝીણવટભરી માહિતીમાં નેન્સી થાપ ખાઇ ગઈ. તેણે વિચાર્યું કે પોલીસ એક હદથી વધારે નહીં વિચારી શકે જે ધારણા ખોટી સાબિત થઈ. જોને કહ્યું કે અનેકવાર નાની ચૂક મોટી ભૂલ સાબિત થાય છે. એવું જ નેન્સી સાથે બન્યું. નેન્સીએ ખુદ એક-બે નહીં પણ એટલા પુરાવા અમને અપાવ્યા કે હવે તેણીએ જેલ જવું જ પડશે.

X
68 વર્ષીય નેન્સીએ રોમાન્સ અને સસ્પેન્સ પર અનેક નવલકથા લખી છે68 વર્ષીય નેન્સીએ રોમાન્સ અને સસ્પેન્સ પર અનેક નવલકથા લખી છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી