એમેઝોને આદિત્ય બિરલા જૂથની 529 સ્ટોર ધરાવતી સુપર માર્કેટ ચેન 'મોર'ને 4200 Crમાં ખરીદી

Amazon bought Peacock chain for 4200 crores

DivyaBhaskar.com

Sep 20, 2018, 09:51 AM IST

નવી દિલ્હી: પ્રાઈવેટ ઇક્વિટી ફંડ સમારા કેપિટલ અને ઇ કોમર્સ કંપની એમેઝોનને આદિત્ય બિરલા જૂથની રિટેલ ચેન મોર ખરીદી લીધી છે. આ સોદાનું મૂલ્ય 4200 કરોડ આંકવામાં આવ્યું છે. રિલાયન્સ રિટેલ, બિગ બજાર અને ડીમાર્ટ બાદ મોર દેશની ચોથા નંબરની સુપર માર્કેટ ચેન છે. દેશભરમાં મોર બ્રાન્ડના 509 સુપર માર્કેટ અને 20 હાઈપર માર્કેટ છે. તેની માલિકી આદિત્ય બિરલા રિટેલ પાસે છે. આ સોદા માટે કોમ્પિટીશન કમિશનની મંજૂરી લેવી પડશે. હાલમાં મોરની મેનેજમેન્ટમાં કોઈ ફેરફાર નહીં થાય.

સમારા કેપિટલે મોર ખરીદવા જૂન મહિનામાં આદિત્ય બિરલા રિટેલ સાથે સમજૂતી કરી હતી. બીજા રોકાણકાર તરીકે એમેઝોન અને ગોલ્ડમેન સાથે વાતચીત ચાલતી હતી. થોડા સમય અગાઉ ગોલ્ડ મેન વાતચીતમાંથી બહાર નીકળી ગયું હતું. એમોઝોન ગ્રોસરી અને ફૂડ બિઝનેસમાં પોતાનો પંગદંડો જમાવવા માગે છે. મોરને કારણે તેને તેમાં મદદ મળશે. અત્યારે તે પ્રાઈમ નાવ નામથી આ વ્યવસાયમાં છે પરંતુ તેના સ્ટોર મુંબઈ, એનસીઆર, હૈદરાબાદ અને બેંગ્લુરુમાં જ છે. મોરમાં સમારા કેપિટલનો 51% જ્યારે એમેઝોનનો 49% હિસ્સો રહેશે.

દર વર્ષે 100-150 સ્ટોર ખોલવાની યોજના


સમારા અને એમેઝોનની યોજના દર વર્ષે 100-150 સ્ટોર ખોલવાની છે. ચાલુ વર્ષે 90 સ્ટોર ખોલવાની યોજના તૈયાર કરાઈ છે. આદિત્ય બિરલા રિટેલ પર માર્ચ 2018માં 4000 કરોડનું દેવું હતું. દેવાને કારણે મોરનું વિસ્તરણ થઈ શક્યું નહોતું.


ઓફલાઈન રિટેલમાં એમેઝોનનું બીજું રોકાણ


ભારતના ઓફલાઈન રિટેલ બજારમાં એમેઝોનનું આ બીજું રોકાણ છે. સપ્ટેમ્બર 2017માં તેણે શોપર્સ સ્ટોપમાં 180 કરોડના ખર્ચે 5% હિસ્સો ખરીદ્યો હતો. તે આરપી ગોયકા ગ્રૂપના સુપર માર્કેટ સ્પેન્સરમાં પણ હિસ્સો ખરીદવા માગતી હતી પરંતુ શક્ય બન્યું નહોતું.


બે વર્ષ પછી 77 લાખ કરોડનું થશે રિટેલ માર્કેટ


- 47 લાખ કરોડ રૂપિયાનું ભારતનું રિટેલ માર્કેટ છે.
- 77 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ થશે 2020માં.
- 20% વાર્ષિક વૃદ્ધિની આશા સુપર માર્કેટના વેચાણમાં

રશિયા-યુક્રેનના ખાતા ધારકોનું કાળું નાણું સફેદ કર્યું

કોપનહેગન, ડેનમાર્કની ડેનીશ બેન્કમાં 234 અબજ ડોલર એટલે કે 17 લાખ કરોડ રૂપિયાનો સૌથી મોટો મની લોન્ડરિંગ ગોટાળો બહાર આવ્યો છે. બેન્કની એસ્ટોનિયા બ્રાન્ચમાં 2007થી 2015 દરમિયાન કાળા નાણાંને સફેદ કરવાનું કૌભાંડ ચાલ્યું હતું. જે લોકોના ખાતા દ્વારા મની લોન્ડરિંગ કરાયું તેમાં રશિયા, યુક્રેન અને અઝરબેઝાન જેવા દેશોના લોકોનો સમાવેશ થાય છે. આ તમામ પહેલા સોવિયતે સંઘનો હિસ્સો હતા.

બે વખત ચેતવણી અપાઈ છતાં બેન્ક ગોટાળો પકડી શકી નહીં

એસ્ટોનિયાના બેન્કિંગ રેગ્યુલેટર 2007માં પ્રથમવાર ડેનીશ બેન્કને ચેતવણી આપી હતી કે અબજો રૂબલનો ગોટાળો ચાલી રહ્યો છે તેમ છતાં બેન્ક તેને રોકવામાં નિષ્ફળ રહી હતી. 2014માં વ્હિસલબ્લોઅરે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે તપાસ કરાઈ હતી. રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિનના ટીકાકાર અને ફાઈનાન્સિયલ બિલ બ્રાઉડરે પણ આ મુદ્દો ઘણીવાર ઉઠાવ્યો હતો.

X
Amazon bought Peacock chain for 4200 crores
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી