તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારે વરસાદના કારણે બાલટામ-પહેલગામમાં અટકી અમરનાથ યાત્રા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ: વરસાદ અટક્યા પછી ગુરૂવારે સાંજે અમરનાથ યાત્રા ફરી શરૂ થઇ ગઇ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, બુધવારે રાતથી પડી રહેલા વરસાદથી બાલટાલ અને પહલગામ બંને માર્ગો લપસણા થઇ ગયા હતા. પરિણામે યાત્રીઓ અને વાહનોનું આગળ જવું ખતરનાક હતું. એટલે યાત્રા અટકાવવામાં આવી હતી. હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. 

 

વરસાદ છતાં યાત્રીઓનું એક જૂથ ચંદનવાડી માટે રવાના

 

વરસાદ છતાં ઘણા તીર્થયાત્રીઓ નુનવાં પહલગામ બેઝ કેમ્પથી ચંદનવાડી માટે રવાના થયા છે. પારંપરિક માર્ગોથી જનારા તીર્થયાત્રીઓના વાહનો માટે ચંદનવાડી છેલ્લો પડાવ છે. જમ્મુના બેઝ કેમ્પથી મહિલાઓ, બાળકો અને સાધુઓ સહિત આશરે 3000 તીર્થયાત્રીઓનું જૂથ બુધવારે સાંદે નુનવાં પહલગામ અને બાલટાલ આવી ગયું હતું. 

 

ઉત્તરપ્રદેશના 9 જિલ્લાઓમાં 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી

 

- વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં ઉત્તરપ્રદેશના શ્રાવસ્તી, ખીરી, પીલીભીત, બરેલી, રામપુર, શાહજહાંપુર, મુરાદાબાદ અને બિજનૌરમાં ભારે વરસાદ પડી શકે છે. 
- આ પહેલા વિભાગે બુધવાર માટે મથુરા, અલીગઢ, હાથરસ, લખીમપુરખીરી, સીતાપુર, શાહજહાંપુર, જાલૌન, ઇટાવા, ઓરૈયા, ગોંડા, બસ્તી, ફૈઝાબાદ, આંબેડકર નગર, સિદ્ધાર્થનગર, બલરામપુર અને સુલતાનપુરમાં ભારે વરસાદ અને ધૂળભરી આંધીનું એલર્ટ જાહેર કર્યું હતું. 

 

48 કલાકમાં ઉત્તર ભારતના 6 રાજ્યોનો આવરી લેશે ચોમાસું

 

- દક્ષિણ-પશ્ચિમ ચોમાસું રાજસ્થાન પહોંચી ચૂક્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાકની અંદર તે આખા રાજ્યને આવરી લેશે. કેટલાક હિસ્સાઓમાં છેલ્લા 24 કલાકથી વરસાદ ચાલુ છે.

- જેસલમેરમાં સૌથી વધુ 43.6 કિલોમીટર વરસાદ નોંધવામાં આવ્યો. હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસું આગળ વધવાની પરિસ્થિતિઓ અનુકૂળ છે અને આશા છે કે આગામી 48 કલાકમાં તે પશ્ચિમી ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, હરિયાણા અને દિલ્હી પહોંચી જશે. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, પહલગામ બેઝ કેમ્પ અને અન્ય તસવીરો

અન્ય સમાચારો પણ છે...