સપાના વિરોધીઓ સાથે નવી પાર્ટી બનાવી શકે છે અમરસિંહ, સપા-બસપાને રોકવા માટે બીજેપી કરશે મદદ

અમરસિંહ (ફાઇલ ફોટો)
અમરસિંહ (ફાઇલ ફોટો)

લખનઉ: અમરસિંહ ઉત્તરપ્રદેશમાં સપાના એક મોટા નેતા સાથે મળીને નવી પાર્ટી બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવી પાર્ટી બનાવવાનો ઉદ્દેશ 2019ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના વોટર્સને પોતાની તરફ વાળવાનો છે. અમરસિંહની આ યોજનાને બીજેપીનું સમર્થન પણ મળેલું છે. તેને લઇને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક અઠવાડિયા પહેલા હરિયાણામાં સપાના આ નેતા સાથે ગુપ્ત મુલાકાત પણ કરી હતી.

divyabhaskar.com

Aug 05, 2018, 09:24 AM IST

લખનઉ: અમરસિંહ ઉત્તરપ્રદેશમાં સપાના એક મોટા નેતા સાથે મળીને નવી પાર્ટી બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવી પાર્ટી બનાવવાનો ઉદ્દેશ 2019ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના વોટર્સને પોતાની તરફ વાળવાનો છે. અમરસિંહની આ યોજનાને બીજેપીનું સમર્થન પણ મળેલું છે. તેને લઇને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક અઠવાડિયા પહેલા હરિયાણામાં સપાના આ નેતા સાથે ગુપ્ત મુલાકાત પણ કરી હતી.

અમરસિંહે સ્પષ્ટ કર્યું હતું કે હાલ બીજેપીમાં જવાનો કોઇ ઇરાદો નથી

લખનઉ પ્રવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા દરમિયાન મંચ પરથી વિપક્ષ પર નિશાનો સાધીને અમરસિંહનું નામ લીધું હતું. મોદીએ કહ્યું હતું કે જેમના ઇરાદાઓ બરાબર નથી, તેઓ પડદાની પાછળ કારોબારીઓને મળે છે. અમરસિંહની પાસે આ બધાની હિસ્ટ્રી છે. અમરે કહ્યું હતું કે હું મોદીનો પ્રશંસક છું અને આગળની જિંદગી તેમના નામે જ છે. જોકે, તેમણે એ સ્પષ્ટ કરી દીધું કે અત્યારે બીજેપીમાં જવાનો કોઇ ઇરાદો નથી.

આ જ મહિને થઇ શકે પાર્ટીની જાહેરાત

- સૂત્રોનું કહેવું છે કે નવી પાર્ટીનું નામ નક્કી કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત પદાધિકારીઓની પસંદગી પણ થઇ ચૂકી છે. 15 ઓગસ્ટ પછી ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા મહત્વ ન મળવાને કારણે અમરસિંહ નારાજ છે. તેઓ તાજેતરમાં જ થયેલી સમાજવાદી પાર્ટીની કાર્યકારણીની બેઠકમાં પણ પહોંચ્યા નહોતા.

પશ્ચિમી યુપી પર ફોકસ

- સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવી પાર્ટીનું ફોકસ પશ્ચિમી યુપી પર રહેશે. લોકસભા ચૂંટણીમાં નવી પાર્ટી કેટલીક સીટો પર પોતાના ઉમેદવાર ઉતારી શકે છે. આ ઉમેદવારોના સમર્થનમાં બીજેપી પણ ઉમેદવારો ઉતારી શકે છે. તેનાથી સપા અને બસપા બંનેના ઉમેદવારોને નુકસાન થઇ શકે છે. બીજેપી સાથે એ વાતને લઇને પણ ચર્ચા ચાલી રહી છે કે નવી પાર્ટી કેટલી સીટો પર પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી કરે.

સતત જિલ્લાઓમાં સંપર્ક

- સૂત્રો જણાવે છે કે નારાજ સપા નેતા લોકસભા ચૂંટણીને લઇને સતત જનસંપર્ક અને સભાઓ કરી રહ્યા છે. તેમણે છેલ્લાં 3 મહિનામાં 30 જિલ્લાઓમાં જનસંપર્ક કર્યો છે. ભદોહી મુલાકાત પર તેઓ જ્યારે ગયા તો તેમની ગાડીઓનો કાફલો ચર્ચામાં રહ્યો. કાફલામાં અપક્ષના ધારાસભ્ય વિજય મિશ્રા પણ સામેલ હતા. ગયા મહિને વારાણસીમાં તેમણે યુપી સરકારમાં મંત્રી ઓમપ્રકાશ રાજભર સાથે બંધ રૂમમાં મુલાકાત કરી હતી.

વિખેરાઇ શકે છે ઠાકુર અને યાદવ વોટ

- અખિલેશ અને માયાવતીના સાથે આવ્યા પછી રાજાભૈયાએ સપાથી અંતર કરી લીધું છે. હવે જો અમરસિંહ પણ નવા પક્ષ સાથે ચૂંટણીમાં ઉતરે તો ઠાકુર વોટ બસપા અને સપામાંથી કપાઈ શકે છે. બીજી બાજુ, સપાના નારાજ નેચા યાદવ વોટ્સમાં ઘટાડો કરી શકે છે. ગઠબંધનને નુકસાન થઇ શકે છે. સપા-બસપાથી અલગ થયેલા વોટ્સનો ફાયદો બીજેપીને મળી શકે છે.

- ઉત્તરપ્રદેશમાં 9 ટકા યાદવ વોટર્સ છે, જે 10 લોકસભા સીટ પર અસર કરે છે. 7 ટકા ઠાકુર વોટર્સ છે જેઓ 15 સીટ્સ પર અસર કરી શકે છે.

X
અમરસિંહ (ફાઇલ ફોટો)અમરસિંહ (ફાઇલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી