ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Alert of the Ministry of Interior to stop violence, send advisories to the states

  હિંસા રોકવા માટે ગૃહ મંત્રાલયનું એલર્ટ, રાજ્યોને એડવાઈઝરી મોકલી

  New Delhi | Last Modified - Apr 14, 2018, 03:42 AM IST

  બાબાસાહેબ આંબેડકરની જયંતી પર વિનમ્ર અપીલ- અફવાઓ પર ધ્યાન આપી ઉશ્કેરાશો નહીં
  • હિંસા રોકવા માટે ગૃહ મંત્રાલયનું એલર્ટ, રાજ્યોને એડવાઈઝરી મોકલી
   હિંસા રોકવા માટે ગૃહ મંત્રાલયનું એલર્ટ, રાજ્યોને એડવાઈઝરી મોકલી

   નવી દિલ્હી: એસસી-એસટી એક્ટમાં પરિવર્તન વિરુદ્ધ ભારત બંધ અને તેના જવાબમાં અનામતના વિરોધમાં બંધના એલાન બાદ હવે કેન્દ્ર સરકારને આંબેડકર જયંતી નિમિત્તે પણ અશાંતિની આશંકા લાગી રહી છે. શનિવારે કોઈપણ પ્રકારની ગરબડ ન થાય તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને એક એડવાઈઝરી મોકલી છે. તેમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને સંવેદનશીલ સ્થળે પોલીસની ટુકડી વધારવાનું જણાવાયું છે. ગૃહમંત્રાલયે કહ્યું છે કે સંવેદનશીલ વિસ્તારોમાં કોઈપણ કિંમતે સુરક્ષા જળવાય તે જરૂરી છે. રાજ્ય સરકારોએ, જિલ્લા અધિકારીઅો અને એસપીને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવાનું કહ્યું છે. જરૂર પડે તો પ્રતિબંધાત્મક આદેશો પણ અપાશે.

   લોક એટલે કે આપણી જવાબદારી

   1. કોઈની ઉશ્કેરણીમાં આવશો નહીં.
   2. અફવાઓ પર ધ્યાન આપશો નહીં.
   3. સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની વાંધાજનક પોસ્ટને લાઈક ના કરો, કોમેન્ટ ના કરો, શેર પણ ના કરો.

   ...અને આ જરૂરથી કરો: જો કોઈને પણ અફવા ફેલાવતા જુઓ અથવા કંઈક એવું કરતા જુઓ જેનાથી વાતાવરણ બગડતું હોય તો તાત્કાલિક 100 નંબર પર કોલ કરો, પોલીસને જાણ કરો.
   ધ્યાન રાખો: તમારી શાંતિ જ અશાંતિ ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપશે.

   તંત્ર એટલે કે સરકારની જવાબદારી

   પોલીસ શું કરશે: શનિવારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શુક્રવારે રાજ્યના તમામ એસપી, રેન્જ DIG અને પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા કડક સૂચના આપી હતી. તે સાથે કોઇ પણ શહેર કે જિલ્લામાં વધારાનો પોલીસ ફોર્સ કે SRPના જવાનોની જરૂર હોય તો તે પૂરો પાડવામાં આવ્યો છે.

   ચક્કાજામ ન થાય તેની તકેદારી રાખવા પોલીસને સૂચના આપવામાં આવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Alert of the Ministry of Interior to stop violence, send advisories to the states
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top