• Home
 • Election 2019
 • News
 • Akhilesh yadav mayavati mahagathbandan joint pc today for Loksabha election 2019, SP BSP joint PC live update

ઉત્તરપ્રદેશ / માયાવતીએ કહ્યું, સપા-બસપા 38-38 સીટ પર ચૂંટણી લડશે, અમેઠી-રાયબરેલી સીટ અન્ય માટે છોડી

Akhilesh yadav mayavati mahagathbandan joint pc today for Loksabha election 2019, SP BSP joint PC live update
Akhilesh yadav mayavati mahagathbandan joint pc today for Loksabha election 2019, SP BSP joint PC live update
Akhilesh yadav mayavati mahagathbandan joint pc today for Loksabha election 2019, SP BSP joint PC live update
X
Akhilesh yadav mayavati mahagathbandan joint pc today for Loksabha election 2019, SP BSP joint PC live update
Akhilesh yadav mayavati mahagathbandan joint pc today for Loksabha election 2019, SP BSP joint PC live update
Akhilesh yadav mayavati mahagathbandan joint pc today for Loksabha election 2019, SP BSP joint PC live update

 • સપા-બસપા વચ્ચે 26 વર્ષ પછી ગઠબંધન થઈ રહ્યું છે
 • 1993થી 1995 સુધી ઉત્તરપ્રદેશમાં બંને પક્ષની ગઠબંધનની સરકાર હતી

divyabhaskar.com

Jan 25, 2019, 01:44 PM IST

લખનઉ: બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. માયાવતીએ કહ્યું કે, રાજ્યની 80 લોકસભા સીટોમાં સપા અને બસપા 38-38 સીટ પર ચૂંટણી લડશે. અમેઠી (રાહુલ ગાંધીની સીટ) અને રાયબરેલી (સોનિયા ગાંધીની સીટ)માટે અમે ઉમેદવાર નહીં ઉતારીએ. બાકીની બે સીટ માટે અન્ય પક્ષને મોકો આપીશું. કોંગ્રેસનં ગઠબંધનમાં સામેલ ન થવા વિશે માયાવતીએ કહ્યું છે કે, કોંગ્રેસ અને ભાજપ બંનેની સરકારમાં રક્ષાસોદામાં કૌભાંડ થયું હતું. કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમને કોઈ ફાયદો નથી થયો. પરંતુ કોંગ્રેસને અમારા વોટ ટ્રાન્સફર થઈ જાય છે. 

 

26 વર્ષ પછી ફરી ગઠબંધન

 

સપા બસપા વચ્ચે 26 વર્ષ પછી ફરી ગઠબંધન થયું છે. 1993માં પણ આ બંને પક્ષે ગઠબંધન કર્યું હતું. ત્યારે બે વર્ષ સરકાર ચાલી હતી પરંતુ 1995માં ગેસ્ટ હાઉસ કાંડ પછી આ ગઠબંધન ટૂટી ગયું હતું. ત્યારે લખનઉ સ્ટેટ ગેસ્ટ હાઉસમાં માયાવતીની હાજરીમાં સપા સમર્થકોએ બસપા સમર્થકો સાથે મારઝૂડ કરી હતી. આ ઘટના વિશે માયાવતીએ કહ્યું કે, ગેસ્ટ હાઉસ કાંડને ભૂલીને દેશ હિતમાં સપા અને બસપાએ ગઠબંધન કર્યું છે. હવે આ ગઠબંધન સારુ ચાલશે. જ્યારે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી થશે ત્યારે પણ આ ગઠબંધન રહેશે. 

 

1. ગઠબંધનનું કારણ?

 

માયાવતીએ કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અમિત શાહની ઉંઘ ઉડાડી દે તેવી આ પ્રેસ કોન્ફરન્સ છે. દેશ અને જનહીતના કારણે અમે લખનઉ ગેસ્ટ હાઉસ કાંડ ભૂલીને આંતરિક સમજૂતી કરવાનો નિર્ણય લીધો છે. 1990ની આસપાસ ભાજપની જાતિવાદી, સંકીર્ણ, સાંપ્રદાયિક નીતિઓ અને અયોધ્યાના માહોલના કારણે રાજ્યની જનતા કંટાળી ગઈ છે. આજે પણ દેશના સવા સો કરોડની સામાન્ય જનતા ભાજપના વાયદાઓના કારણે કંટાળી છે. તેમની ખેડૂત-વેપાર વિરોધી નીતિઓ, અહંકાર અને તાનાશાહીવાળા વલણના કારણે જનતા દુખી છે. તેથી બસપા અને સપાના વ્યાપક જનહિતને ધ્યાનમાં રાખીને એકજૂથ થવાની જરૂર લાગી છે. 

એવી જનવિરોધી પાર્ટીને સત્તામાં આવતા રોકવા માટે અમે અમુક લોકસભા અને વિધાનસટા સીટની પેટાચૂંટણીમાં તેમના ઉમેદવારોને હરાવવાની નવી શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસના લોકોની તો જમાનત પણ જપ્ત થઈ ગઈ હતી. ત્યારપછી જ આ ચર્ચા શરૂ થઈ હતી કે જો સપા અને બસપા 80 લોકસભા સીટ પર ચૂંટણી લડે તો ભાજપને સત્તામાં આવતા રોકી શકાય છે.

 

2 કોંગ્રેસના ગઠબંધનમાં સામેલ કેમ ન થયા ?

 

- માયાવતીએ કહ્યું કે કોંગ્રેસ અને ભાજપા  બંનેના રાજમાં ડિફેન્સ ડિલમાં ગોટાળાઓ થયા છે. રાફેલ ગોટાળાના કારણે ભાજપે 2019ની ચૂંટણીમાં સરકાર ગુમવવી પડશે. કોંગ્રેસ પાર્ટીના રાજમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. હાલ ભાજપના રાજમાં જાહેર ન કરાયેલી ઈમરજન્સી છે. આ લોકો પોતાની સરકારી મશીનરીનો જબરજસ્ત ઉપયોગ કરી રહ્યાં છે. 1977માં કોંગ્રેસની જેમ ભાજપને આ વખતે ભારે નુકશાન થનાર છે. બસપા-સપાને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને કોઈ ખાસ ફાયદો નહિ મળે.

 

- કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને છોડવામાં આવેલી સીટો પર અમને વોટોનો લાભ નહિ થાય અને વિપક્ષી પાર્ટીને વોટ ટ્રાન્સફર થઈ જાય છે, જયારે અમારી પાર્ટી સાથે જોડાયેલા તમામ વોટ અમારી સાથે ગઠબંધન કરનારી પાર્ટીને ટ્રાન્સફર થઈ જાય છે. કોંગ્રેસ જેવી પાર્ટીઓને તો અમારી સાથે ગઠબંધન કરીને સંપૂર્ણ લાભ મળે છે. પરંતુ અમને કોઈ લાભ મળતો નથી. અમારા વોટની ટકાવારી ઘટી જાય છે. 1996ના ઉતર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં અમને તેનો કડવો અનુભવ છે.

 

3 સપા-બસપાનું ગઠબંધન કરવાનો વિચાર કયારથી હતો ?

 

સપા પ્રમુખ અખિલેશે કહ્યું કે ગઠબંધનનો વિચાર ત્યારથી આવ્યો હતો જયારે ભાજપે માયવતજી વિશે અભદ્ર ટિપ્પણીઓ શરૂ કરી હતી. તે દિવસથી જ મે બસપા-સપા ગઠબંધનનો પાકો વિચાર કરી લીધો હતો, જયારે બસપા ઉમેદવાર ભીમરાવ આંબેડકરને રાજયસભામાં કપટથી હરાવીને ભાજપના લોકો આંનદ મનાવી રહ્યાં હતા. હવે બંને રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ મલીને ભાજપના અત્યાચારોનો મુકાબલો કરશે.

 

4 સપા-બસપા કાર્યકર્તાઓ એક સાથે કામ કરશે ?

 

અખિલેશે આ વખતે કાર્યકર્તાઓને સંદેશ આપ્યો કે સપાનો દરેક કાર્યકર આજથી એ માની લે કે માયાવતીજીનું સન્માન એ મારું સન્માન છે. કોઈ ભાજપના નેતા માયાવતીનું અપમાન કરે તો એ મારું અપમન માની લેવામાં આવે.

 

5 શું અખિલેશ પીએમ કેન્ડીડેટ તરીકે માયાવતીનો સપોર્ટ કરશે ?

 

આ સવાલ પર અખિલેશ સ્પષ્ટ જવાબ નથી આપ્યો. તેમણે કહ્યું કે તમને ખ્યાલ છે કે હું કઈ રીતે સપોર્ટ કરીશ. ઉતર પ્રદેશે હમેશે વડાપ્રધાન આપ્યા છે. આગળ પણ આમ જ થશે. આ સવાલના જવાબ દરમિયાન માયાવતી હસી રહી હતી.

 

6 અગાઉ પણ બસપા-સપા એક થયા હતા


મુલાયમ સિંહ યાદવે 1992માં સમાજવાદી પાર્ટીની રચના કર હતી. 1993માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં સપા-બસપાનું ગઠબંધન થયું હતું. તે સમયે બસપાની કમાન કાશીરામના હાથમાં હતી. સપા 256 અને બસપા 164 વિધાનસભાની સીટો પર ચૂંટણી લડી હતી. સપાએ 109 અને બસપાને 67 સીટો મળી હતી. પરંતુ 1995માં સપા-બસપાનો સંબધ ખરાબ થયો હતો. તે સમયે 2 જૂન 1995એ ગેસ્ટ હાઉસ કાંડ બાદ ગઠબંધન તૂટ્યું હતું.

 

2018માં ભાજપને સપા-બસપાને કારણે નુકસાન થયું હતું


ગોરખપુર અને ફુલપુર લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં બસપાએ સપા ઉમેદવારને મત આપવાની અપીલ કરી હતી. તો કૈરાના લોકસભા પેટાચૂંટણીમાં RLDના ઉમેદવારને સપા-બસપા અને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું. ત્રણેય જગ્યાએ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.

પહેલાં પણ સાથે આવ્યા હતા સપા-બસપા
1.મુલાયમ સિંહ યાદવે 1992માં સમાજવાદી પાર્ટીનું ગઠન કર્યું હતું. 1993માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં સપા-બસપાનું ગઠબંધન થયું હતું. તે સમયે બસપાની કમાન કાંશીરામ પાસે હતી. સપા 256 અને બસપા 164 વિધાનસભા સીટ પર ચૂંટણી લડ્યા હતા. સપાને 109 અને બસપાને 67 સીટ મળી હતી. પરંતુ 1995માં સપા-બસપાના સંબંધો ખરાબ થઈ ગયા હતા. તે સમયે જ 2 જૂન 1995માં ગેસ્ટ હાઉસ કાંડ પછી ગઠબંધન ટૂટ્યું હતું. 
2018માં ભાજપને સપા-બસપાને કારણે નુકસાન થયું હતું
2.ગોરખપુર અને ફુલપુર લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં બસપાએ સપા ઉમેદવારને મત આપવાની અપીલ કરી હતી. તો કૈરાના લોકસભા પેટાચૂંટણીમાં RLDના ઉમેદવારને સપા-બસપા અને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું. ત્રણેય જગ્યાએ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી