Divya Bhaskar

Home » National News » Latest News » National » તેજપ્રતાપ સામે ઐશ્વર્યાને લાગી મહેંદી| Aishwarya Mehndi Ceremony Lalu Family

ઐશ્વર્યાના હાથમાં લાગી તેજપ્રતાપના નામની મહેંદી, રાબડી સહિત 7 નણંદો રહી હાજર

Divyabhaskar.com | Updated - May 10, 2018, 11:48 AM

દિયર તેજસ્વી યાદવની હાજરીમાં સંગીત અને શરણાઈ વચ્ચે ઐશ્વર્યાની મહેંદીની વિધિ પૂરી કરવામાં આવી

  • તેજપ્રતાપ સામે ઐશ્વર્યાને લાગી મહેંદી| Aishwarya Mehndi Ceremony Lalu Family
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    તેજપ્રતાપ અને ઐશ્વર્યાના 12મીમે લગ્ન

    પટના: સોનમના લગ્ન પછી હવે લાલુ યાદવના ઘરે પણ શરણાઈ વાગવા લાગી છે. બુધવારે સાંજે તેજપ્રતાપની સામે જ તેમની દુલ્હન ઐશ્વર્યાની મહેંદીની વિધિ પૂરી કરવામાં આવી છે. આ દરમિયાન ઐશ્વર્યાનો દિયર તેજસ્વી યાદવ, સાત નણંદો-જમાઈ અને રાબડી દેવી પણ હાજર રહ્યા હતા. સંગીત અને શરણાઈની વચ્ચે મહેંદીની આ વિધિ પૂરી કરવામાં આવી હતી. આ એક અંગત સેરેમની રાખવામાં આવી હોવાથી તેમાં બંને પરિવારના સભ્યો અને અમુક ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

    સંગીત અને શરણાઈ ગુંજતી રહી


    - બુધવારે સાંજે 8 વાગ્યા પછી પૂર્વ સીએમ રાબડી દેવી, બંને દીકરાઓ, સાત દીકરીઓ અને જમાઈ ઐશ્વર્યાના ઘરે પહોંચ્યા હતા.
    - લાલુના વેવાઈ અને પૂર્વ મંત્રી ચંદ્રીકા રાયના ઘરે સવારથી જ મહેંદીની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. ઘરને એક અનોખા અંદાજથી જ સજાવવામાં આવ્યું હતું.
    - આમંત્રિત મહેનમાનો માટે ખાસ પકવાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તૈયારીઓમાં ચંદ્રીકા રાયની સાથે તેમના ચારેય ભાઈઓ પણ સામેલ હતા.
    - મહેંદીની વિધિમાં ઐશ્વર્યાએ ગ્રીન કલરની સાડી પહેરી હતી. આ દરમિયાન તેની માતા પૂર્ણિમા રાય, માસી નિરુપમા અને તેમની બહેનપણીઓ હતી.

    - સંગીત અને શરણાઈ સાથે આ વિધિ પૂરી થઈ હતી. લાલુ પ્રસાદ યાદવ ગુરુવાર પટના પહોંચી જવાની વાતથી પણ દરેક લોકો ખુશ દેખાતા હતા.

    આગળની સ્લાઈડમાં જુઓ સગાઈ દરમિયાનની અન્ય તસવીરો

  • તેજપ્રતાપ સામે ઐશ્વર્યાને લાગી મહેંદી| Aishwarya Mehndi Ceremony Lalu Family
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    તેજપ્રતાપની સામે જ ઐશ્વર્યાને મુકાઈ મહેંદી
  • તેજપ્રતાપ સામે ઐશ્વર્યાને લાગી મહેંદી| Aishwarya Mehndi Ceremony Lalu Family
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ઐશ્વર્યાએ મહેંદીની વિધિમાં ગ્રીન સાડી પહેરી હતી
  • તેજપ્રતાપ સામે ઐશ્વર્યાને લાગી મહેંદી| Aishwarya Mehndi Ceremony Lalu Family
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મહેંદીની વિધિમાં સાત નણંદો રહી હતી હાજર
  • તેજપ્રતાપ સામે ઐશ્વર્યાને લાગી મહેંદી| Aishwarya Mehndi Ceremony Lalu Family
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending