એરસેલ-મેક્સિસ કેસ: CBIની પૂરક ચાર્જશીટમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમનું નામ ખુલ્યું

એરસેલ-મેક્સિસ કેસમાં ચિદમ્બરમ પણ આરોપી હોવાનું સામે આવ્યું, હવે આ કેસની 31મીએ વધુ સુનાવણી થશે

DivyaBhaskar.com | Updated - Jul 20, 2018, 08:54 AM
Aircel-Maxis case: P. Chidambaram in the supplementary charge sheet of CBI

નવી દિલ્હી: સીબીઆઈએ એરસેલ-મેક્સિસ કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને પણ આરોપી બનાવ્યા છે. ગુરુવારે દાખલ કરાયેલી પૂરક ચાર્જશીટમાં ચિદમ્બરમ ઉપરાંત તેમના પુત્ર કાર્તિ સહિત 18 આરોપીઓના નામ સામેલ છે. કાર્તિ આ કેસમાં અગાઉથી આરોપી છે. લગભગ 3500 કરોડના એરસેલ-મેક્સિસ કરાર ગોટાળાની તપાસ કરી રહેલી સીબીઆઈએ વિશેષ ન્યાયમૂર્તિ રસેલ-મેક્સિસ ઓ.પી. સૈની સમક્ષ પોતાની પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. હવે પછીની સુનાવણી 31 જુલાઈએ થશે.

સીબીઆઈએ પૂરક ચાર્જશીટમાં અન્ય જે 16 લોકોના નામ રજૂ કર્યા છે તેમાં 6 કંપની ઉપરાંત મલેશિયાના મીડિયા મુગલ આનંદ કૃષ્ણન, રાલ્ફ માર્શલ, આર્થિક બાબતોના માજી સચિવ અશોકકુમાર ઝા, તત્કાલીન વધારાના સચિવ અશોક ચાવલા, હાલના બે આઈએસ અધિકારી-સંયુક્ત સચિવ સંજય કૃષ્ણ અને ડાયરેક્ટર દીપકકુમાર સિંહ, સચિવ રામશરન, એસ. ભાસ્કર રમણ, એ. પલાની ઐય્યમ અને વી શ્રીનિવાસનો સમાવેશ થાય છે. ચિદમ્બરમ‌્ પર એવો આરોપ છે કે, એમણે આ કરારમાં એફડીઆઈની મંજૂરી માટે આર્થિક બાબતોની કેબિનેટ કમિટીની ભલામણોને અવગણી હતી.


ચાર્જશીટ માટે દબાણ

મારી અને અધિકારીઓ વિરુદ્ધ ખોટા આરોપને સપોર્ટ કરવા માટે સીબીઆઈ પર ચાર્જશીટ દાખલ કરવા દબાણ કરાયું છે. હવે આ કેસ કોર્ટમાં છે. જાહેર રીતે કોઈ ટીપ્પણી નહીં કરું. પરંતુ હું કોર્ટમાં કેસ લડીશ. --- પી. ચિદમ્બરમ

X
Aircel-Maxis case: P. Chidambaram in the supplementary charge sheet of CBI
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App