ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Aircel-Maxis case:P Chidambaram moved anticipatory bail plea in Patiala House Court

    એરસેલ મેક્સિસ કેસ: આગામી સુનાવણી સુધી ચિદમ્બરમની ધરપકડ પર કોર્ટનો સ્ટે

    divyabhaskar.com | Last Modified - May 30, 2018, 11:02 AM IST

    પટિયાલા હાઉસ કોર્ટે આ અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસે જવાબ માંગ્યો છે
    • પી. ચિદમ્બરમે એરસેલ મેક્સિસ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પી. ચિદમ્બરમે એરસેલ મેક્સિસ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી. (ફાઇલ)

      નવી દિલ્હી: ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે એરસેલ મેક્સિસ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી છે. આ કેસ માટે તેમનો પક્ષ કપિલ સિબ્બલ રજૂ કરશે. પટિયાલા હાઉસ કોર્ટે આ અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસે જવાબ માંગ્યો છે. EDએ 5 જૂન સુધીમાં કોર્ટને જવાબ આપવાનો છે. પટિયાલા હાઉસ કોર્ટે આગામી સુનાવણીની તારીખ સુધી પી. ચિદમ્બરમની ધરપકડ સામે પ્રોટેક્શન પણ આપ્યું છે. પી. ચિદમ્બરમે 5 જૂનના રોજ ED સામે હાજર થવું પડશે. કોર્ટે જણાવ્યું છે કે ત્યાં સુધી તેમની વિરુદ્ધ કોઇપણ કડક કાર્યવાહી કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે એરસેલ મેક્સિસ ડીલ મામલે 3 એપ્રિલના રોજ ઇડીએ સુપ્રીમ કોર્ટમાં તપાસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. આ કેસમાં કોંગ્રેસના નેતૃત્વવાળી ભૂતપૂર્વ યુપીએ સરકારમાં નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમ પર આરોપો લગાવવામાં આવ્યા હતા. ઇડીએ આ મામલે કોર્ટમાં સીલબંધ રિપોર્ટ દાખલ કર્યો હતો.

      એરસેલ મેક્સિસ મામલે કોઇને માફ કરવામાં નહીં આવે: અરૂણ જેટલી

      - આ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે એરસેલ મેક્સિસ ડીલમાં તત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બરમે કેબિનેટ કમિટીની પરવાનગી વગર જ મંજૂરી આપી દીધી, જ્યારે આ ડીલ 3500 કરોડની હતી.

      - નિયમો પ્રમાણે નાણામંત્રી 600 કરોડ રૂપિયા સુધીની ડીલને જ મંજૂરી આપી શકે છે. એફઆઇપીબીએ ફાઇલને નાણામંત્રી પાસે મોકલી અને તેમણે તેને મંજૂર કરી દીધી. પરંતુ, સીજેઆઇએ કહ્યું કે કોઇ નોટિસ જાહેર કરવામાં આવે, તે પહેલા અરજી દાખલ કરનારે કોર્ટની સમક્ષ પ્રાથમિક પુરાવાઓ મટિરિયલ તરીકે રજૂ કરવા પડશે.
      - આ મામલે નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે એરસેલ મેક્સિસ મામલે કોઇને પણ માફ નહીં કરવામાં આવે.
      ઉલ્લેખનીય છે કે એરસેલ મેક્સિસ ડીલ મામલે 3 એપ્રિલના રોજ ઇડીએ સુપ્રીમ કોર્ટમાં તપાસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. આ કેસમાં કોંગ્રેસના નેતૃત્વવાળી ભૂતપૂર્વ યુપીએ સરકારમાં નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમ પર આરોપો લગાવવામાં આવ્યા હતા. ઇડીએ આ મામલે કોર્ટમાં સીલબંધ રિપોર્ટ દાખલ કર્યો હતો.

    • પટિયાલા હાઉસ કોર્ટે આગામી સુનાવણીની તારીખ સુધી પી. ચિદમ્બરમની ધરપકડ સામે પ્રોટેક્શન પણ આપ્યું છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પટિયાલા હાઉસ કોર્ટે આગામી સુનાવણીની તારીખ સુધી પી. ચિદમ્બરમની ધરપકડ સામે પ્રોટેક્શન પણ આપ્યું છે. (ફાઇલ)

      નવી દિલ્હી: ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે એરસેલ મેક્સિસ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી છે. આ કેસ માટે તેમનો પક્ષ કપિલ સિબ્બલ રજૂ કરશે. પટિયાલા હાઉસ કોર્ટે આ અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસે જવાબ માંગ્યો છે. EDએ 5 જૂન સુધીમાં કોર્ટને જવાબ આપવાનો છે. પટિયાલા હાઉસ કોર્ટે આગામી સુનાવણીની તારીખ સુધી પી. ચિદમ્બરમની ધરપકડ સામે પ્રોટેક્શન પણ આપ્યું છે. પી. ચિદમ્બરમે 5 જૂનના રોજ ED સામે હાજર થવું પડશે. કોર્ટે જણાવ્યું છે કે ત્યાં સુધી તેમની વિરુદ્ધ કોઇપણ કડક કાર્યવાહી કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે એરસેલ મેક્સિસ ડીલ મામલે 3 એપ્રિલના રોજ ઇડીએ સુપ્રીમ કોર્ટમાં તપાસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. આ કેસમાં કોંગ્રેસના નેતૃત્વવાળી ભૂતપૂર્વ યુપીએ સરકારમાં નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમ પર આરોપો લગાવવામાં આવ્યા હતા. ઇડીએ આ મામલે કોર્ટમાં સીલબંધ રિપોર્ટ દાખલ કર્યો હતો.

      એરસેલ મેક્સિસ મામલે કોઇને માફ કરવામાં નહીં આવે: અરૂણ જેટલી

      - આ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે એરસેલ મેક્સિસ ડીલમાં તત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બરમે કેબિનેટ કમિટીની પરવાનગી વગર જ મંજૂરી આપી દીધી, જ્યારે આ ડીલ 3500 કરોડની હતી.

      - નિયમો પ્રમાણે નાણામંત્રી 600 કરોડ રૂપિયા સુધીની ડીલને જ મંજૂરી આપી શકે છે. એફઆઇપીબીએ ફાઇલને નાણામંત્રી પાસે મોકલી અને તેમણે તેને મંજૂર કરી દીધી. પરંતુ, સીજેઆઇએ કહ્યું કે કોઇ નોટિસ જાહેર કરવામાં આવે, તે પહેલા અરજી દાખલ કરનારે કોર્ટની સમક્ષ પ્રાથમિક પુરાવાઓ મટિરિયલ તરીકે રજૂ કરવા પડશે.
      - આ મામલે નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે એરસેલ મેક્સિસ મામલે કોઇને પણ માફ નહીં કરવામાં આવે.
      ઉલ્લેખનીય છે કે એરસેલ મેક્સિસ ડીલ મામલે 3 એપ્રિલના રોજ ઇડીએ સુપ્રીમ કોર્ટમાં તપાસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. આ કેસમાં કોંગ્રેસના નેતૃત્વવાળી ભૂતપૂર્વ યુપીએ સરકારમાં નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમ પર આરોપો લગાવવામાં આવ્યા હતા. ઇડીએ આ મામલે કોર્ટમાં સીલબંધ રિપોર્ટ દાખલ કર્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Aircel-Maxis case:P Chidambaram moved anticipatory bail plea in Patiala House Court
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `