એવિએશન / એર ઈન્ડિયાનું સર્વર પાંચ કલાક બંધ રહ્યું, 85 ફ્લાઈટ એવરેજ 50થી 100 મિનિટ લેટ

Air India flights affected as airlines SITA server is down all over India and overseas News and updates

  • સવારે 3.30 વાગે એર ઈન્ડિયાનું સર્વર ડાઉન થયું હતું તેના કારણે ઘણી ફ્લાઈટે મોડી ઉડાન ભરી
  • પરેશાન યાત્રીઓએ સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદો કરી

divyabhaskar.com

Apr 27, 2019, 03:38 PM IST

નવી દિલ્હી: આજે વહેલી સવારથી પાંચ કલાક સુધી એર ઈન્ડિયાનું સર્વર ઠપ રહ્યું હતું. એરલાઈનના સીએમડી અશ્વિની લોહાણીએ જ આ વાતની માહિતી આપી હતી. શનિવારે સવારે 3.30 વાગ્યાથી સર્વરમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે સમગ્ર દુનિયાની ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. ફ્લાઈડ મોડી થવાથી યાત્રીઓને થયેલી પરેશાની માટે એરલાઈને માફી માંગી છે.

અમુક યાત્રીઓના જણાવ્યા પ્રમાણે તેઓ 4-5 કલાકથી પરેશાન થઈ રહ્યા છે. તેમની ફરિયાદ છે કે, એર ઈન્ડિયાના કર્મચારીઓ તરફથી સંતોષકારક જવાબ પણ નથી મળી રહ્યો. સર્વર ડાઉન હોવાના કારણે યાત્રીઓને બોર્ડિંગ પાસ પણ મળ્યા નહતા. તેથી યાત્રીઓએ દિલ્હી એરપોર્ટ પર હોબાળો પણ કર્યો હતો. સર્વર સવારે 3.30 વાગ્યાથી ડાઉન હતું. તેની અસર દરેક ફ્લાઈટ ઉપર પડી હતી.

એર ઈન્ડિયાએ જણાવ્યું કે, SITA-DCS સિસ્ટમ બ્રેકડાઉન થઈ હોવાના કારણે દરેક ઉડાન પ્રભાવિત થઈ છે. અમારી ટેક્નીકલ ટીમ કામ પર છે અને ટૂંક સમયમાં જ સિસ્ટમ ઠીક કરી દેવામાં આવશે. અસુવિધા માટે માફી.

X
Air India flights affected as airlines SITA server is down all over India and overseas News and updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી