ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Air hostess jumped and saved 10 months old fell from mothers arms on airport at Delhi

  એરહોસ્ટેસે ન કરી જોબની પરવા, છલાંગ લગાવી બચાવ્યો બાળકનો જીવ

  divyabhaskar.com | Last Modified - May 01, 2018, 12:54 PM IST

  ચેક-ઇન ફોર્માલિટીઝ પૂરી કર્યા બાદ સિક્યોરિટી કાઉન્ટર પાસેથી પસાર થતા મહિલાના હાથમાંથી 10 મહિનાનું બાળક લપસી ગયું
  • એરલાઇન્સના એક સિનિયર ઓફિસરે કહ્યું- 'અમને ગર્વ છે કે મિતાંશી જૂન, 2016થી અમારી સાથે કામ કરી રહી છે.'
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એરલાઇન્સના એક સિનિયર ઓફિસરે કહ્યું- 'અમને ગર્વ છે કે મિતાંશી જૂન, 2016થી અમારી સાથે કામ કરી રહી છે.'

   નવી દિલ્હી: ઇન્ટરનેટ પર જેટ એરવેઝની એક એર હોસ્ટેસના જબરદસ્ત વખાણ થઇ રહ્યા છે. એક મહિલા મુંબઈ એરપોર્ટથી અમદાવાદ માટે રવાના થઇ રહી હતી. ચેક-ઇન ફોર્માલિટીઝ પૂરી કર્યા બાદ તે જેવી સિક્યોરિટી કાઉન્ટર પાસેથી પસાર થઇ કે તેના હાથમાંથી 10 મહિનાનું બાળક લપસી ગયું. નસીબજોગે જેટ એરવેઝની એર હોસ્ટેસ મિતાંશી વૈદ ત્યાં હાજર હતી. તેણે ખરા ટાઇમે છલાંગ મારીને બાળકને પકડી લીધું અને તેનો જીવ બચાવી લીધો.

   મિતાંશીએ સમયસૂચકતા વાપરી લગાવી છલાંગ

   - રિપોર્ટ પ્રમાણે, આ ઘટના ગયા મહિનાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે જેવું બાળક માના હાથમાંથી લપસ્યું કે મિતાંશીએ છલાંગ લગાવીને તેને ફટાક કરીને પકડી લીધું. બાળકને જરા પણ ઇજા ન થઇ, પરંતુ મિતાંશીના નાક પર થોડીક ઇજા જરૂર થઇ છે.

   - પોતાના બાળકને સલામત જોઇને પ્રાઇવેટ કંપનીમાં એક એમડી તરીકે બાળકની માતા ગુલાફા શેખે જેટ એરવેઝ અને એર હોસ્ટેસ મિતાંશીનો ખૂબ આભાર માન્યો.

   માતાએ જેટ એરલાઇન્સ માટે લખ્યું

   - ત્યારબાદ ગુલાફાએ જેટ એરલાઇન્સને એક લેટર લખ્યો, 'નસીબજોગે એક યુવતી ત્યાં હાજર હતી, જેણે મારા 10 મહિનાના દજીકરાને બચાવ્યો. તેમાં તેમના નાક પર વાગ્યું, જેનું નિશાન જીવનભર ત્યાં રહી જાય એમ છે.'

   - તેના પર એરલાઇન્સે મિતાંશીના કામની પ્રશંસા કરતા કહ્યું કે તેણે ચહેરા પર નિશાનની પરવા નથી કરી, જ્યારે તેનાથી તેની જોબને પણ ખતરો થઇ શકતો હતો.
   - એરલાઇન્સના એક સિનિયર ઓફિસરે કહ્યું- 'અમને ગર્વ છે કે મિતાંશી જૂન, 2016થી અમારી સાથે કામ કરી રહી છે.'

   'તે મારા માટે એંજલ જેવી છે'

   - ગુલાફે લેટરમાં આગળ લખ્યું કે તેમણે મિતાંશી પાસે ફોન નંબર પણ માંગ્યો હતો પરંતુ તેણે હસીને કહ્યું કે તે નંબર ન આપી શકે કારણકે તે કંપની પોલિસીની વિરુદ્ધ છે.

   - ગુલાફાએ લખ્યું કે 14 વર્ષના લગ્નજીવન પછી મને બાળખ થયું છે. તે એર હોસ્ટેસ મારા માટે એક એંજલ જેવી છે.

  • જેટ એરવેઝની એર હોસ્ટેસ મિતાંશી વૈદ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જેટ એરવેઝની એર હોસ્ટેસ મિતાંશી વૈદ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Air hostess jumped and saved 10 months old fell from mothers arms on airport at Delhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top