ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કેન્દ્ર સરકારની નીતિઓ વિરૂદ્ધ કિસાન મહાસંઘનું રાષ્ટ્રવ્યાપી આંદોલન | Across India Farmers are set to go on 10 day strike

  ખેડૂતોની હડતાળથી સપ્લાઈ ઠપ, દિલ્હી-મુંબઈમાં શાકભાજીના ભાવ ડબલ

  Divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 11:46 AM IST

  ખેડૂતોનો આરોપ છે કે સ્વામીનાથ આયોગની ભલામણો અંગે સરકાર વાત નથી કરી રહી. વર્ષ 2006માં જે ભલામણ સ્વામીનાથ આયોગે આપી હતી.
  • ખેડૂતોની હડતાળથી સપ્લાઈ ઠપ, દિલ્હી-મુંબઈમાં શાકભાજીના ભાવ ડબલ
   ખેડૂતોની હડતાળથી સપ્લાઈ ઠપ, દિલ્હી-મુંબઈમાં શાકભાજીના ભાવ ડબલ

   નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિઓ વિરૂદ્ધ રાષ્ટ્રીય કિસાન મહાસંઘ બોલાવેલી રાષ્ટ્રવ્યાપી હડતાળનો આજે બીજો દિવસ છે. દેશના સાત રાજ્યોમાં ચાલી રહેલી આ હડતાળમાં 130 સંગઠનો સામેલ છે. આજે પણ અનેક જગ્યાએ પ્રદર્શનો થઈ રહ્યાં છે.

   હડતાળનો પ્રથમ દિવસ


   - હડતાળના પહેલે દિવસે ખેડૂતોના રોષની અનેક તસ્વીરો સામે આવી છે. ક્યાંક ખેડૂતોએ રસ્તાઓ પર દૂધ ઢોળી દીધું તો કેટલાંક રાજ્યોમાં રસ્તાઓ પર શાકભાજી ફેંકી દીધા હતા.
   - ખેડૂતોનું આ 10 દિવસનું આંદોલન શાકભાજીના ન્યૂનતમ મૂલ્ય, સમર્થન મૂલ્ય અને ન્યૂનતમ આવક સહિત અને મુદ્દાઓને લઈને કરવામાં આવી રહ્યો છે.
   - ખેડૂતોએ એવી પણ માગ કરી કે દૂધના ભાવ પેટ્રોલની બરોબર હોય.
   - ખેડૂતોના આંદોલનથી માર્કેટમાં સપ્લાઈ ઠપ થવાથી શાકભાજીઓના ભાવ વધી ગયા છે.

   હડતાળથી મુશ્કેલીઓ વધી

   - હડતાળને કારણે પંજાબના ભટિંડામાં શાકભાજી માર્કેટ સુધી ન પહોંચતા કિંમતો વધી ગઈ છે.
   - શાકભાજીના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. તો પંજાબના સંગરૂરમાં ખેડૂતોએ 10 જૂન સુધી શાકભાજીની સપ્લાઈ રોકી દીધી છે. ખેડૂતોમાં ગામમાં લોકોને મફત દૂધ પીવડાવી રહ્યાં છે.
   - મહારાષ્ટ્રના ખેડૂતોએ પણ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ જોરદાર નારાજગી દેખાડી છે.
   - પુણેના ટોલ પ્લાઝા પર ખેડૂતોએ લગભગ 40 હજાર લીટર દૂધ ઢોળી દીધું.
   - મહારાષ્ટ્રના મનમાડમાં પણ શહેરોમાં દૂધ સપ્લાઈ કરવાનો ખેડૂતોએ ઈન્કાર કરી દીધો છે.

   મુંબઈમાં શાકભાજીના ભાવ આસમાને


   - મુંબઈમાં શાકભાજીના ભાવ આભ આંબી રહ્યાં છે. અહીં ટમેટાનાં કિંમત 80 રૂપિયા પ્રતિકિલોએ પહોંચી ગઈ છે.
   - જ્યારે કે ડુંગળી 20, બટેટા 30 અને ભિંડો 80 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યાં છે.

   કોઈને અમારી ચિંતા નથી એટલે જ આ હડતાળ- કિસાન સંઘ


   - ખેડૂતોનો આરોપ છે કે સ્વામીનાથ આયોગની ભલામણો અંગે સરકાર વાત નથી કરી રહી. વર્ષ 2006માં જે ભલામણ સ્વામીનાથ આયોગે આપી હતી તેને 11 સપ્ટેમ્બર, 2007નાં રોજ કોંગ્રેસ સરકારે સ્વીકારી હતી.
   - ખેડૂતોનો દાવો છે કે મોદીએ પણ ખેડૂતોના સુધારા અંગેની વાત કરી હતી પરંતુ તેઓએ પણ આ મુદ્દાને ચૂંટણી પ્રચાર પૂરતું જ સમજીને છોડી દીધો.
   - ખેડૂતોનો આરોપ છે કે કોઈને પણ તેઓની ચિંતા નથી અને તેથી આ આંદોલન થઈ રહ્યું છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કેન્દ્ર સરકારની નીતિઓ વિરૂદ્ધ કિસાન મહાસંઘનું રાષ્ટ્રવ્યાપી આંદોલન | Across India Farmers are set to go on 10 day strike
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `