Home » National News » Latest News » National » ઈદની નમાઝ પછી સુરક્ષાબળો પર પથ્થરમારો| After the Eid prayers in Srinagar, stone pelting stones on security

શ્રીનગર: ઈદની નમાઝ પછી સેના પર પથ્થરમારો, બતાવ્યા IS-PAKના ઝંડા

Divyabhaskar.com | Updated - Jun 16, 2018, 03:23 PM

સાંબા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં એક જવાન શહીદ થયા છે

  • શ્રીનગરમાં પથ્થરમારો અને વિરોધ- (ફાઈલ)

    શ્રીનગર: અહીં ઈદની નમાઝ પછી સેનાના જવાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આરોપ છે કે, ઈદની નમાઝ પછી કેટલાક યુવકો દ્વારા આ પ્રમાણેનો હુમલો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે આતંકી સંગઠન ISIS અને પાકિસ્તાનના ઝંડા સાથે પણ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેઓ પાકિસ્તાનના સમર્થનમાં નારેબાજી કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પથ્થરબાજોને નિયંત્રણમાં લેવા માટે સેના દ્વારા ટિયરગેસ છોડવામાં આવ્યા હતા અને તેના કારણે વિરોધ કરનાર યુવકો વધારે ભડકી ગયા હતા.

    બીજી બાજુ સીમા પર પાકિસ્તાને પણ ઈદના દિવસે નાપાક હરકતી કરી છે. પાકિસ્તાન તરફથી રાજૌરી જિલ્લાના નૌશેરામાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને તેમાં એક જવાન શહીદ થયા હતા. જમ્મુના અરણિયા સેક્ટરમાં પણ સવારે 4 વાગ્યે પાકિસ્તાન તરફથી સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તેનો બીએસએફ દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.

    સાંબા સેક્ટરમાંથી પકડાયા બે પાકિસ્તાની નાગરિક


    સીમા પર ચાલી રહેલા બંને દેશોના તણાવ વચ્ચે સાંબા સેક્ટરમાંથી બે પાકિસ્તાની નાગરિકને પણ પકડવામાં આવ્યા છે. આ બંનેમાંથી એકની ઉંમર 22 અને બીજાની ઉંમર 31 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. જોકે બીએસએફએ આ પાકિસ્તાની નાગરિકોના નામ જાહેર કર્યા નથી.

    અટારી બોર્ડર ઉપર પણ તણાવ

    - વારંવાર સિઝફાયર ઉલ્લંઘનના કારણે અટારી બોર્ડર ઉપર પણ તણાવનું માહોલ છે. ઈદના દિવસે બીએસએફ અને પાકિસ્તાની રેંજર્સે દર વખતની જેમ આ વખતે એકબીજાને મીઠાઈ આપી નથી. કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે, ઈદ ખુશીનો તહેવાર છે. હું કાશ્મીરમાં હંમેશા શાંતિ જળવાઈ રહે તેવી દુઆ કરુ છું.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • ઈદની નમાઝ પછી સુરક્ષાબળો પર પથ્થરમારો| After the Eid prayers in Srinagar, stone pelting stones on security
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સાંબા સેક્ટર પરથી બે પાકિસ્તાની નાગરિક પકડાયા
  • ઈદની નમાઝ પછી સુરક્ષાબળો પર પથ્થરમારો| After the Eid prayers in Srinagar, stone pelting stones on security
    પાકિસ્તાની નાગરિકમાંથી એકની ઉંમર 31 વર્ષ અને બીજાની ઉંમર 22 વર્ષ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ