ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» વિપક્ષની એકતા છતાં 2019માં ભાજપ બહુમત નજીક જઈ શકે છે | BJP will be get 226 seats in 2019 said Report

  વિપક્ષની એકતા 2019માં મોદીને માત આપશે? શું કહે છે બેઠકોનું ગણિત?

  Divyabhaskar.com | Last Modified - May 24, 2018, 12:17 PM IST

  1996 બાદ આ પ્રકારે જાહેર મંચ પર વિપક્ષનું આ સૌથી મોટું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું.
  • રિપોર્ટમાં દાવો કરાયો છે કે 2019માં યુપીને છોડીને ભાજપને કોઈ ખાસ મોટું નુકસાન અન્ય રાજ્યોમાં નહીં થાય (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રિપોર્ટમાં દાવો કરાયો છે કે 2019માં યુપીને છોડીને ભાજપને કોઈ ખાસ મોટું નુકસાન અન્ય રાજ્યોમાં નહીં થાય (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ સમારંભમાં વિપક્ષી એકતાનું પ્રદર્શન જોવા મળ્યું. આ સમારંભમાં લગભગ 11 વિપક્ષી દળોના નેતાઓએ હાજરી આપી, 2019 માટે ભાજપ વિરૂદ્ધ ખાસ કરીને મોદી વિરૂદ્ધ સંઘર્ષનું બ્યૂગલ ફુંક્યું છે. જાણકારોના મત મુજબ 1996 બાદ આ પ્રકારે જાહેર મંચ પર વિપક્ષનું આ સૌથી મોટું શક્તિ પ્રદર્શન હતું. ત્યારે એક સવાલ થાય કે 2019 સુધી ખરેખર જો આ તમામ પક્ષો એકસાથે જોવા મળે તો શું ભાજપને હારનો સામનો કરવો પડી શકે છે?

   અંકગણિત મુજબ ભાજપને 46 બેઠકોનું નુકસાન થઈ શકે છે

   - એક અંગ્રેજી દૈનિકે 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્યોમાં ભાજપે જીતેલી સીટ અને તે વિસ્તારમાં હાલ વિપક્ષી દળોની એકજુટતાના આધારે તે સમયે તેમને મળેલાં મતોના આધારે બનતી સંભવિત બેઠકોનું એક શોધ રિપોર્ટ તૈયાર કર્યો છે.
   - આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે યુપીને છોડીને ભાજપને કોઈ ખાસ મોટું નુકસાન અન્ય રાજ્યોમાં નહીં થાય.
   - જો કે આ આંકડા મુજબ યુપીમાં ભાજપને સપા, બસપા અને કોંગ્રેસ જો એક સાથે આવે તો અંકગણિત મુજબ 2019માં 46 સીટનું નુકસાન થઈ શકે છે.
   - 2014માં ભાજપ અને તેના સહયોગી પક્ષોએ મળીને 80માંથી 73 સીટ જીતી હતી.

   ભાજપને 226 બેઠકો મળશે- રિપોર્ટ

   - રિપોર્ટ મુજબ યુપીને છોડીને દેશના અન્ય રાજ્યોમાં ભાજપને ગત ચૂંટણીની તુલનાએ માત્ર 12 સીટોનું નુકસાન થઈ શકે છે. એટલે કે યુપીમાં 46 અને અન્ય રાજ્યોની 12 એમ કુલ 58 બેઠકોનું નુકસાન થઈ શકે છે.
   - જો કે રિપોર્ટ મુજબ એવી પણ એક શક્યતા છે કે બિહારમાં JDUની સાથે ગઠબંધનના કારણે ભાજપને અહીં ગત વખતની તુલનાએ 2 સીટ વધારે મળી શકે છે.
   - 2014માં બિહારમાં ભાજપ અને તેના સાથી પક્ષોને 22 સીટ મળી હતી, ત્યારે 2019માં 24 સીટ મળે તેવી શક્યતા છે.
   - આ બે બેઠક વધતાં કુલ 56 સીટનું નુકસાન થઈ શકે છે. એટલે કે 2014માં પોતાના દમ પર 282 સીટ જીતનાર ભાજપને 2019માં આ આંકડાઓ મુજબ 226 બેઠકો મળી શકે છે.
   - એટલે કે વિપક્ષી એકજુટ થયા હોવા છતાં દેશમાં એકલી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી શકે છે. ત્યારે સાથી પક્ષોના સહારે ભાજપ ફરી સત્તા પર આવી શકે છે.

   ભાજપ-મોદીને હરાવવા વિપક્ષ સકારાત્મક એજન્ડા રજૂ કરે તે જરૂરી

   - જો કે તે પણ હકિકત છે કે ચૂંટણી માત્ર આંકડાના આધારે જીત કે હાર ખેલ નથી.
   - ચૂંટણીને હજુ થોડી વાર છે અને ત્યાં સુધી જો આ વિપક્ષી એકતા અકબંધ રહે તો આગામી ચૂંટણીમાં 12 રાજ્યોની ઓછામાં ઓછી 367 બેઠકો પર ભાજપે સીધા અને દ્વિપક્ષી પડકારનો સામનો કરવાનો થાય, જે ભાજપ માટે બહુ જ કપરું બની શકે છે.
   - એટલે કે સ્પષ્ટ બહુમતિ કરતાં 100 વધુ બેઠક પર ભાજપ સામે ઊભી થનારી આ આફત ગણી શકાય.
   - વિપક્ષની એકતા યુપીના ફુલપુર અને ગોરખપુરમાં તેમજ બિહારમાં જોવા મળી જ છે. જોકે તે પણ એક હકિકત છે કે આવા શંભુ મેળાને દરવખતે પ્રજા સ્વીકારતી નથી. કેમકે આ પક્ષોએ પોતાના વોટર્સને તે સમજાવવું મુશ્કેલ પડે છે કે તેઓએ અંતે આ ભાગીદારી સ્વીકાર કેમ?
   - ભાજપ અને મોદીને હરાવવા વિપક્ષે વૈકલ્પિક સકારાત્મક એજન્ડા રજૂ કરે અને લોકો તેના પર વિશ્વાસ કરી શકે ત્યારે જ વિપક્ષી એકજુટતાની કેમિસ્ટ્રી ફળીભૂત થઈ શકે છે.

   વિપક્ષની એકતા બરાબર 367 બેઠકો પર અસર

   રાજ્ય લોકસભાની બેઠક સંભવિત ગઠબંધન
   આંધ્રપ્રદેશ 42 કોંગ્રેસ + TDP
   બિહાર 40 કોંગ્રેસ + RJD
   જમ્મુ કાશ્મીર 06 કોંગ્રેસ + NCC
   કર્ણાટક 28 કોંગ્રેસ + JDU
   કેરળ 20 કોંગ્રેસ + ડાબેરી
   મહારાષ્ટ્ર 48 કોંગ્રેસ + NCP
   પંજાબ 13 કોંગ્રેસ + AAP
   તામિલનાડુ 39 કોંગ્રેસ + DMK
   ત્રિપુરા 02 કોંગ્રેસ + ડાબેરી
   ઉત્તરપ્રદેશ 80 કોંગ્રેસ + BSP + SP
   પશ્ચિમ બંગાળ 42 કોંગ્રેસ + TMC
   દિલ્હી 07 કોંગ્રેસ + AAP

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • જાણકારોના મત મુજબ 1996 બાદ આ પ્રકારે જાહેર મંચ પર વિપક્ષનું આ સૌથી મોટું શક્તિ પ્રદર્શન હતું (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જાણકારોના મત મુજબ 1996 બાદ આ પ્રકારે જાહેર મંચ પર વિપક્ષનું આ સૌથી મોટું શક્તિ પ્રદર્શન હતું (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વિપક્ષની એકતા છતાં 2019માં ભાજપ બહુમત નજીક જઈ શકે છે | BJP will be get 226 seats in 2019 said Report
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `