Home » National News » Desh » ઓનલાઈન ડેટિંગ પછી છોકરીએ બિઝનેસ મેનની કરી હત્યા| After online dating girl killed partner

ઓનલાઈન ડેટિંગ પછી યુવતીએ બિઝનેસ મેનની કરી હત્યા, સુટકેસમાં લાશ ભરી ફેંકી દીધી

Divyabhaskar.com | Updated - May 09, 2018, 01:26 PM

યુવતીએ રૂ. 10 લાખની ખંડણી માગી હતી, 3 લાખ મળ્યા તેમ છતા કરી દીધી બિઝનેસમેનની હત્યા

  • ઓનલાઈન ડેટિંગ પછી છોકરીએ બિઝનેસ મેનની કરી હત્યા| After online dating girl killed partner
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ત્રણેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે

    જયપુર: રાજસ્થાનના જયપુરમાં રહેતી દુષ્યંત શર્માને એ વાતનો અંદાજ પણ નહતો કે ઓનલાઈન ચેટિંગ અને ડેટિંગ એક દિવસ તેના મોતનું કારણ બનશે. ડેટિંગ એપ ટિંડર પર પોતાની જાતને કરોડપતિ કહેનાર દુષ્યંતની લાશ 3 મેના રોજ દિલ્હી હાઈવે પાસેથી એક સૂટકેસમાંથી મળી આવી છે. માનવામાં આવે છે કે એક બાળકના પિતા દુષ્યંતની હત્યા તે છોકરીએ કરી છે જેના તેની સાથે સંબંધ હતા.

    શું કહે છે પોલીસ?


    - ઝોટવારા પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી પ્રિયા સેઠ જ આ હાઈપ્રોફાઈન હત્યા અને બ્લેકમેલિંગ રેકેટની મુખ્ય આરોપી છે. દુષ્યંતને પણ તે પોતાની જાળમાં ફસાવીને પૈસા પડાવવા માગતી હતી. માર્ચ 2018માં અન્ય એક બિઝનેસમેનને ધમકાવાના આરોપમાં પકડાયેલી પ્રિયા સેઠ થોડા સમય પહેલાં જ જામીન પર બહાર નીકળી હતી પરંતુ આ ઘટના સામે આવતા જતેની ફરી ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિયાની સાથે તેના બોયફ્રેન્ડ દીક્ષાંત કામરા અને અન્ય એક આરોપી લક્ષ્ય વાલિયાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

    પૈસા મળ્યા પછી પણ લઈ લીધો જીવ


    - પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રિયાએ પહેલાં દુષ્યંત કુમારને એક ફ્લેટમાં બંધક બનાવ્યો હતો અને તેના પિતા પાસેથી રૂ. 3 લાખની ખંડણી લીધા પછી પણ તેણે દુષ્યંતની હત્યા કરી દીધી હતી. ઝોટવારામાં એસએચઓ ગુરુ ભુપેન્દ્ર સિંહે જણાવ્યું કે, ખંડણીની રકમ લઈ લીધા પછી પણ પ્રિયાએ દુષ્યંતને ન છોડ્યો. આ પહેલાં પણ પ્રિયાએ દુષ્યંતનું માથું દિવાલમાં ઘણી વાર પછાડ્યું હતું અને તેને તારથી બાંધીને રાખ્યો હતો. જ્યારે પ્રિયાએ દુષ્યંત પાસેથી રૂ. 10 લાક માગ્યા ત્યારે દુષ્યંતે કહ્યું હતું કે, તે કરોડપતિ નથી. પ્રિયાએ જ્યારે દુષ્યંતના બેન્ક એકાઉન્ટ ચેક કર્યા ત્યારે તેને પણ ખબર પડી કે તેના એકાઉન્ટમાં અમુક હજાર રૂપિયા જ પડ્યા છે.

    સૂટકેસમાં ભરીને ફેંકી લાશ


    - ગુરુવારે સવારે 10 વાગે પ્રિયાએ દુષ્યંતના પિતાને ફોન કરીને રૂ. 10 લાખની ખંડણી માગી હતી ત્યારે તેના પિતાએ માત્ર રૂ. 3 લાખ આપી શકશે તેવી વાત કરી હતી.
    - થોડીવારમાં જ દુષ્યંતના એકાઉન્ટમાં પૈસા જમા થતા જ તેમને લાગ્યું કે આ કેસ પોલીસ સુધી જઈ શકે છે.
    - તેથી ત્રણેય આરોપીઓએ પહેલાં દુષ્યંતનું ગળુ દબાવીને તેને મારવાનો પ્લાન કર્યો અને ત્યારપછી ચપ્પાથી તેની હત્યા કરી દીધી.
    - પોલીસે જણાવ્યું કે, હત્યા પછી પ્રિયાએ તેના હાથ ધોઈ લીધા અને દુષ્યંતના એટીએમમાંથી રૂ. 20,000 કાઢીને એક મોટી સૂટકેસ લીધી હતી.
    - આ જ સૂટકેસમાં તેમણે દુષ્યંતની લાશ મુકીને ફેંકી દીધી હતી.

  • ઓનલાઈન ડેટિંગ પછી છોકરીએ બિઝનેસ મેનની કરી હત્યા| After online dating girl killed partner
    યુવતીએ મિત્રોની મદદથી કરી બિઝનેસમેનની હત્યા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending