મુંબઈ-અમદાવાદ પછી આ છ શહેરોને બુલેટ ટ્રેન સાથે જોડવાનો પ્રોજેક્ટ શરૂ

દેશના 4 પ્રમુખ મેટ્રો શહેર દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ અને કોલકાતાને હીરક ચતુર્ભુજ નેટવર્ક દ્વારા જોડવામાં આવશે.

divyabhaskar.com | Updated - Aug 11, 2018, 10:40 AM
government expands bullet trains feasibility studies for connecting other 6 cities

નાગપુર અને બેંગલોરને પણ આ નેટવર્કમાં સામેલ કરવામાં આવશે. સરકાર તરફથી દિલ્હી-મુંબઈ, દિલ્હી-કોલકાતા (લખનઉ થઈને) , મુંબઈ-ચેન્નાઈ, દિલ્હી-ચેન્નાઈ (નાગપુર થઈને), મુંબઈ-કોલકાતા (નાગપુર રસ્તે) અને ચેન્નાઈ-બેંગલુરુ, મૈસુરનાના રુટ પર ફિઝિબિલિટી સર્વે કરાવવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી: મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન સર્વિસ હજી શરૂ થઈ નથી પરંતુ આ દરમિયાન સરકાર અન્ય અમુક શહેરોને પણ બુલેટ નેટવર્ક સાથે જોડવાની યોજના ઉપર કામ કરી રહી છે. ગઈ કાલે સંસદમાં ચોમાસું સત્રનો છેલ્લો દિવસ હતો. આ દરમિયાન લોકસભામાં સરકારના જણાવ્યા પ્રમાણે , 6 રુટ પર બુલેટ ટ્રેન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે વિશે ફિઝિબિલીટી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. લોકસભામાં સરકારે જણાવ્યું છે કે, દેશના 4 પ્રમુખ મેટ્રો શહેર દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ અને કોલકાતાને હીરક ચતુર્ભુજ નેટવર્ક દ્વારા જોડવામાં આવશે.

નાગપુર અને બેંગલોરને પણ આ નેટવર્કમાં સામેલ કરવામાં આવશે. સરકાર તરફથી દિલ્હી-મુંબઈ, દિલ્હી-કોલકાતા (લખનઉ થઈને) , મુંબઈ-ચેન્નાઈ, દિલ્હી-ચેન્નાઈ (નાગપુર થઈને), મુંબઈ-કોલકાતા (નાગપુર રસ્તે) અને ચેન્નાઈ-બેંગલુરુ, મૈસુરનાના રુટ પર ફિઝિબિલિટી સર્વે કરાવવામાં આવી રહ્યો છે. સરકાર આ રુટ પર બુલેટ ટ્રેન દોડાવા માટે ફ્રાંસ, સ્પેન, ચીન, જાપાન અને જર્મનનીની મદદ લઈ રહી છે.

મુંબઈ-અમદાવાદ રુટ પર બુલેટ ટ્રેન 2022 સુધીમાં દોડશે

આ 6 રુટ મુંબઈ- અમદાવાદ પ્રોજેક્ટથી અલગ છે. સરકારનું કહેવું છે કે, મુંબઈ-અમદાવાદ રુટ પર બુલેટ ટ્રેન 2022 સુધીમાં ચાલશે. આ પ્રોજેક્ટમાં જાપાન તરફથી ભારતને મદદ કરવામાં આવી રહી છે. હાલ મુંબઈથી અમદાવાદની વચ્ચે મુસાફરીમાં 7 કલાકનો સમય થાય છે પરંતુ બુલેટ ટ્રેનથી તે મુસાફરી માત્ર 2 કલાકમાં કરી શકાશે.

જાપાનથી મળી રહી છે 88,000 કરોડની લોન


આ પ્રોજેક્ટ માટે જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી તરફથી 88,000 કરોડની લોન મળી રહી છે. આ લોનનો સમયગાળો 50 વર્ષ સુધીનો છે અને તેના માટે ભારતે 0.1 ટકા વ્યાજ ચૂકવવું પડશે. જાપાને આ લોન માટે 15 વર્ષનો સમય આપ્યો છે. ત્યારપછી આ લોન પરત કરવાની રહેશે. એક અંદાજ પ્રમાણે મુંબઈ-અમદાવાદ બુલેટ પ્રોજેક્ટ પર 17 અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવશે.

X
government expands bullet trains feasibility studies for connecting other 6 cities
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App