તમામ કડવાશ વચ્ચે જેટલી-કેજરીવાલ હાજર રહ્યાં ડિનરમાં, કોંગ્રેસનો કટાક્ષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે કેટલી કડવાશભર્યાં સંબંધો છે તે જગજાહેર છે. પરંતુ ગુરૂવારે રાજધાનીમાં આયોજિત એક ડિનરમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. આ ડિનરમાં દિલ્હીના CM કેજરીવાલ અને નાણા મંત્રી જેટલી બંને પહોંચ્યા હતા. એટલું જ નહીં બંને બાજુ બાજુમાં બેઠા હતા અને એકબીજા સાથે વાતચીત કરી હસતા પણ નજરે પડ્યા હતા. આ દુર્લભ સંયોગને જોઈને ડિનરમાં સામેલ અન્ય અતિથિઓને પણ સહુ સારા વાના થયા હોવાની અનુભૂતિ થઈ હતી. જો કે બંનેના ડિનર પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. 

 

વણસેલા સંબંધો ડિનરમાં ખીલ્યાં

 

- રાજકારણમાં કોની વચ્ચે ક્યારે મિત્રતા કે દુશ્મનાવટ થઈ જાય તે કોઈ નથી જાણતું. 
- આવો જ કંઈક દુર્લભ સંયોગ રાજધાની દિલ્હીમાં ગુરૂવારે રાત્રે જોવા મળ્યો. જ્યારે કેન્દ્રીય નાણા મંત્રી અને દિલ્હીના સીએમ ફાઈવ સેંસેઝ ગાર્ડન આયોજિત ડિનરમાં પહોંચ્યા હતા.
- આ પ્રસંગે બંને એક જ સોફામાં બેસી હસી હસીને વાતો કરતાં નજરે પડ્યાં હતા.
- અહીં જાણ કરવાની કે જેટલીએ કેજરીવાલ સામે 20 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ત્યારથી બંનેના સંબંધોમાં કડવાશ જોવા મળી રહી છે.

 

જેટલી - કેજરીવાલનો સુમેળ કોંગ્રેસને ખટક્યો

 

- જો કે કેજરીવાલ અને જેટલી વચ્ચે ઘટી રહેલું અંતર કોંગ્રેસના કેટલાંક નેતાઓને પસંદ પડ્યું ન હતું.
- કોંગ્રેસના નેતા અજય માકને આ ડિનર પર ટ્વિટ કરી કટાક્ષ કર્યો હતો. 
- અજય માકને ટ્વિટ કર્યું હતું કે, "બદલે બદલે સે મેરે સરકાર નજર આતે હૈ. વાહ કેજરીવાલ વાહ, કયા પુરાની દિખાવટી કુશ્તી કા ડ્રામા ખતમ?"
- આ ઉપરાંત અજય માકને પોતાના ટ્વિટમાં ગોવાની ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

 

GSTની બેઠક બાદ કેજરીવાલે ડિનરનું કર્યું હતું આયોજન

 

- ગુરૂવારે દિલ્હીમાં GST કાઉન્સિલની બેઠક મળી હતી, જે સાંજે મોડે સુધી ચાલી હતી. કેમકે એજન્ડામાં અનેક વસ્તુઓ હતી. ત્યારે કાઉન્સિલના સભ્યો માટે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ડિનરનું આયોજન કર્યું હતું.
- અરવિંદ કેજરીવાલ દિલ્હીના પ્રખ્યાત ફાઈવ સેંસેજ ગાર્ડનમાં ડિનરનું આયોજન કર્યું હતું. બેઠક બાદ કેજરીવાલ સીધા જ વેન્યૂ પર પહોંચ્યા હતા જ્યારે મનીષ સિસોદિયાને જવાબદારી આપી હતી કે તેઓ GST કાઉન્સિલના સભ્યોને લઈને ત્યાં પહોંચે.
- પ્રાપ્ત થતી માહિતી મુજબ નાણા મંત્રી જેટલી ઘર જવાની તૈયારી કરી રહ્યાં હતા પરંતુ સિસોદિયાએ તેમને ડિનરમાં આવવાનો આગ્રહ કર્યો હતો. જે બાદ જેટલીએ પોતાના જૂનિયર મંત્રીને આ અંગે પૂછ્યું હતું અને બાદમાં તેઓ ડિનર કાર્યક્રમમાં સામેલ થઈ ગયા હતા. 

 

કેજરીવાલ સહિતના AAP નેતા સામે જેટલીએ કર્યો છે માનહાનિનો કેસ

 

- અરૂણ જેટલીએ કેજરીવાલ ઉપરાંત આશુતોષ, કુમાર વિશ્વાસ, સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને દીપક વાજપેયી વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો છે.
- AAP નેતાઓએ DDCAમાં અરૂણ જેટલી અધ્યક્ષ હતા ત્યારે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યાં હતા, જેના પર જેટલીએ 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. 
- માનહાનિના કેસને કારણે બંને નેતાઓમાં ભારે કડવાશ જોવા મળી રહી છે પરંતુ ગુરૂવારે બંને નેતાઓ આ વાત ભૂલીને ડિનરનો આનંદ માણ્યો હતો. 

 

વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

અન્ય સમાચારો પણ છે...