રાજકીય સન્માન સાથે ડોગને આપી વિદાય, બોમ્બથી બચાવવામાં કરતો હતો મદદ

ડગલેને પગલે પાથરેલી બોમ્બની જાળ શોધીને ઓફિસરો અને જવાનોના જીવ બચાવતો હતો

divyabhaskar.com | Updated - Mar 30, 2018, 06:00 AM
રાજકીય સન્માન સાથે સ્નીફર ડોગને અપાઈ વિદાય
રાજકીય સન્માન સાથે સ્નીફર ડોગને અપાઈ વિદાય

સીઆરપીએફ 111મી બટાલિયનના સ્નિફર ડોગ બૈરી નૈનાનું જગદલપુરમાં ટ્રેનિંગ દરમિયાન મોત થયું. ત્યારબાદ જગદલપુરમાં જ મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ સ્નિફર ડોગને સમગ્રા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી.

દંતેવાડા (રાયપુર). સીઆરપીએફ 111મી બટાલિયનના સ્નિફર ડોગ બૈરી નૈનાનું જગદલપુરમાં ટ્રેનિંગ દરમિયાન મોત થયું. ત્યારબાદ જગદલપુરમાં જ મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ સ્નિફર ડોગને સમગ્રા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. બૈરીને વિદાય આપતી વખતે ટૂઆઈસી કુંવર સિંહ સહિત અનેક અધિકારીઓ અને જવાન ઉપસ્થિત રહ્યા. ડીઆઈજીના જણાવ્યા મુજબ, ફોર્સમાં સ્નિફર ડોગની સૌથી મોટી ભૂમિકા હોય છે. બિલકુલ ઓફિસર અને જવાનની જેમ પોતાની ભૂમિકા અદા કરે છે. બૈરી ઘણી ઝડપી હતી, અનેકવાર અધિકારીઓ અને જવાનોને બ્લાસ્ટની લપેટમાં આવતા તેણે બચાવ્યા છે.

બટાલિયનના હેડક્વાર્ટરમાં જ થયો હતો જન્મ


- સીઆરપીએફ 111મી બટાલિયનના કારલી પાસે હેડક્વાર્ટરમાં જ લેબ્રો બ્રીડની બૈરી નૈનીનો વર્ષ 2011માં જન્મ થયો હતો. બટાલિયનના પ્રભારી કમાંડેંટ મુજબ, બૈરી ઘણી નખરાળી હતી. કેમ્પના દરેક જવાની લાડકી પણ હતી. ઓપરેશન્સ દરમિયાન ખૂબ જ સતર્કતાની સાથે તે કામ કરતી હતી. ડોગને સમયાંતરે ટ્રેનિંગ આપવામાં આવે છે.

સીઆરપીએફની બટાલિયનમાં તહેનાત છે 7 ડોગ


- સીઆરપીએફની તમામ બટાલિયનમાં સાત કંપનીઓ છે. એવામાં તમામ બટાલિયનની કંપનીઓમાં એક-એક ડોગ તહેનાત છે. નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાના કારણે અહીં તેઓ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. દોઢ વર્ષ પહેલા સાતધારમાં બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારોમાં અધિકારી સર્ચિંગ કરી રહ્યા હતા. 195મી બટાલિયનમાં તહેનાત ડોગનો પગ બોમ્બ પર પડતાં જ બ્લાસ્ટ થયો અને તે ઉછળી ગઈ. જોકે તેમાં કોઈ જાનહાનિ નહોતી થઈ.

અરનપુરમાં ત્રણ વર્ષથી હતી તહેનાત


- સમેલી, અરનપુર જેવા નક્સલ પ્રભાવિત વિસ્તારમાં બૈરી ત્રણ વર્ષો સુધી તહેનાત હતી. અરનપુરથી જગરગુંડા માર્ગ નિર્માણ સમયે કોંડાપારા કેમ્પ શરૂ કરવાનો હતો, જ્યાં ડોગ હેન્ડલરની સાથે તે સૌથી આગળ ચાલતી હતી.
- અરનપુરથી કોંડાપારાની વચ્ચે ત્રણ વર્ષો સુધી સતર્કતાની સાથે કામ કર્યું. આ રોડ પર 10થી વધુ આઈઈડી શોધી કાઢવામાં મહત્વપૂર્ણ યોગદાન આપીને જવાનોને ક્ષતિ થવાથી બચાવ્યા. માર્ગ નિર્માણ દરમિયાન તે જવાનોની સાથે સુરક્ષા માટે આખો દિવસ તહેનાત રહેતી હતી.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

ડગલેને પગલે પાથરેલી બોમ્બની જાળ શોધીને ઓફિસરો અને જવાનોના જીવ બચાવતો હતો
ડગલેને પગલે પાથરેલી બોમ્બની જાળ શોધીને ઓફિસરો અને જવાનોના જીવ બચાવતો હતો
X
રાજકીય સન્માન સાથે સ્નીફર ડોગને અપાઈ વિદાયરાજકીય સન્માન સાથે સ્નીફર ડોગને અપાઈ વિદાય
ડગલેને પગલે પાથરેલી બોમ્બની જાળ શોધીને ઓફિસરો અને જવાનોના જીવ બચાવતો હતોડગલેને પગલે પાથરેલી બોમ્બની જાળ શોધીને ઓફિસરો અને જવાનોના જીવ બચાવતો હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App