Home » National News » Latest News » National » પેટાચૂંટણીના પરિણામ બાદ કેજરીવાલ ફરી મોદી વિરૂદ્ધની રણનીતિ બદલી | Arvind Kejriwal change their strategy against PM Modi and BJP

મિશન 2019: મોદીને ટાર્ગેટ કરવા કેજરીવાલે બદલી રણનીતિ

Divyabhaskar.com | Updated - Jun 04, 2018, 04:33 PM

કેજરીવાલે 2019ને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું છે.

 • પેટાચૂંટણીના પરિણામ બાદ કેજરીવાલ ફરી મોદી વિરૂદ્ધની રણનીતિ બદલી | Arvind Kejriwal change their strategy against PM Modi and BJP
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પંજાબ-યુપી વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદથી કેજરીવાલે વડાપ્રધાન મોદી પર પોતાના હુમલાને ઘટાડવાનો નિર્ણય કર્યો હતો (ફાઈલ)

  નેશનલ ડેસ્કઃ 2019ના જનરલ ઈલેકશનને હવે એક વર્ષથી ઓછો સમય બાકી છે ત્યારે દરેક રાજકીય પક્ષોમાં ચૂંટણીને લઈને માહોલ બનવાનું શરૂ થઈ ગયું છે. તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો પણ સમાવેશ થાય છે. પાર્ટીના નેતાઓ અને કેટલાંક રાજકીય જાણકારોના મત મુજબ કેજરીવાલે 2019ને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું છે. કેજરીવાલ ઘણી જ સાવધાનીથી દરેક પગલાં ભરી રહ્યાં છે. કોઈપણ વાતને લઈને મોદી પર નિશાન સાધતાં કેજરીવાલે હવે મોદીને ઘેરવાની રણનીતિમાં પણ ફેરફાર કર્યાં છે.

  એક વર્ષ બાદ કેજરીવાલે ફરી PM વિરૂદ્ધ બદલાવી રણનીતિ


  - વર્ષ 2017માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આપના ખરાબ પ્રદર્શન બાદ અને યુપીમાં ભાજપે તમામ પક્ષના સૂપડા સાફ કર્યાં બાદથી કેજરીવાલે વડાપ્રધાન મોદી પર પોતાના હુમલાને ઘટાડવાનો નિર્ણય કર્યો હતો.
  - કેજરીવાલ એક વર્ષથી વધુ સમય સુધી પોતાની આ રણનીતિમાં કાયમ રહ્યાં પરંતુ હાલમાં જ ભાજપ અનેક પેટાચૂંટણીમાં હાર્યા બાદ તેમજ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ વધી રહેલી સત્તા વિરોધ લહેરને જોતાં દિલ્હીના મુખ્યમંત્રીએ ફરી એકવખત મોદી પર પોતાના હુમલાઓની ધાર તેજ કરવાનો નિર્ણય કર્યો છે.
  - પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને કારણે મોદી સરકાર વિરૂદ્ધ લોકોમાં ગુસ્સો, બીજેપી સામે વિપક્ષની એકતા જેવાં મુદ્દાઓને લઈને કેજરીવાલે પોતાની રણનીતિ બદલી છે.

  ફરી યાદ આવ્યાં મનમોહનસિંહ


  - વર્ષ 2013માં દિલ્હી વિધાનસભા ચૂંટણી સમયે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન અંતર્ગત કેજરીવાલે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર નિશાન સાધ્યું હતું.
  - આ ઉપરાંત 2014ની લોકસભા ચૂંટણીમાં કેજરીવાલે મનમોહનસિંહ પર શાબ્દિક પ્રહારો કર્યાં હતા. પરંતુ હાલમાં જ તેઓએ એક ટ્વીટ કરી પૂર્વ વડાપ્રધાનની પ્રશંસા કરી છે.
  - મોદી પર હુમલો કરતાં કેજરીવાલે કહ્યું હતું કે લોકો મનમોહનસિંહ જેવા ભણેલા-ગણેલા વડાપ્રધાનની ઉણપ અનુભવી રહ્યાં છે.
  - આ ઉપરાંત તેઓએ પેટાચૂંટણીમાં ભાજપની હારને વડાપ્રધાન મોદી વિરૂદ્ધ લોકોના ગુસ્સાનું પરિણામ છે તેમ જણાવ્યું હતું.

  લોકપ્રિયતાનો ખેલ?


  - એક રાજકીય વિશ્લેષકના મત મુજબ જ્યારે કોઈ નેતા લોકપ્રિય હોય ત્યારે તેના પર હુમલો કરવાથી ઊંધી અસર થાય છે. પરંતુ હવે જ્યારે વિપક્ષ મોદી સામે એકજુટ થઈ રહ્યાં છે. તો પેટાચૂંટણીના પરિણામો પણ સત્તા વિરોધી લહેર દેખાડે છે ત્યારે કેજરીવાલને ફાયદો દેખાઈ રહ્યો છે અને તેઓ ફરી મોદી વિરૂદ્ધ હુમલાઓ કરી રહ્યાં છે.

  આપના નેતાએ કાઢી ભડાસ


  - આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, "કેજરીવાલ એક મનુષ્ય જ છે અને તેઓ જવાબી હુમલાઓ કરશે જ. દિલ્હી સરકારને કામ નથી કરવા દીધું."
  - ભારદ્વાજે કહ્યું કે, "અમે અમારા શાબ્દિક હુમલાઓને ઘટાડવા અને કામ પર ધ્યાન આપવાની રણનીતિ અપનાવવાના પ્રયાસો કર્યા પરંતુ છેલ્લાં એક વર્ષમાં ઘટેલી ઘટનાઓ દેખાડે છે કે આ રણનીતિથી કોઈ ફાયદો નથી થઈ રહ્યો."
  - ભારદ્વાજે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના નિવાસસ્થાને CBIના દરોડા, અંશુ પ્રકાશ પર આપ ધારાસભ્યો દ્વારા કથિત હુમલા સંબંધે મુખ્યમંત્રી કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી સિસોદીયાની પૂછપરછ, દિલ્હી સરકારના સલાહકારોને હટાવવા તેમજ પીડબલ્યૂડી કાર્યમાં કથિત અનિયમિતતા મામલે કેજરીવાલના સંબંધીની ધરપકડ સહિતના મુદ્દે પોતાની ભડાસ કાઢી હતી.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • પેટાચૂંટણીના પરિણામ બાદ કેજરીવાલ ફરી મોદી વિરૂદ્ધની રણનીતિ બદલી | Arvind Kejriwal change their strategy against PM Modi and BJP
  કેન્દ્ર સરકાર વિરૂદ્ધ વધી રહેલી સત્તા વિરોધ લહેરને જોતાં દિલ્હીના મુખ્યમંત્રીએ ફરી એકવખત મોદી પર પોતાના હુમલાઓની ધાર તેજ કરવાનો નિર્ણય કર્યો (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ