ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» After 34 years Review of Ratna Bhandar of Jagannath Temple in Puri by experts

  પુરી: જગન્નાથ મંદિરમાં ખુલશે 12મી સદીનો ખજાનો, 34 વર્ષ પછી નિરીક્ષણ

  divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 11:10 AM IST

  ખજાનાનું નિરીક્ષણ કરનારા ફક્ત 10 લોકોને જ મંદિરના ભોંયરામાં જવાની પરવાનગી આપવામાં આવશે
  • શ્રી જગન્નાથ મંદિરના રત્નભંડારમાં દેવી-દેવતાઓના અમૂલ્ય ઘરેણા અને આભૂષણો રાખવામાં આવે છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્રી જગન્નાથ મંદિરના રત્નભંડારમાં દેવી-દેવતાઓના અમૂલ્ય ઘરેણા અને આભૂષણો રાખવામાં આવે છે. (ફાઇલ)

   નવી દિલ્હી: ભારત દેશમાં અનેક એવા મોટા મંદિરો છે, જ્યાં અખૂટ ખજાનો પડેલો છે. આવા જ મંદિરોમાં 12મી સદીમાં બનેલું ઓડિસાનું જગન્નાથ મંદિર પણ છે, જ્યાંના રત્નભંડારનું આજે 34 વર્ષ પછી નિરીક્ષણ કરવામાં આવશે. શ્રી જગન્નાથ મંદિર એડમિનિસ્ટ્રેશનના મુખ્ય સંચાલક પી.કે. જેનાએ આ જાણકારી આપી છે.

   ફક્ત 10 લોકોની ટીમ લંગોટ પહેરીને જશે ભોંયરામાં

   - આ ખજાનાનું નિરીક્ષણ કરનારા ફક્ત 10 લોકોને જ મંદિરના ભોંયરામાં જવાની પરવાનગી આપવામાં આવશે. તેઓ ફક્ત લંગોટી પહેરીને જ ખજાનાઘરમાં પ્રવેશ કરશે.

   - મુખ્ય સંચાલક પી.કે. જેનાએ જણાવ્યું કે 10 સભ્યોની એક કમિટી દ્વારા 4 એપ્રિલના રોજ રત્નભંડારનું તળ, તેની છત અને દીવાલોની ભૌતિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે.
   - પી.કે. જેનાએ સ્પષ્ટ કહ્યું છે કે નિરીક્ષણ દરમિયાન રત્નભંડારની અંદર રાખેલા આભૂષણો અને અન્ય અમૂલ્ય સામાનનું આકલન કરવામાં નહીં આવે, પરંતુ ફક્ત તેની દીવાલો અને છતોને તપાસવામાં આવશે.
   - આ પહેલા મંદિરના ભોંયરાને 1905, 1926, 1978 અને 1984માં ખોલવામાં આવ્યું હતું.

   34 વર્ષ પછી રત્નભંડારનું ફરીથી નિરીક્ષણ

   - ઉલ્લેખનીય છે કે શ્રી જગન્નાથ મંદિરના રત્નભંડારમાં દેવી-દેવતાઓના અમૂલ્ય ઘરેણા અને આભૂષણો રાખવામાં આવે છે. ગયા વખતે 1984માં તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે રત્નભંડારના 7માંથી ફક્ત 3 ચેમ્બર્સને જ ખોલવામાં આવી હતી.

   - એ કોઇ નથી જાણતું કે અન્ય ચેમ્બર્સમાં શું રાખવામાં આવ્યું છે. આજે બુધવારે 34 વર્ષ પછી ફરી રત્નભંડારનું નિરીક્ષણ કરવામાં આવશે.
   - ઉલ્લેખનીય છે કે તિરૂપતિ બાલાજી અને પદ્મનાભ મંદિરમાં પણ સોના અને હીરાના ઘરેણાનો ખજાનો છે, જે ભક્તો દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવ્યો છે. મંદિરના અધિકારીઓને કોષાગારની ચાવી તે જ દિવસે પુરીમાં આવેલા સરકારી કોષાગારમાંથી મળશે.
   - જગન્નાથ મંદિર પુરીમાં આવેલું છે અને હિંદુઓના ચાર ધામોમાંનું એક છે. ત્રણ અન્ય ધામોમાં બદ્રીનાથ, દ્વારકા અને રામેશ્વરમ છે.

  • બુધવારે 34 વર્ષ પછી ફરી રત્નભંડારનું નિરીક્ષણ કરવામાં આવશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બુધવારે 34 વર્ષ પછી ફરી રત્નભંડારનું નિરીક્ષણ કરવામાં આવશે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: After 34 years Review of Ratna Bhandar of Jagannath Temple in Puri by experts
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top