• Home
  • National News
  • Desh
  • લવ મેરેજના 3 વર્ષ બાદ પતિએ પત્નીની હત્યા કરી | Husband killed his wife after 3 years of their love marriage

શંકાના કારણે ગળું દાબીને કરી પત્નીની હત્યા, સુસાઈડ દેખાડવા માંચડે લટકાવી, 3 વર્ષ પહેલાં કર્યાં હતા લવ મેરેજ

ગુસ્સામાં મહેશે સીમાની ગળું દબાવીને હત્યા કરી દીધી (ફાઈલ)
ગુસ્સામાં મહેશે સીમાની ગળું દબાવીને હત્યા કરી દીધી (ફાઈલ)
સીમાની લાશ ફંદાથી લટકેલી હતી (ફાઈલ)
સીમાની લાશ ફંદાથી લટકેલી હતી (ફાઈલ)
પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી દીધી અને આખી રાત બહાર ફરતો રહ્યો
પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી દીધી અને આખી રાત બહાર ફરતો રહ્યો
પોલીસ પૂછપરછમાં મહેશે જણાવ્યું કે તેને પોતાની પત્ની પર શક હતો, જેના કારણે ઘરમાં ઝઘડા થતા હતા
પોલીસ પૂછપરછમાં મહેશે જણાવ્યું કે તેને પોતાની પત્ની પર શક હતો, જેના કારણે ઘરમાં ઝઘડા થતા હતા

અહીંની સનસિટી સોસાયટીમાં એક પતિએ શકના કારણે પોતાની પત્નીની ગળું દબાવીને હત્યા કરી દીધી. ઘટના બુધવાર રાતની છે. બંનેએ ત્રણ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. તેમની વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અણબનાવ હતો, જેના કારણે પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી દીધી અને આખી રાત બહાર ફરતો રહ્યો.

Divyabhaskar.com

Jun 16, 2018, 07:00 AM IST

ગુડગાંવઃ અહીંની સન સિટી સોસાયટીમાં એક પતિએ શકના કારણે પોતાની પત્નીની ગળું દબાવીને હત્યા કરી દીધી. ઘટના બુધવાર રાતની છે. બંનેએ ત્રણ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. તેમની વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અણબનાવ હતો, જેના કારણે પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી દીધી અને આખી રાત બહાર ફરતો રહ્યો. સવારે પોલીસ સ્ટેશન જઈ હકીકત જણાવી દીધી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને જોયું કે શબ ફંદાથી લટકેલો હતો. લાશને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી.

શું છે સમગ્ર મામલો?


- ગુડગાંવની સન સિટીમાં આવેલા બીપીએલ ફ્લેટમાં રહેતા રાજસ્થાનના મહેશે સીમા સાથે ત્રણ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.
- બંને ગુડગાંવમાં રહેતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે ઝઘડા થતા હતા.
- પોલીસ પૂછપરછમાં મહેશે જણાવ્યું કે તેને પોતાની પત્ની પર શક હતો, જેના કારણે ઘરમાં ઝઘડા થતા હતા.
- બુધવાર રાત્રે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ ગુસ્સામાં મહેશે સીમાની ગળું દબાવીને હત્યા કરી દીધી.
- ત્યારબાદ તેણે શબને ફંદામાં લટકાવી દીધું અને આખી રાત ગુડગાંવમાં ફરતો રહ્યો.

વાંચોઃ કોલ્ડડ્રિંકની બોટલમાં ભરેલું ફિનાઇલ પી ગયો 4 વર્ષનો માસૂમ, 2 દિવસ પછી હતો બર્થડે

પોલીસ સ્ટેશન હાજર થઈ કબૂલી લીધો ગુનો


- મહેશ ગુરુવાર સવારે લગભગ 9 વાગ્યે સેક્ટર-53 પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં જઈને તેણે પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપી.
- પોલીસ આરોપી મહેશને લઈને જી-બ્લોકના 882 નંબરના મકાનમાં પહોંચી. ત્યાં સીમાની લાશ ફંદાથી લટકેલી હતી.
- પોલીસના જણાવ્યા મુજબ, મહેશે પહેલા સીમાનું ગળું દબાવી હત્યા કરી અને ત્યારબાદ તેની લાશને ફંદાથી લટકાવી દીધી, જેનાથી એવું લાગે કે તેણે આત્મહત્યા કરી લીધી છે.
- પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પોલીસે કેસ નોંધ્યો


- ગુડગાંવના પોલીસ ઇન્સપેક્ટર સુદીપ સિંહનું કહેવું છે કે તેઓએ મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

X
ગુસ્સામાં મહેશે સીમાની ગળું દબાવીને હત્યા કરી દીધી (ફાઈલ)ગુસ્સામાં મહેશે સીમાની ગળું દબાવીને હત્યા કરી દીધી (ફાઈલ)
સીમાની લાશ ફંદાથી લટકેલી હતી (ફાઈલ)સીમાની લાશ ફંદાથી લટકેલી હતી (ફાઈલ)
પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી દીધી અને આખી રાત બહાર ફરતો રહ્યોપતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી દીધી અને આખી રાત બહાર ફરતો રહ્યો
પોલીસ પૂછપરછમાં મહેશે જણાવ્યું કે તેને પોતાની પત્ની પર શક હતો, જેના કારણે ઘરમાં ઝઘડા થતા હતાપોલીસ પૂછપરછમાં મહેશે જણાવ્યું કે તેને પોતાની પત્ની પર શક હતો, જેના કારણે ઘરમાં ઝઘડા થતા હતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી