• Home
  • National News
  • Desh
  • 28 વર્ષ પછી મૃત સમજેલી માને મળી દીકરીઓ| After 28 Years Daughters Found Of Mother

પિતાના કહેવાથી માને મૃત સમજતી હતી દીકરીઓ, 28 વર્ષ પછી અહીંથી મળી જીવતી

મા વૃદ્ધ થતા તેને પિંગલવાડામાં મુકી આવ્યા હતા અને દીકરીઓને કહ્યું હતું કે, તેમની મા મગી ગઈ છે

divyabhaskar.com | Updated - Apr 12, 2018, 03:06 PM
28 પછી મલી મા-દીકરીઓ
28 પછી મલી મા-દીકરીઓ

ચાર દીકરીઓની માને અમદાવાદના એક પરિવારે તેમના પિયર એટલા માટે મુકી આવ્યા હતા કારણકે તે માનસિક રીતે ઠીક નહતી. પહેલાં મહિલાને તેના પિયર મુકી આવ્યા હતા અને જ્યારે તે વૃદ્ધ થઈ ત્યારે તેને પિંગલવાડામાં છોડી દેવામાં આવી હતી.

અમૃતસર: ચાર દીકરીઓની માને અમદાવાદના એક પરિવારે તેમના પિયર એટલા માટે મુકી આવ્યા હતા કારણકે તે માનસિક રીતે ઠીક નહતી. પહેલાં મહિલાને તેના પિયર મુકી આવ્યા હતા અને જ્યારે તે વૃદ્ધ થઈ ત્યારે તેને પિંગલવાડામાં છોડી દેવામાં આવી હતી. જ્યારે તેની દીકરીઓને કહેવામાં આવ્યું હતું કે, તેમની માતાનું મૃત્યુ થઈ ગયુ છે. પરંતુ જ્યારે 28 વર્ષે મા-દીકરીઓની મુલાકાત પિંગલાવાડામાં થઈ ત્યારે તે બધા ભાવુક થઈ ગયા હતા.

દીકરીને આ રીતે ખબર પડી માની જીવતા હોવાની વાત


- પિંગલવાડા ચેરિટેબલ સંસ્થાના વડા ડૉ. ઈંદરજીત કૌરે જણાવ્યું કે, 1 જુલાઈ 2008ના રોજ રમા દેવી નામની મહિલા સરોજ બાલાને લઈને અહીં આવ્યા હતા.
- રમા દેવી સરોજબાલાની માતા હતી. તેમણે જણાવ્યું હતું કે, સરોજ બાલાની માનસિક સ્થિતિ સારી નથી અને તેના પતિએ તેને ડિવોર્સ આપી દીધા છે. અને હવે સરોજ બાલાની માતા પણ વૃદ્ધ થઈ ગઈ હોવાથી તેને સાચવી શકે તેમ નથી. તેને પિંગલવાડામાં દાખલ કરી દેવી જોઈએ.
- ડૉ. કૌરે જણાવ્યું કે, જ્યારે ઈન્કવાયરી કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેમની બે દીકરીઓ પરણિત છે અને બે કુંવારી છે. અને પતિ તેમની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે 28 વર્ષ પહેલાં તેમને પિયર મુકી ગયા હતા. પિયરમાં એવુ જણાવ્યું હતું કે, તેમની બાળકીઓ મરી ગઈ છે.

દીકરીને નહતી ખબર કે મા જીવતી છે


- સરોજ બાલાની દીકરી મીનૂએ જણાવ્યું તે, મારે મારા નાના ઘરે કદ્દો ગામ જવાનું થયું હતું.
- ત્યાં મને કોઈકે જણાવ્યું કે, અમારી માતા પિંગલવાડામાં જીવતી છે. તે વાત સાંભળીને તેમણે બાકીની બહેનોને ફોન કર્યો અને તે બધા તેમને મળવા માટે ત્યાં પહોંચી ગયા હતા.
- મીનૂએ જણાવ્યું કે, તેમને એવી જ ખબર હતી કે તેમની માતા મરી ગઈ છે, જ્યારે અહીં નાનાજીના ગામ આવીને અમને ખબર પડી કે, મારા પિતાએ મારી માતાને છોડી દીધી હતી. હાલ તેમના પિતાનું પણ મોત થઈ ગયું છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો...

માનસિક બીમાર કહીને પિતાએ છોડી દીધી હતી માતાને
માનસિક બીમાર કહીને પિતાએ છોડી દીધી હતી માતાને
X
28 પછી મલી મા-દીકરીઓ28 પછી મલી મા-દીકરીઓ
માનસિક બીમાર કહીને પિતાએ છોડી દીધી હતી માતાનેમાનસિક બીમાર કહીને પિતાએ છોડી દીધી હતી માતાને
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App