ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» સોનિયાએ 21 માસ બાદ ચૂંટણી રેલી કરી | Congress Ex President Sonia Gandhi hit on Modi Government in Karnataka

    મોદી પર કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂત સવાર- કર્ણાટકમાં સોનિયાનો પ્રહાર

    Divyabhaskar.com | Last Modified - May 08, 2018, 05:56 PM IST

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધી બંનેએ મંગળવારે કર્ણાટકના બીજાપુરમાં ચૂંટણી રેલી કરી.
    • સોનિયા ગાંધીએ લગભગ 21 માસ બાદ ચૂંટણી સભા સંબોધી
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સોનિયા ગાંધીએ લગભગ 21 માસ બાદ ચૂંટણી સભા સંબોધી

      નેશનલ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધી બંનેએ મંગળવારે કર્ણાટકના બીજાપુરમાં ચૂંટણી રેલી કરી. મોદીની સભા પહેલાં હતી. લગભગ 3 કલાક બાદ મોદીના સભાસ્થળથી સોનિયા ગાંધીએ જનસભા સંબોધિત કરી. સોનિયાએ 21 માસ બાદ ચૂંટણી રેલી કરી. તેઓએ વડાપ્રધાન પર પ્રહાર કરતાં કહ્યું કે, "મોદી પર કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂત સવાર છે. તેઓ હંમેશા જ ખોટું બોલે છે." તો મોદીએ પોતાની જનસભામાં કહ્યું હતું કે, "કોંગ્રેસને ભાગ પાડો અને રાજ કરોની નીતિ પર વિશ્વાસ છે. તેઓ ભાઈથી ભાઈને લડાવે છે. આ વિધાનસભા ચૂંટણીમાં કર્ણાટકમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે."

      'મોદી સરકાર કર્ણાટક સાથે ભેદભાવ કરે છે'

      - સોનિયા ગાંધીએ કહ્યું કે, "સિદ્ધારમૈયા સરકારે ઈન્દિરા કેન્ટિન શરૂ કરી, જે અંતર્ગત 10 રૂપિયામાં ખાવાનું મળે છે."
      - કેન્દ્રની મોદી સરકાર કર્ણાટકની સાથે ભેદભાવ કરે છે. કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારે કર્ણાટકને નંબર વન બનાવ્યું છે.
      - સોનિયા ગાંધીએ કહ્યું કે, "જે રાજ્યોમાં દુકાળ પડ્યો, તેને કેન્દ્રની મોદી સરકારે કરોડો રૂપિયા આપ્યાં પરંતુ કર્ણાટકની સાથે ભેદભાવ કર્યો."
      - તેઓએ કહ્યું કે, "કેન્દ્ર સરકાર તરફથી મદદ ન મળી હોવા છતાં સિદ્ધારમૈયા સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું. કોંગ્રેસ સરકાર સતત વિકાસનું કામ કરી રહી છે, પરંતુ મોદી સરકારે તેને ખતમ કરવાનું કામ કર્યું."

      'મોદી પર કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂત છે'

      - મોદી પર કોંગ્રેસ મુક્ત ભારતનું જુનૂન છે અને કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂત લાગ્યું છે. તેઓ કોંગ્રેસ નહીં કોઈને પણ પોતાની આગળ સાંખી નથી શકતા.
      - મોદી એક અભિનેતાની જેમ ભાષણ આપે છે. જો તેમના ભાષણથી દેશનું પેટ ભરાય શકે છે તો તેઓ વધુ ભાષણ કરે.

      સોનિયાના મોદીને સવાલ

      - સોનિયા ગાંધીએ પીએમ મોદીને સવાલ કર્યો કે, ભ્રષ્ટાચાર મિટાવવાના તમારા મહત્વના વાયદાનું શું થયું? આખરે આટલા વર્ષો સુધી લોકપાલ કેમ ન લાવ્યાં? ભ્રષ્ટાચાર ખતમ કરવાનું શું મોડલ છે.
      - તેઓએ વધુમાં કહ્યું કે, "મોદી જ્યાં જાય છે ત્યાં ખોટું જ બોલે છે અને આપણાં મહાપુરૂષોનો પોતાના રાજકીય ફાયદા માટે ઉપયોગ કરે છે. આવું એક વડાપ્રધાનને શોભા આપે છે."
      - સોનિયાએ કહ્યું કે, "મોદી સરકારે 4 વર્ષ પહેલાં જે વાયદાઓ કર્યા હતા, તેમાંથી કયો વાયદો પૂરો કર્યો. મોદી સરકારે ખેડૂતો માટે શું કર્યું? મોદીએ મહિલાઓ, બાળકો અને દલિતોની સુરક્ષા માટે અંતે શું કર્યું છે?"

      ઓગસ્ટ, 2016 બાદ આવ્યાં ચૂંટણી પ્રચારે

      - સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં 3 ઓગસ્ટ, 2016નાં રોજ પીએમ મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં રોડ શો કરવા ઉતર્યાં હતા.
      - આ દરમિયાન તેમની તબિયત બગડી ગઈ હતી અને તેઓને એરલિફ્ટ કરી તાત્કાલિક દિલ્હી લાવવામાં આવ્યા હતા. જે બાદથી તેઓ ચૂંટણી પ્રચારથી દૂર રહ્યાં.
      - આ વચ્ચે ઉત્તરપ્રદેશ, ગુજરાત, પંજાબ સહિત અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ, પરંતુ તેઓ ક્યાંય પણ પ્રચાર કરવા ન ઉતર્યાં.
      - આટલું જ નહીં તેઓ પોતાના સંસદીય સીટ અંતર્ગત આવતી વિધાનસભા સીટો પર પણ પ્રચાર કરવા ગયા ન હતા.

      આગળની સ્લાઈડ માટે અહીં ક્લિક કરો

    • સોનિયાની સભા પહેલાં મોદીએ કર્ણાટકના બીજાપુરમાં સભા કરી હતી
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સોનિયાની સભા પહેલાં મોદીએ કર્ણાટકના બીજાપુરમાં સભા કરી હતી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સોનિયાએ 21 માસ બાદ ચૂંટણી રેલી કરી | Congress Ex President Sonia Gandhi hit on Modi Government in Karnataka
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top