ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» African was imprisoned in Birsa Munda Jail of Ranchi for 3 years learned Bhojpuri Language

  સાયબર ફ્રોડ કેસમાં 3 વર્ષ બિહાર જેલમાં રહ્યો આફ્રિકન, બહાર નીકળી બોલ્યો- 'હમ ન રહબ ઇહાં'

  divyabhaskar.com | Last Modified - May 18, 2018, 08:00 AM IST

  આફ્રિકનને અચાનક ભોજપુરી બોલતો સાંભળીને તમામ લોકો ચોંકી ગયા
  • એમાન્યુઅલે સાયબર ફ્રોડ કર્યું હતું. ત્યારબાદ 2014માં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એમાન્યુઅલે સાયબર ફ્રોડ કર્યું હતું. ત્યારબાદ 2014માં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

   રાંચી: 'કસ્ટડીસે નિકલકે કસ્ટડીમાં આ ગઇની, અબ હમ ન રઈબ ઇહાં, આઇ વાન્ટ ટુ ટોક ટુ માઇ એડવોકેટ.' આફ્રિકાના ઘાનામાં રહેતા એમાન્યુએલ ઓનિયેકા ઓકપારાને અચાનક ભોજપુરી બોલતો સાંભળીને તમામ લોકો ચોંકી ગયા. ઓનિયેકા છેલ્લાં ત્રણ વર્ષોથી બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં બંધ હતો. બુધવારે જેલમાંથી તેનો છુટકારો થયો. છૂટ્યા પછી તેને રાંચી પોલીસને ત્યાં સુધીના સમય માટે સોંપવામાં આવ્યો, જ્યાં સુધી તેને ઘાના મોકલવા માટે એમ્બેસી લેવલની કાર્યવાહી પૂરી ન થઇ જાય.

   એમાન્યુઅલે કહ્યું- જેલમાં રહીને શીખી લીધું ભોજપુરી

   - પોલીસ જ્યારે જેલમાંથી નીકળેલા ઓનિયેકાને લઇને પોલીસ સ્ટેશને પહોંચી તો તે પરેશાન થઇ ગયો. તે ભોજપુરીમાં બોલવા લાગ્યો કે, 'હમ કસ્ટડીસે નિકલકે કસ્ટડીમાં હી આ ગઇની. ઇ બાત ઠીક નઇખે.' (જેલમાંથી નીકળીને હું જેલમાં જ આવી ગયો, આ યોગ્ય નથી.)

   - જ્યારે પોલીસે તેને પૂછ્યું કે તેણે ભોજપુરી ક્યાંથી શીખી, તો તેણે જણાવ્યું કે જેલમાં રહેતા-રહેતા તેણે આ ભાષા શીખી લીધી.

   ઘાનાનો એમાન્યુઅલ ઓનિયેકા 2014થી જેલમાં બંધ હતો

   - આફ્રિકાના ઘાનાનો એમાન્યુઅલ ઓનિયેકા ઓકપારાને 2014માં સજા થઇ હતી. ત્યારબાદ તેને ઓગસ્ટ 2014માં બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો.

   - સપ્ટેમ્બર 2017માં તેની 3 વર્ષની સજા સમાપ્ત થઇ ગઇ હતી. પરંતુ જામીન નહીં મળવાને કારણે તે છૂટી શકતો ન હતો.
   - બુધવારે જ્યારે તે છૂટ્યો તો તેને ઘાના મોકલવા માટે એમ્બેસીનો સંપર્ક કરવામાં આવ્યો. પરંતુ, એમ્બેસીની કાર્યવાહી પૂરી ન થવાને કારમે તેને હાલ પોલીસ સ્ટેશનમાં જ મહેમાનની જેમ રાખવામાં આવ્યો છે.

   એમાન્યુઅલને 3 વર્ષની સજા અને 10 હજારનો ફાઇન લાગ્યો હતો

   - હકીકતમાં એમાન્યુઅલે સાયબર ફ્રોડ કર્યું હતું. ત્યારબાદ 2014માં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેને ત્રણ વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી હતી.

   - જેલમાંથી છૂટ્યા બાદ ઓકપારા દિલ્હી જવા માટે સતત પ્રયાસ કરતો રહ્યો. પરંતુ, ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશ પ્રમાણે હવે તેને તેના દેશ ઘાના મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સંબંધે રાંચી પોલીસનું કહેવું છે કે ઉપરથી જેવા આદેશ આવશે, તેના આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

  • ફાઇલ ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાઇલ ફોટો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: African was imprisoned in Birsa Munda Jail of Ranchi for 3 years learned Bhojpuri Language
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top