મુરૈના / 10 વર્ષની અદ્રિકા અને કાર્તિકને બહાદુરી માટે રાષ્ટ્રપતિ સન્માનિત કરશે

Adrika and brother Karthik to be honored by the President for bravery
X
Adrika and brother Karthik to be honored by the President for bravery

  •  24 જાન્યુઆરીએ નેશનલ ચિલ્ડ્રન એવોર્ડ આપવામાં આવશે

  •  ભારત બંધ દરમિયાન ટ્રેનમાં ફસાયેલા લોકો સુધી જમવાનું પહોંચાડવાનું સાહસ આ ભાઈબહેને કર્યુ હતુ
     

Divyabhaskar

Jan 14, 2019, 11:06 AM IST

મુરૈનાઃ 10 વર્ષની બાળકી અદ્રિકા અને તેના 14 વર્ષનાં ભાઈ કાર્તિકની બહાદુરી બદલ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. ગત વર્ષે મધ્યપ્રદેશનાં મુરૈનામાં ભારત બંધ દરમિયાન પથ્થરમારા અને ગોળીબાર વચ્ચે ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને જમવાનું પહોંચાડવા માટે તેમને આ એર્વોડ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ 24 જાન્યુઆરીએ આ બન્ને બાળકોનું સન્માન કરશે. જાણીએ અદ્રિકા અને કાર્તિકની સાહસની કહાની...

1. પોલીસથી સંતાઈને ટ્રેન સુધી પહોંચ્યા અને લોકો સુધી જમવાનું પહોચાડ્યું
આ વાત 2 એપ્રિલ, 2018ની છે, જ્યારે ભારતબંધ દરમિયાન શાળામાં પણ રજા હતી અને અમે બન્ને ભાઈ બહેન ટીવી જોઈ રહ્યા હતા. અમે જોયુ કે આંદોલન વધુ હિંસક બની રહ્યુ હતુ. અમારા શહેરમાં ફાયરિંગ અને પથ્થરમારો થઈ રહ્યો હતો. ટ્રેનો રોકી દેવાઈ હતી અને તેમાં હજારો મુસાફરો ભૂખ્યા તરસ્યા ફસાયા હતા. 
અમે નક્કી કર્યુ કે ટ્રેનમાં ફસાયેલી મુસાફરોની મદદ કરવી જોઈએ. પપ્પા ઘરમાં જ હતા. અમે સંતાઈને ખાવા પીવાનો સામાન બેગમાં ભરી લીધો અને રેલવે સ્ટેશન તરફ નીકળી પડ્યા.  ઘરેથી નિકળતી વખતે મમ્મીએ પૂછ્યુ ક્યા જાવ છો બન્ને.. અમે કહ્યું ક્યાય નહી.
 
રેલવે સ્ટેશન જતી વખતે પોલીસે અમને કહ્યું ઘરે રહો બહાર ખતરો છે. અમે બન્ને આ બધાથી સંતાઈને ટ્રેન સુધી પહોંચી ગયા, ટ્રેનમાં અમે જ્યારે લોકોને જમવાનું આપી રહ્યા હતા તો કોઈને વિશ્વાસ જ ન થયો. 
એક મહિલાએ કહ્યું કે તમે બન્ને જમવાનું લઈને ન આવ્યા હોત તો મારી બાળકીનું શું થાત. ત્યારબાદ અમે ઘરે ગયા તો દાદાજી અમને ખૂબ જ વઢ્યા, પરંતુ જ્યારે અમે તેમણે કહ્યું કે અમે ટ્રેનમાં ફસાયેલા ભૂખ્યા તરસ્યા લોકો સુધી જમવાનું પહોંચાડવા ગયા હતા, ત્યારબાદ દાદાજી ચુપ થઈ ગયા અને વ્હાલથી અમને બન્નેને ભેટી પડ્યા. એવોર્ડ મળવાની સૌથી વધારે ખુશી દાદાજીને જ છે. 
5. એવોર્ડ માટે પિતાએ ઓનલાઈન અરજી કરી હતી
બાળકોનાં પિતાજીએ જણાવ્યુ કે, તેમણે એવોર્ડ માટે મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી હતી. ત્યારબાદ દિલ્હીથી બે અધિકારીઓની ટીમ મુરૈના આવી હતી અને તેમને ઘટના અંગેની ચકાસણી પણ કરી હતી. અદ્રિકા અને કાર્તિકે કહ્યું કે, અમે બન્ને મોટા થઈને આઈએસ અને આઈપીએસ અધિકારી બનીશુ. 
6. અદ્રિકા 20 હજાર લોકોને આત્મરક્ષાની ટ્રેનિંગ આપી ચુકી છે
અદ્રિકા તાઈક્વાંડો કરાટેમાં બ્લેક બેલ્ટ છે. આટલુ જ નહિ  તે 20 હજાર શાળાના બાળકોને આત્મરક્ષાની ટ્રેનિંગ આપી ચુકી છે. જેથી તેને બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનની બ્રાન્ડ એમ્બેસડર પણ બનાવવામાં આવી છે. 
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી