ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» અદનાન સામીએ ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી | My staff were called Indian dogs in Kuwait: Adnan Sami

  કુવૈત એરપોર્ટ પર ઓફિસરોએ મારા સ્ટાફ સાથે દુર્વ્યવહાર કર્યોઃ અદનાન સામી

  divyabhaskar.com | Last Modified - May 07, 2018, 02:06 PM IST

  અદનાન કુવૈત તેમના લાઇવ સિંગિંગ શો માટે ગયા હતા
  • સામીએ ટ્વીટમાં લખ્યું, કુવૈતિયો આવું વર્તન કરવાની તમારી હિંમત કેવી રીતે થઇ? (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સામીએ ટ્વીટમાં લખ્યું, કુવૈતિયો આવું વર્તન કરવાની તમારી હિંમત કેવી રીતે થઇ? (ફાઇલ)

   નવી દિલ્હીઃ ભારતીય ગાયક અદનાન સામીએ કુવૈત એરપોર્ટના ઓફિસરો સામે પોતાના સ્ટાફ સાથે ગેરવર્તણૂંકનો આરોપ લગાવ્યો છે. અદનાને રવિવારે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, કુવૈત એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન અધિકારીઓએ તેના સ્ટાફને 'ઇન્ડિયન ડોગ્સ' કહ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, અદનાન કુવૈત તેમના લાઇવ સિંગિંગ શો માટે ગયા હતા.

   ઇન્ડિયન એમ્બેસીને કરી ફરિયાદ

   - અદનાન સામીએ આ મામલે ઇન્ડિયન એમ્બેસી (ભારતીય દૂતાવાસ)ને ટેગ કરીને એક ટ્વીટ કરી હતી.
   - જેમાં તેઓએ લખ્યું કે, અમે પ્રેમ સાથે તમારાં શહેરમાં આવીએ છીએ અને અમારાં ભારતીય ભાઇઓ અહીં અમને ગળે લગાડે છે. તમારી પાસેથી અમને કોઇ સમર્થન નથી મળતું. કુવૈત એરપોર્ટના અધિકારીઓએ કોઇ પણ કારણો વગર મારાં સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરી અને તેઓને 'ભારતીય કૂત્તા' કહીને સંબોધ્યા. જ્યારે તમારો સંપર્ક કર્યો તો તમે કંઇ જ ના કર્યુ. કુવૈતિયો આવો વ્યવહાર કરવાની તમારી હિંમત કેવી રીતે થઇ?

   ટ્વીટમાં સુષ્મા-રાજનાથને પણ કર્યા ટેગ

   - અદનાને ટ્વીટમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ગૃહમંત્રી રાજનાથ સિંહને પણ ટેગ કર્યા.
   - સુષ્માએ તેમના ટ્વીટમાં જવાબ આપ્યો અને તેઓને ફોન કરવા માટે કહ્યું.
   - થોડાં સમયમાં જ ભારત સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ સામીના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી.
   - તેઓએ લખ્યું, અદનાન તમારી સાથે જે થયું તેનો અમને ખેદ છે. આ મામલે અમારાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ નોંધ લીધી છે. તેમની સાથે અત્યારે જ વાત કરો.

   સામીએ ધન્યવાદ પાઠવ્યા

   - સામીએ રિજિજૂને ધન્યવાદ પાઠવી લખ્યું, 'તમને અમારી ચિંતા છે તે બદલ ધન્યવાદ. સુષ્મા સ્વરાજનું હૃદય સંવેદનાઓથી ભરેલું છે, તેઓ સતત મારાં સંપર્કમાં છે અને અમારું ધ્યાન પણ રાખી રહ્યા છે. અમને ગર્વ છે કે, તેઓ અમારાં વિદેશ મંત્રી છે અને વિશ્વમાં કોઇ પણ ખૂણે તેઓ અમારું ધ્યાન રાખે છે.'

   સામીને 2015માં મળી હતી ભારતીય નાગરિકતા

   - ઉલ્લેખનીય છે કે, અદનાન સામીનો જન્મ પાકિસ્તાનમાં થયો છે. જો કે, 2015માં પાકિસ્તાની પાસપોર્ટ એક્સપાયર થયા બાદ તેઓએ ભારતીય સિટિઝનશિપ માટે આવેદન આપ્યું હતું, જેને ગૃહ મંત્રાલયે મંજૂર કર્યુ હતું.

  • કુવૈત એરપોર્ટ પર થયેલી ગેરવર્તણૂંક બદલ સિંગર અદનાન સામીએ ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુવૈત એરપોર્ટ પર થયેલી ગેરવર્તણૂંક બદલ સિંગર અદનાન સામીએ ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી.

   નવી દિલ્હીઃ ભારતીય ગાયક અદનાન સામીએ કુવૈત એરપોર્ટના ઓફિસરો સામે પોતાના સ્ટાફ સાથે ગેરવર્તણૂંકનો આરોપ લગાવ્યો છે. અદનાને રવિવારે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, કુવૈત એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન અધિકારીઓએ તેના સ્ટાફને 'ઇન્ડિયન ડોગ્સ' કહ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, અદનાન કુવૈત તેમના લાઇવ સિંગિંગ શો માટે ગયા હતા.

   ઇન્ડિયન એમ્બેસીને કરી ફરિયાદ

   - અદનાન સામીએ આ મામલે ઇન્ડિયન એમ્બેસી (ભારતીય દૂતાવાસ)ને ટેગ કરીને એક ટ્વીટ કરી હતી.
   - જેમાં તેઓએ લખ્યું કે, અમે પ્રેમ સાથે તમારાં શહેરમાં આવીએ છીએ અને અમારાં ભારતીય ભાઇઓ અહીં અમને ગળે લગાડે છે. તમારી પાસેથી અમને કોઇ સમર્થન નથી મળતું. કુવૈત એરપોર્ટના અધિકારીઓએ કોઇ પણ કારણો વગર મારાં સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરી અને તેઓને 'ભારતીય કૂત્તા' કહીને સંબોધ્યા. જ્યારે તમારો સંપર્ક કર્યો તો તમે કંઇ જ ના કર્યુ. કુવૈતિયો આવો વ્યવહાર કરવાની તમારી હિંમત કેવી રીતે થઇ?

   ટ્વીટમાં સુષ્મા-રાજનાથને પણ કર્યા ટેગ

   - અદનાને ટ્વીટમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ગૃહમંત્રી રાજનાથ સિંહને પણ ટેગ કર્યા.
   - સુષ્માએ તેમના ટ્વીટમાં જવાબ આપ્યો અને તેઓને ફોન કરવા માટે કહ્યું.
   - થોડાં સમયમાં જ ભારત સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ સામીના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી.
   - તેઓએ લખ્યું, અદનાન તમારી સાથે જે થયું તેનો અમને ખેદ છે. આ મામલે અમારાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ નોંધ લીધી છે. તેમની સાથે અત્યારે જ વાત કરો.

   સામીએ ધન્યવાદ પાઠવ્યા

   - સામીએ રિજિજૂને ધન્યવાદ પાઠવી લખ્યું, 'તમને અમારી ચિંતા છે તે બદલ ધન્યવાદ. સુષ્મા સ્વરાજનું હૃદય સંવેદનાઓથી ભરેલું છે, તેઓ સતત મારાં સંપર્કમાં છે અને અમારું ધ્યાન પણ રાખી રહ્યા છે. અમને ગર્વ છે કે, તેઓ અમારાં વિદેશ મંત્રી છે અને વિશ્વમાં કોઇ પણ ખૂણે તેઓ અમારું ધ્યાન રાખે છે.'

   સામીને 2015માં મળી હતી ભારતીય નાગરિકતા

   - ઉલ્લેખનીય છે કે, અદનાન સામીનો જન્મ પાકિસ્તાનમાં થયો છે. જો કે, 2015માં પાકિસ્તાની પાસપોર્ટ એક્સપાયર થયા બાદ તેઓએ ભારતીય સિટિઝનશિપ માટે આવેદન આપ્યું હતું, જેને ગૃહ મંત્રાલયે મંજૂર કર્યુ હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અદનાન સામીએ ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી | My staff were called Indian dogs in Kuwait: Adnan Sami
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top