ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Additional SP of UP ATS Rajesh Sahni found dead in Mysterious circumstances

  યુપી ATSના ASP રાજેશ સાહનીએ કર્યું સુસાઇડ, પિસ્તોલથી મારી ગોળી

  divyabhaskar.com | Last Modified - May 29, 2018, 03:04 PM IST

  ઉત્તર પ્રદેશ એટીએસના એડિશનલ એસપી રાજેશ સાહનીએ મંગળવારે સર્વિસ પિસ્તોલથી ગોળી મારી આત્મહત્યા કરી દીધી
  • એટીએસના હેડક્વાર્ટરમાં તહેનાત હતા એડિશનલ એસપી રાજેશ સાહની. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એટીએસના હેડક્વાર્ટરમાં તહેનાત હતા એડિશનલ એસપી રાજેશ સાહની. (ફાઇલ)

   લખનઉઃ ઉત્તર પ્રદેશ એટીએસના એડિશનલ એસપી રાજેશ સાહનીએ મંગળવારે સર્વિસ પિસ્તલથી ગોળી મારી આત્મહત્યા કરી દીધી. એડીજી કાયદો-વ્યવસ્થા આનંદ કુમારે જણાવ્યું કે પોલીસ ટીમ હેડક્વાર્ટર સ્થિત તેમના રૂમમાં પહોંચ્યા તો સાહની જમીન પર પડ્યા હતા અને માથામાં ગોળી વાગેલી હતી. ઘટના લગભગ બપોરે 1 વાગ્યે બની. ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ નથી મળી. આત્મહત્યાના કારણો જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, એટીએસમાં રહેતા સાહનીએ આતંકીઓની વિરુદ્ધ અનેક મોટા ઓપરેશનને લીડ કર્યા.

   આઈએસઆઈ એજન્ટને પકડવામાં હતા સામેલ

   - મળતી જાણકારી મુજબ, ઉત્તર પ્રદેશ પોલીસમાં રાજેશ સાહનીની ગણતરી કાબેલ અધિકારીઓમાં થતી હતી. ગયા સપ્તાહે તેઓ આઈએસઆઈ એજન્ટની ધરપકડના ઓપરેશનમાં સામેલ હતા. આ ઉપરાંત એટીએસમાં કાર્યરત હતા તે સમયે સાહનીએ અનેક મોટા ઓપરેશનને પાર પાડ્યા હતા.

   - નોંધનીય છે કે, રાજેશ સાહની 1992માં પીપીએસ સેવામાં આવ્યા હતા. 2013માં તેઓ એડિશનલ પોલીસ અધીક્ષકના પદ પર પ્રમોટ થયા હતા.

   એએસપી સાહનીએ ડ્રાઇવર પાસે મંગાવી હતી પિસ્તોલ

   - પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સાહનીએ પોતાના ડ્રાઇવર પાસે પિસ્તોલ મંગાવી હતી અને ત્યારબાદ હેડક્વાર્ટરમાં પોતાની જાતને ગોળી મારી દીધી.

   - તેઓએ આ નિર્ણય કેમ લીધો તેને લઈને હજુ કોઈ પુરાવા નથી મળ્યા.

  • ફાઇલ ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાઇલ ફોટો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Additional SP of UP ATS Rajesh Sahni found dead in Mysterious circumstances
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `