વાઇલ્ડલાઈફ ક્રાઈમ ક્રંટોલ બ્યૂરોની વેબસાઈટ પર હવે સલમાન આરોપી, યાદીમાં 39મા નંબરે નામ

એકટર સલમાન ખાન વાઇલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોની વેબસાઈટ પર પણ લિસ્ટ થઈ ગયો છે. તેનું નામ 39મા આરોપી તરીકે દાખલ.

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 10:01 AM
આ વેબસાઈટમાં સલમાન એક માત્ર એવો આરોપી છે, જે હિરણના શિકાર સાથે જોડાયેલો છે (ફાઈલ)
આ વેબસાઈટમાં સલમાન એક માત્ર એવો આરોપી છે, જે હિરણના શિકાર સાથે જોડાયેલો છે (ફાઈલ)

એકટર સલમાન ખાન વાઇલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોની વેબસાઈટ પર પણ લિસ્ટ થઈ ગયો છે. તેનું નામ 39મા આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં તે આરોપીઓને રાખવામાં આવ્યાં છે, જે ટાઈગર સહિત અન્ય સંરક્ષિત જીવોના શિકાર, તસ્કરી કે તેનાથી જોડાયેલાં ગુનાઓમાં સામેલ હોય.

નવી દિલ્હીઃ એકટર સલમાન ખાન વાઇલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોની વેબસાઈટ પર પણ લિસ્ટ થઈ ગયો છે. તેનું નામ 39મા આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં તે આરોપીઓને રાખવામાં આવ્યાં છે, જે ટાઈગર સહિત અન્ય સંરક્ષિત જીવોના શિકાર, તસ્કરી કે તેનાથી જોડાયેલાં ગુનાઓમાં સામેલ હોય. રાજસ્થાનની જોધપુર કોર્ટે કાળિયારના શિકાર મામલે સલમાનને 5 એપ્રિલનાં રોજ 5 વર્ષની સજા સંભળાવી હતી. જો કે બે દિવસ બાદ તેને જામીન મળી ગયા હતા.

વિભાગની સુસ્તી, 10 વર્ષમાં માત્ર 39 લોકોને સજા મળી હોવાની જાણકારી


- પર્યાવરણ અને વન મંત્રાલય અંતર્ગત આવનારા ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોની જોગવાઈ આમ તો સપ્ટેમ્બર, 2006માં જ પ્રભાવિત થઈ હતી પરંતુ બ્યુરોની રચના 2008માં થઈ.
- બ્યુરોની ધીમી સક્રિયતાનો ખ્યાલ તે વાત પરથી જ આવે છે કે બ્યુરોની રચનાના 10 વર્ષ પછી અત્યારસુધી માત્ર 39 ગુનેગારોને જ સજા મળી હોવાની જાણકારી છે.

15 આરોપીઓ ટાઈગરના શિકાર સાથે જોડાયેલાં, હરણના શિકારમાં સલમાન એકલો


- બ્યુરોની વેબસાઈટ પર સૌથી વધુ 15 આરોપી ટાઈગર મામલે જોડાયેલાં છે. આ આરોપીઓ મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશથી છે. જે બાદ પેંગોલિનના શિકાર સાથે જોડાયેલાં 6 આરોપીઓના નામ યાદીમાં છે, જેઓ પશ્ચિમ બંગાળથી છે.
- સલમાન એક માત્ર એવો આરોપી છે, જે હિરણના શિકાર સાથે જોડાયેલો છે. યાદીમાં કેરળ, દિલ્હી, હરિયાણાના આરોપીઓ પણ સામેલ છે.

દેશમાં શિકાર મામલે 2014ની તુલનાએ 2016માં ઘણો જ ઘટાડો- રિપોર્ટ


- સંસદમાં રજૂ થયેલાં પર્યાવરણ તેમજ વન મંત્રાલયના એક રિપોર્ટ મુજબ ગત વર્ષે માર્ચ સુધી દેશમાં 30,382 ગુનાઓ દાખલ થયાં હતા. કેન્દ્ર સરકારે ત્યારે જણાવ્યું હતું કે દેશમાં શિકારના મામલાઓમાં 2014ની તુલનાએ 2016માં ઘણો જ ઘટાડો નોંધાયો છે.

સજા સંભળાવવામાં આવ્યા બાદ લિસ્ટ અપડેટ કરવા મંગાવી સલમાનની ફોટો


- બ્યુરોના ડાયરેકટર તિલોતમા વર્માએ જણાવ્યું કે જોધપુર કોર્ટે સલમાનને સજા સંભળાવ્યાં બાદ તેઓએ કોર્ટના ફેંસલાની કોપી અને તેનો એક ફોટો મંગાવ્યો હતો. જેનો હેતુ સલમાનનું નામ બ્યુરોની વેબસાઈટ પર વન્યજીવન સાથે જોડાયેલાં ગુનાની યાદીમાં સામેલ કરવાનું હતું.

વેબસાઈટ પર માત્ર 39 ગુનેગારોના નામ કેમ?


- વન્યજીવન ક્રાઈમમાં માત્ર 39 ગુનેગારોના નામ અંગે વર્માએ જણાવ્યું કે, "આ સંખ્યા વધુ પણ થઈ શકે છે, પરંતુ બ્યુરોની જાણકારીમાં અત્યારસુધી એવાં તમામ કેસ નથી આવ્યાં જેમાં સજા સંભળાવવામાં આવી હોય. બ્યુરોનું કામ વન્યજીવન ગુનાઓ રોકવા માટે ગુપ્ત નેટવર્ક બનાવવાનું પણ છે."

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

એકટર સલમાન ખાન વાઇલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોની વેબસાઈટ પર પણ લિસ્ટ
એકટર સલમાન ખાન વાઇલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોની વેબસાઈટ પર પણ લિસ્ટ
X
આ વેબસાઈટમાં સલમાન એક માત્ર એવો આરોપી છે, જે હિરણના શિકાર સાથે જોડાયેલો છે (ફાઈલ)આ વેબસાઈટમાં સલમાન એક માત્ર એવો આરોપી છે, જે હિરણના શિકાર સાથે જોડાયેલો છે (ફાઈલ)
એકટર સલમાન ખાન વાઇલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોની વેબસાઈટ પર પણ લિસ્ટએકટર સલમાન ખાન વાઇલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોની વેબસાઈટ પર પણ લિસ્ટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App