Home » National News » Latest News » National » Jodhpur District and Sessions Court grants permission to Salman Khan to travel outside India

જોધપુર ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે સલમાન ખાનને વિદેશ જવાની મંજૂરી આપી

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 01:18 PM

કાળિયારના શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

  • Jodhpur District and Sessions Court grants permission to Salman Khan to travel outside India
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન ખાન કેટલીક ફિલ્મો અને અન્ય પ્રોજેક્ટ અંતર્ગત 25 મેથી 10 જુલાઈ સુધી કેનેડા, નેપાળ અને યુએસએ જશે (ફાઈલ)

    મુંબઈઃ કાળિયારના શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જો કે સજા સંભળાવ્યાને બે જ દિવસમાં તેને જામીન મળી ગયા છે. મુંબઈ પરત ફરેલો સલમાન હાલ તેના અધૂરાં પ્રોજેક્ટ પૂરાં કરી રહ્યો છે. જે અંતર્ગત દબંગ એકટરે ચાર દેશમાં જવા માટે જોધપુરની જિલ્લા અને સેશન્સ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. ત્યારે બંને કોર્ટે સલમાનને વિદેશ જવાની મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત સલમાન ખાન 25 મેથી 10 જુલાઈ દરમિયાન કેનેડા, નેપાળ અને યુએસએ જવાનો છે. તો સલમાન ખાનની આગામી કેટલીક ફિલ્મોના શૂટિંગ વિદેશોમાં પણ થવાના છે.

    વિદેશ જવાની દબંગ એકટરને મંજૂરી

    - કાળિયાર શિકાર કેસમાં સલમાનને જામીન તો મળ્યાં છે પરંતુ હજુ તે નિર્દોષ જાહેર થયો નથી. ત્યારે 52 વર્ષના અભિનેતાને દેશની બહાર જવા માટે અદાલતની મંજૂરી લેવી જરૂરી હોય છે.
    - આ સંદર્ભમાં સલમાનેલ વિદેશ જવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેને મંજૂરી મળી ગઈ છે.
    - સલમાન ખાન કેટલીક ફિલ્મો અને અન્ય પ્રોજેક્ટ અંતર્ગત 25 મેથી 10 જુલાઈ સુધી કેનેડા, નેપાળ અને યુએસએ જશે.
    - સલમાન ખાનને 50,000ની રકમની ચુકવણી બાદ, કોર્ટની મંજૂરી વગર વિદેશ નહીં જવાની શર્તે કોર્ટમાંથી જામીન મળ્યાં હતા.

    સલમાન ભારત સહિત અનેક ફિલ્મોમાં વ્યસ્ત

    - અલી અબ્બાસના નિર્દેશનમાં ફિલ્મ 'ભારત'નું શૂટિંગ શરૂ થયું છે.
    - આ ફિલ્મની વાર્તા સાઉથ કોરિયાની ફિલ્મ 'ઓડ ટૂ માય ફાધર' આધારિત છે.
    - જો કે ફિલ્મની વાર્તામાં બોલિવુડ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને કેટલાંક ફેરફારો કરવામાં આવ્યાં છે.
    - આ એક રોમાન્ટિક સ્ટોરી છે જેમાં પ્રિયંકા અને સલમાન ખાન લીડ રોલમાં છે.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • Jodhpur District and Sessions Court grants permission to Salman Khan to travel outside India
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કાળિયારના શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે (ફાઈલ)
  • Jodhpur District and Sessions Court grants permission to Salman Khan to travel outside India
    અલી અબ્બાસના નિર્દેશનમાં ફિલ્મ 'ભારત'નું શૂટિંગ શરૂ થયું છે, જેનો ફર્સ્ટ લુક જાહેર થયો છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ