Home » National News » Desh » પ્રેમી યુગલનો બનાવતા અશ્લીલ વીડિયો, પછી કરતા બ્લેકમેલ| Accused Have Confessed To Multiple Crime in Indore

પ્રેમી યુગલનો બનાવતા અશ્લીલ વીડિયો, પછી કરતા બ્લેકમેલ: હત્યા પહેલાં ઉતરાવતા કપડાં

Divyabhaskar.com | Updated - May 04, 2018, 09:40 AM

200ફૂટ ઉંડી ખાડીમાં મળ્યું યુવક-યુવતીનું હાડપિંજર, 6 મહિનાથી હતા ગુમ, બદમાશોએ લૂંટીને ખાડીમાં ફેંકીને કરી હત્યા

 • પ્રેમી યુગલનો બનાવતા અશ્લીલ વીડિયો, પછી કરતા બ્લેકમેલ| Accused Have Confessed To Multiple Crime in Indore
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  આ રીતે કોથલામાં ભરીને પોલીસ લાવી યુવક-યુવતીનું હાડપિંજર

  ઈન્દોર: પિકનિક પ્લેસ મેંહદી કુંડ પાસે ખાઈમાં 200 ફૂટ ઉંડેથી એક યુવક અને એક યુવતીના મામલે પોલીસ આરોપીઓ સાથે પૂછપરછ કરી રહી છે. બુધવારે પોલીસ પૂછપરછમાં આરોપીઓએ તેમના ઘણાં ગુના સ્વીકારી લીધા છે. આરોપીએ સ્વીકાર્યું છે કે, અહીં સુનસાન વિસ્તારમાં ફરવા આવતા આવતા ઘણાં પ્રેમી યુગલો સાથે તેઓ મારપીટ અને લૂંટફાટ કરતા હતા. તે સાથે જ આરોપીઓએ એવુ પણ સ્વીકાર્યું છે કે, તેઓ ફરવા આવેલા પ્રેમી યુગલના અશ્લીલ વીડિયો બનાવતા હતા અને ત્યારપછી તેમને બ્લેકમેલ પણ કરતા હતા. શંકા છે કે આરોપીઓ દ્વારા ઘણી યુવતીઓ સાથે દુષ્કર્મ પણ કરવામાં આવ્યું છે. હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

  શું કહ્યું આરોપીઓએ?


  - પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, પ્રેમી યુગલો એકાંત મેળવવા માટે જંગલમાં ઘણાં અંદર સુધી જતા રહેતા હતા. આવા યુગલો પર આરોપીઓ નજર રાખતા હતા. એકાંતમાં ઘણી વાર પ્રેમી યુગલો આપત્તિજનક સ્થિતિમાં પણ આવી જતા હતા. આ દરમિયાન આરોપીઓ ત્યાં પહોંચી જતા અને યુગલ સાથે મારઝૂડ કરીને તેમને ધમકાવતા હતા. આ ઉપરાંત ઘણી વાર આરોપીઓ પ્રેમી યુગલના અશ્લીલ વીડિયો બનાવીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા અથવા બ્લેકમેલ કરીને યુવતી સાથે દુષ્કર્મ પણ કરતા હતા. લોકલાજના ડરથી પ્રેમી યુગલ આ ઘટનાઓનો ક્યાંય ઉલ્લેખ પણ કરી શકતા નહતા.

  દુષ્કર્મથી બચવા માટે યુવતીએ ખાઈમાં લગાવી લીધી છલાંગ


  - મંગળવારે 200 ફૂટ ઉંડી ખાઈમાંથી જે યુવક-યુવતીના હાડપિંજર પોલીસને મળ્યા છે તેમની હત્યા પહેલાં આરોપીઓએ તેમના કપડાં ઉતરાવી દીધા હતા. ત્યારપછી આરોપીઓએ તેમની સાથે દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, ઈજ્જત બચાવવા માટે યુવતી ખાઈમાં કુદી ગઈ હતી. ત્યારપછી ઓળખ છતી થઈ જવાના ડરથી આરોપીઓએ યુવકને ખાઈમાં ધક્કો મારી દીધો હતો. તે ઉપરાંત તેમણે મૃતદેહ ઉપર પણ મોટા મોટા પથ્થર મુકી દીધા હતા જેથી કોઈને મૃતદેહની ઓળખ પણ ન થઈ શકે.

  6 મહિનાથી હતા ગુમ


  - મંગળવારે પોલીસને છ મહિનાથી ગુમ યુવક હિમાંશુ અને યુવતી શ્રેયાના હાડપિંજર મળી આવ્યા હતા.
  - આ હાડપિંજરમેહંદીકુંડ અને નકોડી કુંડ વચ્ચે આવેલી 200 ફૂટ ઉંડી ખાઈમાંથી મોટા મોટા પથ્થરો નીચેની દબાયેલા મળી આવી હતી. હાડપિંજરની ઓળખ યુવતીની વીટીં, પાણીની બોટલ, ટીફિન બોક્સ અને યુવકના જૂતાના આધારે થઈ હતી. બંને છ મહિનાથી ગુમ હતા. પરિવારજનોએ તેના ગુમ થયાની ફરિયાદમહુના બડગોંદા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી પરંતુ પોલીસે આ ફરિયાદ વિશે ધ્યાન નહતું આપ્યું.

  શું છે સમગ્ર ઘટના?


  - પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના 6 નવેમ્બર 2017ની છે. બપોરે અંદાજે ત્રણ વાગે હિમાંશુ અને શ્રેયા સ્કૂટરથી મહેંદીકુંડ ફરવા નીકળ્યા હતા. આ દરમિયાન આરોપી બલરામ (20 વર્ષ), અજય (16 વર્ષ), કેશવ (17 વર્ષ) અને ઈશ્વર (25 વર્ષ) તેમને મળ્યા હતા.
  - રસ્તો બતાવવાના બહાને તેઓ બંનેને જંગલમાં નકોડી કુંડ પાસે આવેલી ઉંડી ખાઈ પાસે લઈગયા હતા.
  - ત્યાં તેમને ડરાવી ધમકાવીને તેમની પાસેથી રૂ. 52,000ની રોકડ, યુવતીનું આધાર કાર્ડ, સોનાની ચેઈન, એટીએમ કાર્ડ અને યુવકની ચેકબુક છીનવી લીધી હતી.
  - આરોપીઓએ બંનેના કપડાં પણ ઉતરાવી દીધા હતા. ત્યારપછી તેમણે યુવતી સાથે દુષ્કર્મનો પ્રયત્ન પણ કર્યો હતો.
  - દુષ્કર્મથી બચવા માટે યુવતી ખાઈનમાં કુદી ગઈ હતી. ત્યારપછી આરોપીઓએ પ્રેમીને ખાડીમાં ફેંકી દીધો હતો.
  - તેમના મોતની ખાતરી કરવા આરોપીઓ ખાડીમાં ઉતર્યા હતા અને પથ્થરથી તેમનું માથું છુંદી નાખ્યું હતું.
  - પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે આ ઘટનાનો માસ્ટર માઈન્ડ હજુ ફરાર છે.

  ઘટનાનો આ રીતે થયો ખુલાસો


  - અંદાજે 4 મહિના પહેલાં 4 બોરી ચણાના આરોપમાં પોલીસે સતપાલ નિનામાની ધરપકડ કરી હતી અને તેને જેલમાં મોકલ્યો હતો. ત્યારપછી હત્યામાં સામેલ આરોપી બલરામની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેમાં એકબીજાના ચોરીના મામલે ફસાવવાની વાતને લઈને વિવાદ થયો હતો. પછી બંનેએ એકબીજાની પોલ ખોલવાની શરૂઆત કરી દીધી હતી. ખબરની આધારે પોલીસને અન્ય માહિતી મળી અને ત્યારપછી હિમાંશુ અને શ્રેયાની હત્યાનું પણ રહસ્ય ખુલ્યું હતું.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • પ્રેમી યુગલનો બનાવતા અશ્લીલ વીડિયો, પછી કરતા બ્લેકમેલ| Accused Have Confessed To Multiple Crime in Indore
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પથ્થર નીચે દબાવી દેવામાં આવ્યું હતું હાડપિંજર
 • પ્રેમી યુગલનો બનાવતા અશ્લીલ વીડિયો, પછી કરતા બ્લેકમેલ| Accused Have Confessed To Multiple Crime in Indore
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મૃતક યુવક હિમાંશુનો ફાઈલ ફોટો
 • પ્રેમી યુગલનો બનાવતા અશ્લીલ વીડિયો, પછી કરતા બ્લેકમેલ| Accused Have Confessed To Multiple Crime in Indore
  મૃતક યુવક શ્રેયાની ફાઈલ તસવીર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ