Divya Bhaskar

Home » National News » Latest News » National » ખંડાલા પાસે ટ્રક-આઈસરનો અકસ્માત, 17ના મોત| Accident on Pune-Satara highway near Khandala

મહારાષ્ટ્ર: ખંડાલા પાસે ટ્રક-આઈસરનો અકસ્માત, 18ના મોત; 20 ઘાયલ

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 12:56 PM

ટ્રક કર્ણાટકથી પુણે તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત બન્યો, બચાવ કાર્યવાહી શરૂ

  • ખંડાલા પાસે ટ્રક-આઈસરનો અકસ્માત, 17ના મોત| Accident on Pune-Satara highway near Khandala
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત, 17ના મોત

    સતારા: મહારાષ્ટ્રના ખંડાલા ગામ પાસે આજે વહેલી સવારે એક ટ્રક અને આઈસર ટેમ્પા વચ્ચે અકસ્માત થયો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ એક્સિડન્ટમાં 18 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણએ ટ્રક કર્ણાટકથી પુણે તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત બન્યો છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ટ્રકમાં બધા જ મજૂર વર્ગ હતો.

    કામ પર જઈ રહ્યા હતા મજૂરો


    - માનવામાં આવે છે કે, આ ઘટના વહેલી સવારે 6 વાગે ખંબાટકી બોગદા પાસે થઈ છે.
    - એક મિની ટ્રકમાં મજૂરો એમઆઈડીસી (મહારાષ્ટ્ર ઓદ્યોગિક વિકાસ નિગમ) તરફ જઈ રહ્યા હતા.

    ઓવરલોડ હોવાના કારણે ટ્રેક ગુમાવ્યું નિયંત્રણ


    - ખંડાલા પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રકમાં કંસ્ટ્રક્શનનો સામાન હતો. ટ્રક ઓવરલોડ હોવાના કારણે અનિયંત્રિત થઈ ગઈ હતી.
    - ખંડાલા પાસે પુણે-સતારા હાઈવે પર મિની ટ્રક અને બેરિયરનો અકસ્માત થઈ ગયો હતો.

    વધી શકે છે મૃતકોની સંખ્યા


    - ઘટના પછી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘણાં ઘાયલ લોકોની સ્થિતિ ગંભીર છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • ખંડાલા પાસે ટ્રક-આઈસરનો અકસ્માત, 17ના મોત| Accident on Pune-Satara highway near Khandala
    ઘટના સ્થળે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending