Home » National News » Desh » Accident of Car and truck near Indore death of Husband and wife

ભયાનક અકસ્માતમાં પતિ-પત્નીનું મોત, લોકસભા સ્પીકરના પૌત્રના લગ્નમાં થવાના હતા સામેલ

Divyabhaskar.com | Updated - May 07, 2018, 11:10 AM

કારના ફૂરચા ઉડી ગયા અને પતિ-પત્નીનું સ્થળ પર જ થયું મોત

  • Accident of Car and truck near Indore death of Husband and wife
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અકસ્માતમાં કારના ફૂરચા ઊડી ગયા.

    ઇંદોર: લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનના પૌત્રના લગ્નમાં સામેલ થવા માટે મુંબઈથી જઇ રહેલા સંબંધીઓની કાર શનિવારે સાંજે નિમરાની (ખરગોન)માં એક ટ્રકની અંદર ઘૂસી ગઇ. આ દુર્ઘટનામાં કારમાં સવાર પતિ-પત્ની બંનેનું મોત થઇ ગયું, જ્યારે બાકીના બે લોકો ઘાયલ છે. સમાચાર મળતાં જ મહાજન પરિવાર સાથે જોડાયેલા કેટલાક લોકો ખરગોન પહોંચ્યા.

    સ્પીડમાં જઇ રહેલી કાર ટ્રકમાં ઘૂસી ગઇ

    - નિમરાની પોલીસના કહેવા પ્રમાણે, અકસ્માત શનિવારે સાંજે 5.45 વાગે મુંબઈ-આગ્રા નેશનલ હાઇવે પર માયા ફેક્ટરીની સામે થયો.

    - કારમાં સવાર 4 લોકો મુંબઈથી ઇંદોર આવી રહ્યા હતા. કારની આગળ ટ્રક જઇ રહ્યો હતો.
    - ટ્રક ડ્રાઇવરે અચાનક બ્રેક મારી, તો સ્પીડમાં પાછળ આવી રહેલી કાર ટ્રકની અંદર ઘૂસી ગઇ.
    - કારના ફૂરચા ઉડી ગયા અને કાર ડ્રાઇવ કરી રહેલા હેમકિરણ મરાઠા (68) અને તેમના પત્ની યોગિની મરાઠા (65)નું સ્થળ પર જ મોત થઇ ગયું.
    - પાછળની સીટ પર બેઠેલે આનંદ મોડક (45) અને તેમના પત્ની કંચન મોડક (42) બંને ઘાયલ થયા છે.
    - ઠીકરી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર પછી બંને ઘાયલ પતિ-પત્નીને ઇંદોર રિફર કરવામાં આવ્યા.
    - ખલકાંટા પોલીસચોકીના ઇન્ચાર્જ દિનેશસિંહ કુશવાહે જણાવ્યું કે મરાઠા દંપતી પોતાના સંબંધીઓ સાથે સુમિત્રા મહાજનના પૌત્રના લગ્નમાં સામેલ થવા માટે આવી રહ્યા હતા.
    - સુમિત્રા મહાજનના દીકરા મંદાર મહાજને પુષ્ટિ કરી છે કે મરાઠા દંપતી તેમના સંબંધી છે.

  • Accident of Car and truck near Indore death of Husband and wife
    ટ્રક અને કાર વચ્ચે થયો ભયાનક અકસ્માત
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending