ટ્રક સ્ટિયરિંગમાં ફસાયેલો ડ્રાઇવર ચીસો પાડતો રહ્યો, ભયાનક હતું અકસ્માતનું તે દ્રશ્ય

શહેરની વચ્ચોવચ પોહરી બસ સ્ટેન્ડ જતા હાઇવે પર દારૂના નશામાં ધૂત એક ટ્રક ડ્રાઇવરે સામેથી આવી રહેલા બીજા ટ્રકને ટક્કર મારી

divyabhaskar.com | Updated - Apr 16, 2018, 07:15 AM
ડ્રાઇવર મોહિતને કાઢવા માટે ટ્રકની સ્ટિયરિંગ તેમજ સીટને સળિયાથી તોડતા લોકો.
ડ્રાઇવર મોહિતને કાઢવા માટે ટ્રકની સ્ટિયરિંગ તેમજ સીટને સળિયાથી તોડતા લોકો.

શહેરની વચ્ચોવચ પોહરી બસ સ્ટેન્ડ જતા હાઇવે પર દારૂના નશામાં ધૂત એક ટ્રક ડ્રાઇવરે સામેથી આવી રહેલા બીજા ટ્રકને ટક્કર મારી દીધી. અથડામણ એટલી ભયંકર હતી કે મુંબઈથી ઉત્તરાખંડ ટપાલનું પાર્સલ લઇને જઇ રહેલા ટ્રકના ફુરચા ઉડી ગયા અને ડ્રાઇવર મોહિત સીટ તેમજ સ્ટિયરિંગની વચ્ચે ફસાઇ ગયો. ત્યારે સ્થાનિક લોકોએ ખૂબ મહેનતને અંતે ઘાયલ ડ્રાઇવરને સકુશળ બહાર કાઢ્યો.

શિવપુરી (ગ્વાલિયર): શહેરની વચ્ચોવચ પોહરી બસ સ્ટેન્ડ જતા હાઇવે પર દારૂના નશામાં ધૂત એક ટ્રક ડ્રાઇવરે સામેથી આવી રહેલા બીજા ટ્રકને ટક્કર મારી દીધી. અથડામણ એટલી ભયંકર હતી કે મુંબઈથી ઉત્તરાખંડ ટપાલનું પાર્સલ લઇને જઇ રહેલા ટ્રકના ફુરચા ઉડી ગયા અને ડ્રાઇવર મોહિત સીટ તેમજ સ્ટિયરિંગની વચ્ચે ફસાઇ ગયો. ત્યારે સ્થાનિક લોકોએ ખૂબ મહેનતને અંતે ઘાયલ ડ્રાઇવરને સકુશળ બહાર કાઢ્યો.

બીજા ડ્રાઇવરે દારૂ પીધો હતો

- મોહિતના ટ્રકને ટક્કર મારનાર ટ્રકનો ડ્રાઇવર રાકેશ દારૂના ભયંકર નશામાં હતો.

- તે મુરાદાબાદથી બુધવારીના ટામેટા લઇને જઇ રહ્યો હતો. તેની બેદરકારીના કારણે જ આ અકસ્માત થયો. રાકેશ આહિરવાર અકસ્માતના સમયે પોતે જ બારી ખોલીને નીચે કૂદી ગયો.

ટ્રકમાં ફસાયેલા મોહિતનો લોકોએ બચાવ્યો જીવ

- રસ્તા પર થયેલી આ ભયંકર અથડામણથી આસપાસના દુકાનદારો ત્યાં ભેગા થઇ ગયા. જે ટ્રકને ટક્કર મારી તેનો ડ્રાઇવર મોહિત ટ્રકની અંદર ફસાઇ ગયો.

- લોહીથી લથબથ મોહીત 10 મિનિટ સુધી દર્દથી કણસતો-ચીસો પાડતો રહ્યો. પછી આસપાસના દુકાનદારો તેમજ અન્ય લોકો સળિયા લઇને બસમાં ચડ્યા અને ઘાયલ મોહિતને મહેનતથી બહાર કાઢ્યો.
- ત્યારબાદ બંને ડ્રાઇવરોને એમ્બ્યુલન્સ દ્વારા મલમપટ્ટી માટે જિલ્લા હોસ્પિટલ મોકલ્યા.

ભાસ્કરનો રિપોર્ટર બન્યો મદદરૂપ

- શુક્રવારે બપોરે 1 વાગે જ્યારે આ રોડ અકસ્માત થયો, બરાબર ત્યારે જ દૈનિક ભાસ્કરના રિપોર્ટર નરેન્દ્ર શર્મા પણ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા.

- તેમણે ટ્રકમાં મોહિતને ફસાયેલો જોયો તો આસપાસના દુકાનદારોને ભેગા કર્યા અને તેમની મદદથી તેને સકુશળ બહાર કાઢ્યો.
- સકુશળ નીકળ્યા બાદ હિમાંશુએ તમામ લોકોનો આભાર માન્યો.

સ્ટિયરિંગને હાથની મદદથી ઉઠાવતો યુવક.
સ્ટિયરિંગને હાથની મદદથી ઉઠાવતો યુવક.
કેબિનમાંથી સકુશળ બહાર નીકળતો મોહિત.
કેબિનમાંથી સકુશળ બહાર નીકળતો મોહિત.
X
ડ્રાઇવર મોહિતને કાઢવા માટે ટ્રકની સ્ટિયરિંગ તેમજ સીટને સળિયાથી તોડતા લોકો.ડ્રાઇવર મોહિતને કાઢવા માટે ટ્રકની સ્ટિયરિંગ તેમજ સીટને સળિયાથી તોડતા લોકો.
સ્ટિયરિંગને હાથની મદદથી ઉઠાવતો યુવક.સ્ટિયરિંગને હાથની મદદથી ઉઠાવતો યુવક.
કેબિનમાંથી સકુશળ બહાર નીકળતો મોહિત.કેબિનમાંથી સકુશળ બહાર નીકળતો મોહિત.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App