Home » National News » Desh » Accident between Tavera car and truck in Guna MP new bride died

લગ્નના દિવસે જ થઇ ગયું દુલ્હનનું મોત, વરરાજાની આંખ સામે ઘટી દર્દનાક ઘટના

Divyabhaskar.com | Updated - Apr 29, 2018, 08:15 AM

મધ્યપ્રદેશના ગુનામાં બીનાગંજ બાયપાસ પર શુક્રવારે સવારે ખોટી દિશામાંથી આવી રહેલી ટવેરા કારની ટ્રક સાથે અથડામણ થઇ ગઇ

 • Accident between Tavera car and truck in Guna MP new bride died
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ખોટી દિશામાંથી આવી રહેલી ટવેરા કારની ટ્રક સાથે અથડામણ થઇ ગઇ.

  ગુના (મધ્યપ્રદેશ): એબી રોડ પર બીનાગંજ બાયપાસ પર શુક્રવારે સવારે ખોટી દિશામાંથી આવી રહેલી ટવેરા કારની ટ્રક સાથે અથડામણ થઇ ગઇ. તેમાં કારમાં બેઠેલી દુલ્હન સહિત 4 લોકોનું સ્થળ પર જ મોત થઇ ગયું, જ્યારે વરરાજા સહિત 4 લોકો ઘાયલ થઇ ગયા. બે ઘાયલોની હાલત ગંભીર હોવાથી તેમને ઇંદોર-ગ્વાલિયર રિફક કરવામાં આવ્યા.

  આખી રાત જાગવાને કારણે ડ્રાઇવરને આવી ગયું ઊંઘનું ઝોકું

  - મળતી માહિતી પ્રમાણે, રાજગઢ જિલ્લાના ટિકરિયા ગામમાં રહેતા બિજેન્દ્રના ગુરુવારે રાતે ભૂમિ સાથે લોધા સમાજના સંમેલનમાં લગ્ન થયા.

  - શુક્રવારે સવારે બિજેન્દ્ર અને તેના સંબંધીઓ ભૂમિની વિદાય કરાવીને ટવેરા કારથી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. ગાડી વરરાજાના કાકાનો દીકરો ભાઈ ગજરાજ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન ફોનલેન પર નિર્માણકામ ચાલુ ગજરાજે કારને ટુ લેન પર ઉતારી દીધી.
  - આગળ ડાયવર્ઝન હતું, પરંતુ સ્પીડ વધુ હોવાને કારણે ગજરાજ ટર્ન ન લઇ શક્યો અને સામેથી આવી રહેલા ટ્રક સાથે કાર અથડાઇ ગઇ.
  - અકસ્માતમાં ભૂમિ, તેના કાકાની દીકરી કાજલ, વરરાજાના બે ફુઆ અને ગજરાજ એમ પાંચ લોકોના મોત થઇ ગયા.
  - પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પ્રવીણસિંહ ચૌહાણે જણાવ્યું કે આખી રાત જાગવાને કારણે ડ્રાઇવરને કદાચ ઊંઘનું ઝોકું આવી ગયું હશે.
  - આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતોએ પોલીસને જણાવ્યું કે ગાડીની સ્પીડ ખૂબ વધારે હતી. ઉપરાંત તેમાં મોટા અવાજે ગીતો પણ વાગી રહ્યા હતા.

  વરરાજાના ફુઆની આપવીતી

  - જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયેલા વરરાજાના ફુઆ રામચંદ્ર લવવંશી ડ્રાઇવરની પાસેની સીટ પર જ બેઠા હતા. તેમની સાથે 8 વર્ષની જ્યોતિ પણ હતી.

  - તેઓ જણાવે છે કે રાત આખી ઊંઘ્યા ન હોવાને કારણે અમને બધાને ઊંઘ આવી રહી હતી. તેમને એ તો સમજાઇ રહ્યું હતું કે ગાડી રોંગસાઇડમાં ચાલી રહી છે પરંતુ તેમની આંખો પર ભાર વર્તાતો હતો.
  - બસ એટલું જ જોયું કે ટ્રક સીધી તેમની તરફ આવી રહી છે અને બીજી જ ક્ષણે જોરદાર ધમાકો થયો.

  ડ્રાઇવર સાઇડથી થઇ અથડામણ, એટલે તે બાજુએ બેઠેલા ચાર લોકોના મોત થયા

  - ટ્રક સીધી ડ્રાઇવર સાઇડ સાથે અથડાઇ. તે બાજુ બેઠેલા તમામ લોકોના મોત થઇ ગયા.
  - ડ્રાઇવર ગજરાજ, તેની પાછળની સીટ પર બેઠેલી દુલ્હન ભૂમિ અને 14 વર્ષીય કાજલ તેમજ સૌથી પાછળ બેઠેલ કૈલાશ સિંહ અને રામગોપાલના સ્થળ પર જ મોત થઇ ગયા.
  - જ્યોતિને સૌથી છેલ્લે બહાર કાઢવામાં આવી. તે પછી જ્યોતિને ગ્વાલિયર અને અન્ય ગંભીર રીતે ઘાયલ બાબુસિંહને ઇંદોર રિફર કરી દેવામાં આવ્યા.

  આખા ગામે દુલ્હનને આપી અંતિમ વિદાય

  - લાલ રંગની સાડીમાં લપેટાયેલી દુલ્હન ભૂમિને જોવા આખું ગામ ઊમટ્યું, પરંતુ હરખની જગ્યાએ આંખમાં આંસૂ હતા. દરેકની જીભે એક જ વાત હતી, આ શું થઇ ગયું?

  - અમે તો દુલ્હનના સ્વાગતની રાહ જોઇ રહ્યા હતા, તેની અંતિમ વિદાયની નહીં. ભૂમિ એક સુહાગણની જેમ પોતાના સાસરાના ઉંબરેથી આ દુનિયામાંથી વિદાય થઇ.
  - તેને વિદાય કરવા આખું ગામ સામેલ થયું. તેનો અંતિમ સંસ્કાર તેના દિયર કિશને કર્યો, કારણકે અકસ્માતમાં તેનો પતિ બિજેન્દ્ર પણ ઘાયલ થયો હતો. તેને શુજાલપુરમાં દાખલ કરવામાં આવ્યો હતો.

 • Accident between Tavera car and truck in Guna MP new bride died
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ટ્રક સીધી ડ્રાઇવર સાઇડ સાથે અથડાઇ. તે બાજુ બેઠેલા તમામ લોકોના મોત થઇ ગયા.
 • Accident between Tavera car and truck in Guna MP new bride died
  ઘાયલોની હાલત ગંભીર હોવાથી તેમને ઇંદોર-ગ્વાલિયર રિફક કરવામાં આવ્યા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ