1

Divya Bhaskar

Home » National News » Desh » Accident between Car and Truck near Chiabasa Hatgamhariya NH in Jharkhand

એક્સિડેન્ટ એવો કે કારના દરવાજા-બારીઓ પર લટકી લાશો, 2 મહિલા સહિત 4ના મોત

Divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 11:21 AM IST

ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારી ટ્રીટમેન્ટ માટે ટીએમએચ રિફર કરવામાં આવ્યા છે

 • Accident between Car and Truck near Chiabasa Hatgamhariya NH in Jharkhand
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  અમિત દાસ અને તેનો પરિવાર

  જમશેદપુર/ચાઇબાસા: ચાઇબાસા-હાટગમ્હરિયા NH-75E પર ઇલીગાડા બસ-સ્ટેન્ડ પાસે ગુરુવારે સવારે લગભગ 11.00 વાગે અતિશય ઝડપથી આવતી કારે એક ટ્રેલરને પાછળથી ટક્કર મારી દીધી. આ ભયાનક અકસ્માતમાં 2 મહિલાઓ સહિત 4ના મોત થઇ ગયા. બે મહિલાઓ ઘાયલ છે. ઘાયલોની મદદ માટે ઇલીગડા બસ સ્ટેન્ડ પર ઊભેલા સાત-આઠ યાત્રીઓ પણ સ્થળ પર પહોંચી ગયા. તેમણે ઘાયલોને કારમાંથી બહાર કાઢવામાં ગામલોકોની મદદ કરી. અકસ્માતના લગભગ દોઢ કલાક પછી તમામ ઘાયલોને સદર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં ઇલાજ દરમિયાન 17 વર્ષીય છોકરી સાયોનિકા દાસનું મોત થઇ ગયું. ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારી ટ્રીટમેન્ટ માટે ટીએમએચ રિફર કરવામાં આવ્યા છે.

  પ્રત્યક્ષદર્શી: કારના ગેટ-બારીઓ પર લટક્યા હતા શબ

  - પ્રત્યક્ષદર્શી દુકાનદાર ડુબરાજ લાગુરીએ જણાવ્યું, સવારે લગભગ 11 વાગે ચાઇબાસા તરફથી ટ્રેલર આવ્યું. ડ્રાઇવર ગાડી ઊભી રાખીને મારી દુકાનમાં આવી રહ્યો હતો.
  હું તેને કેટલોક સામાન આપી રહ્યો હતો, તે દરમિયાન એક કાર ભયાનક ઝડપે આવી અને ઊભેલા ટ્રેલર સાથે અથડાઇ ગઇ. ટ્રેલરનો ડ્રાઇવર સામાન લેવાનું છોડીને સીધો તે તરફ ભાગ્યો. તે સીધો ગાડીમાં બેઠો અને હાટગમ્હરિયા તરફ ભાગી ગયો.
  - બધું એટલી ઝડપથી બન્યું કે કોઇને કંઇપણ વિચારવાનો સમય ન મળ્યો. મેં આટલું દર્દનાક દ્રશ્ય ક્યારેય જોયું ન હતું. હું પણ દોડીને ત્યાં ગયો. જોયું કે ડ્રાઇવરની બોડી કારમાં જ ફસાયેલી છે. બાજુની સીટનો દરવાજો અથડામણના લીધે ખૂલી ગયો હતો. ગેટ-બારી પર શબ લટકેલા હતા.
  - તેમની સાથે બેઠેલી બાળકી અને પાઠળ બેઠેલી ત્રણમાંથી એક મહિલા લોહીથી લથબથ હાલતમાં બેભાન પડી હતી. અન્ય બે જણના મોત થઇ ચૂક્યા હતા.
  - ડ્રાઇવરનું બોડી કલાક સુધી કારમાં જ ફસાયેલું રહ્યું હતું. ઘણી જહેમત પછી બોડી કાઢવામાં આવ્યું. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.

  મૃતકોમાં નીચેના લોકો છે સામેલ

  મૃતકોમાં અમિતકુમાર દાસ (46), તેમની દીકરી સાયોનિકા દાસ (17), દોસ્ત સોરેન કર્મકાર (45), સોરેનની પત્ની કાકુલી કર્મકાર સામેલ છે. અમિતની પત્ની સોમા દાસ (40) માથામાં અને સોરેનની દીકરી સોમિતા કર્મકાર (16) ને ડાબી આંખની પાસે ગંભીર ઇજા થઇ છે. સોમાને ટીએમએચના હાર્ડ ડેફિનિશન યુનિટ, એચડીયુ અને સોમિતાને ન્યુરોલોજી વિભાગના જી-2માં એડમિટ કરવામાં આવી છે. સોમાની સ્થિતિ નાજુક જણાવવામાં આવી રહી છે.

  - કાર અમિત ચલાવી રહ્યો હતો અને સોરેન તેની સાઇડની સીટ પર દીકરી સોમિતાની સાથે બેઠો હતો. પાછળની સીટ પર સોમા, કાકુલી અને સાયોનિકા બેઠા હતા.

  અમિત ગમ્હરિયામાં અકાઉન્ટન્ટ, સોરેનની બિષ્ટુપુરમાં ગોલ્ડ મેકિંગની દુકાન

  - અમિત દાસ ગમ્હરિયામાં એક ખાનગી કંપનીમાં અકાઉન્ટન્ટ હતો, જ્યારે સોરેન કર્મકારની બિષ્ટુપુરમાં ગોલ્ડ મેકિંગની દુકાન છે. બંને પારિવારિક મિત્રો હતા. અમિત દાસ પોતાના બીમાર સસરાને જોવા માટે દોસ્ત સોરેન કર્મકાર તેમજ પરિવારની સાથે કિરીબુરૂ તરફ જઇ રહ્યો હતો. અમિત બે ભાઈઓમાં નાનો હતો. તેના પપ્પા નિવૃત્ત કર્મચારી છે. ટ

  આગળની સ્લાઇડમાં વાંચો, અકસ્માત પછી ગામના લોકોએ લગાવી ઘટનાસ્થળે દોડ

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • Accident between Car and Truck near Chiabasa Hatgamhariya NH in Jharkhand
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  અકસ્માત પછી ક્ષતિગ્રસ્ત કાર

  અકસ્માત પછી ગામના લોકોએ લગાવી ઘટનાસ્થળે દોડ

   

  - પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ગુરુવારે લગભગ 11 વાગે ઇલીગડા ગામના લોકો પોતાના કામમાં વ્યસ્ત  હતા. આ દરમિયાન ચાઇબાસા તરફથી આવતી કારે રસ્તા પર ઊભેલા ટ્રેલરને ટક્કર મારી. ગામલોકોએ ભયાનક અવાજ સાંભળ્યો અને તેમણે ઘટનાસ્થળે દોડ લગાવી. પહોંચીને જોયું કે ગાડીમાં 6 લોકો ફસાયા છે. તેમાંથી ત્રણના મોત થઇ ચૂક્યા હતા. જ્યારે ત્રણ લોકો દર્દથી કણસી રહ્યા હતા. ઘાયલોની મદદ માટે ઇલીગડા બસ સ્ટેન્ડ પર ઊભેલા 7-8 યાત્રીઓ પણ સ્થળ પર પહોંચી ગયા. તેમણે ઘાયલોને કારમાંથી બહાર નીકળવામાં ગામલોકોની મદદ કરી.  

   

  આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

 • Accident between Car and Truck near Chiabasa Hatgamhariya NH in Jharkhand
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  સડકના કિનારે પડેલા ઘાયલો
 • Accident between Car and Truck near Chiabasa Hatgamhariya NH in Jharkhand
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  એક્સિડેન્ટ પછી સડક પર ઊભેલી કાર
 • Accident between Car and Truck near Chiabasa Hatgamhariya NH in Jharkhand
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  તમામ ઘાયલોને સદર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં ઇલાજ દરમિયાન 17 વર્ષીય છોકરી સાયોનિકા દાસનું મોત થઇ ગયું.
 • Accident between Car and Truck near Chiabasa Hatgamhariya NH in Jharkhand
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મમ્મી-પપ્પા સાથે સોમિતા કર્મકાર
 • Accident between Car and Truck near Chiabasa Hatgamhariya NH in Jharkhand
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  હોસ્પિલમાં ઘાયલ સોમિતા કર્મકાર
 • Accident between Car and Truck near Chiabasa Hatgamhariya NH in Jharkhand
  કાર અમિત ચલાવી રહ્યો હતો અને સોરેન તેની સાઇડની સીટ પર દીકરી સોમિતાની સાથે બેઠો હતો. પાછળની સીટ પર સોમા, કાકુલી અને સાયોનિકા બેઠા હતા.

More From National News

Trending