કોન્ડોમની એડ બતાવવાની ના પાડતી સરકાર નેટફ્લિક્સ અને એમેઝોન પર અશ્લીલ કન્ટેટ બતાવવાની છૂટ આપે છે

નેટફ્લિક્સની સેક્રેડ ગેમ્સમાં 100 અને પ્રાઇમ વીડિયોના બ્રીદ શોમાં ડઝનથી પણ વધારે ગાળ અને ન્યૂડ દૃશ્યો પણ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:49 AM
abuse contain on Netflix and Amazon, Government Helpless

નવી દિલ્હી/મુંબઈ: હજુ ગત વર્ષના અંતમાં જ સરકારે નિર્દેશ આપ્યો હતો કે કોન્ડોમની જાહેરાત સવારે છથી રાત્રિના 10 વાગ્યા સુધી નહીં બતાવાય. જેથી બાળકો આવી જાહેરાત જોવાથી બચે. હવે આ સરકારના જ શાસનમાં જ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ જેવી ઓનલાઈન મૂવી એપ બિન્દાસ રીતે અશ્લીલ કન્ટેટ બતાવી રહી છે. નેટફ્લિક્સની સેક્રેડ ગેમ્સ અને અેમેઝોન પ્રાઈમની બ્રીદ સીરિઝ તેનું ઉદાહરણ છે. તેમ છતાં સરકાર આવા કન્ટેટને સેન્સર નથી કરી શકતી કારણ કે ન તો તેના માટે કાયદો છે ન તો ડિજિટલ કન્ટેન્ટને સેન્સર કરવા માટે કોઈ સંસ્થા.


તેને લઈને કાયદો, પોલીસ અને સરકાર કેટલી નિ:સહાય છે તેનો અંદાજ પ.બંગાળમાં થયેલી એક ફરિયાદથી લાગે છે. અહીં રહેતા રાજીવ સિંહાએ સેક્રેડ ગેમ્સમાં અનેક વાંધાજનક ટિપ્પણીની ફરિયાદ 10 જુલાઇએ સ્થાનિક પોલીસ મથકે કરી હતી. પણ કોલકાતા પોલીસે 5 દિવસ સુધી એ ન જાણી શકી કે આખરે આ ફરિયાદ કયા કાયદા હેઠળ એફઆઈઆરમાં રૂપાંતરિત કરાય. કેમ કે આ ઈન્ટરનેટ પર બતાવાતા એક કાર્યક્રમનો કેસ હતો. સંભવત: આ ઓનલાઈન મૂવી એપથી સંબંધિત પ્રથમ ફરિયાદ હતી. મામલો અહીં જ શાંત ન થયો. કાયદાની ગેરસમજે આ મામલાને કોર્ટ સુધી પહોંચાડી દીધો. બીજી બાજુ જુલાઈમાં જ નિખિલ ભલ્લા નામની એક વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરી હતી.


કોર્ટે નેટફ્લિક્સ, અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી અને માહિતી પ્રસારણ મંત્રાલયને નોટિસ જારી કરી. તેમનાથી જવાબ માગ્યો પણ નેટફ્લિક્સે કોર્ટમાં કહ્યું કે તે વાંધાજનક શબ્દ નહીં હટાવે. હવે ઓનલાઇન મૂવી એપને લઈને રેગ્યુલેટરી બોડી બનાવવાની માગણી સાથે 20 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરાશે. આમ તો આ કેસ કોઈ શો, ફિલ્મ કે સર્વિસ પ્રોવાઈડરનો નથી.


નેટફ્લિક્સ, પ્રાઈમ વીડિયો, હોટસ્ટાર, વૂડ, ઝી5 જેવી લગભગ ડઝનેકથી વધુ આવી જ એપ ચાલુ છે. તેના પર કાર્ટૂનથી લઈને મૂવી, ટીવી શો, અને લાઇવ શો પણ બતાવાય છે. પણ આ સેન્સર વિના ચાલુ છે. જેના કારણે તેમાં અનેક કાર્યક્રમોમાં ગાળા-ગાળી કે અશ્લીલ દૃશ્યો બતાવાય છે. ભાસ્કરે તેના વિશે જ્યારે સરકારમાં જવાબદારોનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો તો કોઈએ ટિપ્પણી ના કરી. દિલ્હી હાઈકોર્ટમાં નેટફ્લિક્સના વકીલ ચંદેર લાલ કહે છે કે આ ફ્રીડમ ઓફ સ્પીચનો મામલો છે.

કેવી રીતે રોકશો? સેન્સર બોર્ડ, મંત્રી કોઈની પાસે જવાબ નથી

અશ્લીલ કન્ટેન્ટ બતાવવા અંગે ભાસ્કરે સૌથી પહેલા કાયદા તથા ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદ સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે આ મામલે તે દિલ્હી પહોંચતીને વાત કરી શકે છે. ત્યાં કાયદા રાજ્યમંત્રી પીપી ચૌધરીએ કહ્યું કે આ મામલો ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયનો છે. અમે આઈટી રાજ્યમંત્રી એસએસ અહલુવાલિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે અધિકારીઓને પૂછીને જણાવશે. આઈટી મંત્રાલયના સચિવ અજય પ્રકાશે પણ કોઈ જવાબ ન આપ્યો. માહિતી તથા પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે વ્યસ્તતાનો હવાલો આપી સવાલ ટાળી દીધો. સૂચના તાથ પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરે, સંયુક્ત સચિવ વિક્રમ સહાય અને સેન્સર બોર્ડ અધ્યક્ષ પ્રસૂન જોશી પણ વાત કરવા તૈયાર ન થયા.

દેશમાં સબસ્ક્રાઈબર

દેશમાં અંદાજે 10 કરોડ સબસ્ક્રાઈબર છે આવી એપના. આ માર્કેટ 28 કરોડ ડોલરનું છે, જે વાર્ષિક 35 ટકાના દરથી વધી રહ્યું છે. (કાઉન્ટર પોઈન્ટનો રિપોર્ટ, આંકડા 2017ના અંત સુધીના છે.)

આ એપ આપત્તિજનક કન્ટેન્ટ બતાવી રહ્યા છે

સેક્રેડ ગેમ્સના આઠ એપિસોડમાં 100થી વધુ અપશબ્દોનો ઉપયોગ કરાયો છે. 15થી વધુ ન્યૂડ સીન છે. અેમેઝોન પ્રાઈમ વીડિયો પર બ્રીધ શોના 8 એપીસોડ છે. તેમાં ડઝન વખત ગાળા-ગાળીનો ઉપયોગ કરાયો છે. આ એપ પર ગર્લ્સ નેક્સ્ટ ડોર ફિલ્મમાં અડધો ડઝન ન્યૂડ સીન છે. આ એપ્સ પર સેંકડો એવી ફિલ્મો અપલોડ છે, જે અનસેન્સર્ડ રિલીઝ છે.

સેન્સર બોર્ડે રોક્યા તો ઓનલાઈન રિલીઝ કરી

નિર્દેશક રાજ અમિતકુમારની અનફ્રીડમ ફિલ્મ પર સેન્સર બોર્ડે પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે તે નેટફ્લિક્સ પર રજૂ થઈ છે. તે કહે છે કે ડિજિટલ યુગમાં કન્ટેન્ટ સેન્સર કરવાની કોઈ રીત નથી. પરંતુ મોટો સવાલ એ છે કે જો કોઈ વિદેશી નિર્દેશક ભારતવિરોધી ફિલ્મો બનાવે તો શું સરકાર તેને પણ ઓનલાઈન રોકવામાં સક્ષમ નથી?

​(અહેવાલ- અમિતકુમાર નિરંજન, સનુપ સહદેવન)

X
abuse contain on Netflix and Amazon, Government Helpless
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App