ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Abhishek Surana from Bhilwara secured all India 10th rank in IPS read Success story

  વિદેશમાં છોડ્યું 50 લાખનું પેકેજ, IFS-IPS પણ બન્યા, હવે IASમાં ઓલ ઇન્ડિયા 10th

  divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 01:36 PM IST

  દાદાના સપનાને સાચું કરવા માટે 50 લાખ રૂપિયાના પેકેજવાળી વિદેશી નોકરી છોડીને અભિષેક સુરાણાએ સિવિલ સર્વિસની તૈયારી કરી
  • અભિષેક સુરાણા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અભિષેક સુરાણા

   ભીલવાડા: દાદાના સપનાને સાચું કરવા માટે 50 લાખ રૂપિયાના પેકેજવાળી વિદેશી નોકરી છોડીને અભિષેક સુરાણા સિવિલ સર્વિસની તૈયારી કરવા માટે દિલ્હી આવ્યા. ચાર વર્ષની મહેનતનું પરિણામ શુક્રવારે આવ્યું. આરસી વ્યાસ કોલોની નિવાસી અભિષેક સુરાણાએ ઓલ ઇન્ડિયામાં 10મો રેન્ક હાંસલ કર્યો છે. તે પહેલા અભિષેકનું સિલેક્શન આઇએફએસ અને આઇપીએસ માટે પણ થઇ ચૂક્યું હતું, પરંતુ અભિષેકને આઇએએસ જ બનવું હતું. હાલ અભિષેક હૈદરાબાદ પોલીસ એકેડમીમાં આઇપીએસની ટ્રેઇનિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક હાંસલ કરવામાં સફળ રહ્યા હતા. પરંતુ, આઇપીએસમાં સિલેક્ટ થવાને કારણે ફોરેસ્ટ સર્વિસનો વિકલ્પ છોડી દીધો હતો.

   અત્યારે હૈદરાબાદ પોલીસ એકેડેમીમાં આઇપીએસની ટ્રેઇનિંગ કરી રહ્યા છે

   અભિષેકને આઇએફએસમાં ઓલ ઇન્ડિયામાં બીજો રેન્ક મળ્યો હતો. વર્ષ 2008માં આઇઆઇટી પરીક્ષામાં અભિષેકે 235મો ઓલ ઇન્ડિયા રેન્ક હાંસલ કર્યો હતો. પરંતુ, સિવિલ સર્વિસમાં બે વાર પરીક્ષા આપ્યા પછી પણ સિલેક્શન ન થવા પર અભિષેક વિચારવા માટે મજબૂર થઇ ગયો. તેનું કહેવું છે કે ત્રીજા પ્રયત્ને મને સફળતા મળી છે. ગયા વર્ષે આઇએફએસમાં ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક અને સિવિલ સર્વિસિઝમાં ઓલ ઇન્ડિયા 250મો રેન્ક હતો. એટલે આઇપીએસમાં સિલેક્શન થયું હતું. પરંતુ, તેમને આઇએએસ બનવા સિવાય બીજું કંઇ જ મંજૂર ન હતું.

   સિંગાપુર, દક્ષિણ અમેરિકામાં કરી ચૂક્યા છે નોકરી

   અભિષેકના પિતા ડૉ. અનિલ સુરાણા સેમુમા ગર્લ્સ કોલેજમાં ફિઝિક્સના લેક્ચરર છે. તેમનું કહેવું છે કે દિલ્હી આઇઆઇટીથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનેલો અભિષેક સિંગાપુર અને દક્ષિણ અમેરિકા સ્થિત સેંટિયાગોમાં લગભગ 3 વર્ષ નોકરી કરી ચૂક્યો છે. અભિષેકનું પેકેજ પચાલ લાખ રૂપિયા હતું. તેમછતાં પણ દાદાના સપનાને સાકાર કરવા માટે તે નોકરી છોડીને દિલ્હી આવી ગયો. શૂન્યથી શરૂ કરનાર અભિષેકનું કહેવું છે કે આ ફેંસલો કરવો ઘણો મુશ્કેલ હતો, પરંતુ મનમાં બસ એક જ લગન હતી કે બનવું તો આઇએએસ જ છે. આ માટે દિલ્હી આવીને તૈયારી કરવા લાગ્યો.

   અભિષેક બોલ્યો- 18 કલાક નહીં, કન્ટિન્યુટી રાખો તો 8 કલાક બહુ છે આઇએએસ બનવા માટે

   અભિષેક સુરાણાનું કહેવું છે કે સિવિલ સર્વિસિઝની તૈયારી કરનારને પોતાનું વ્યાવહારિક મૂલ્યાંકન કરતા આવડવું જોઇએ. પોતાની કયા વિષયમાં નબળાઈ કે મજબૂતી છે તેનો ખ્યાલ હોવો જોઇએ. આ માટે જરૂરી છે કે સ્ટડી કન્ટિન્યુ રાખવું. વચ્ચે ગેપ આવે તો એ કન્ટિન્યુટી તૂટી જાય છે અને પછી તમારે શૂન્યથી શરૂઆત કરવી પડશે. એટલે સ્ટડી સતત કરતા રહેવું જોઇએ. જોકે મારું માનવું છે કે જે લોકો એવું વિચારે છે કે રોજના 16થી 18 કલાક ભણવાથી જ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ થાય છે તો તમને જણાવી દઉં કે હું ફક્ત 8થી 10 કલાક જ ભણતો હતો. કારણકે મારું માનવું છે કે સિવિલ સર્વિસિઝ માટે ભણવાનું હોય છે શારીરિક શ્રમ નહીં.

  • અભિષેક સુરાણાનો પરિવાર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અભિષેક સુરાણાનો પરિવાર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Abhishek Surana from Bhilwara secured all India 10th rank in IPS read Success story
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top