Home » National News » Latest News » National » Supreme Court allow CBI apeeal againat Talwar couples for Arushi and Hemraj murder case

આરુષિ હત્યાકાંડઃ સુપ્રીમ કોર્ટમાં CBIની અરજી મંજૂર, તલવાર દંપતીની મુશ્કેલી વધશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:25 PM

અલ્હાબાદ હાઈકોર્ટની બેંચે 12 ઓક્ટોબર, 2017નાં રોજ છોડી મૂક્યા હતા.

 • Supreme Court allow CBI apeeal againat Talwar couples for Arushi and Hemraj murder case
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પુરાવાના અભાવે અલ્હાબાદ હાઈકોર્ટની બેંચે 12 ઓક્ટોબરનાં રોજ તલવાર દંપતીને નિર્દોષ છોડ્યાં હતા (ફાઈલ)

  નવી દિલ્હીઃ આરુષિ હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટે તલવાર દંપતી અને ઉત્તર પ્રદેશ સરકારને ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે CBIની અપીલ પર તલવાર દંપતી અને યુપી સરકારને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે CBI દ્વારા સુનાવણી માટેની અરજીને મંજૂર કરી છે. આ અરજીમાં હેમરાજની પત્નીની અરજી પણ જોડવામાં આવી હતી. હવે આ બંને મામલાની સુનાવણી એક સાથે જ થશે. માનવામાં આવે છે કોર્ટના આ નિર્ણયથી તલવાર દંપતીની મુશ્કેલી વધી શકે છે.

  તલવાર દંપતીને નિર્દોષ છોડવામાં આવ્યા હતા


  - નોયડાના ડોકટર દંપતી રાજેશ અને નૂપુરને તેમની દીકરી આરુષિ અને નોકર હેમરાજની હત્યા સાથે જોડાયેલાં કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટની બેંચે 12 ઓક્ટોબર, 2017નાં રોજ છોડી મૂક્યા હતા.
  - અલ્હાબાદ હાઈકોર્ટે આ ચુકાદો સીબીઆઈ દ્વારા કોઈ ઠોસ પુરાવાઓ રજૂ ન કરાતા સંભળાવ્યો હતો.
  - સ્ટાન્ડર્ડ ઓપરેશનલ પ્રોસીઝર અંતર્ગત એજન્સીએ નીચલી અદાલતના આદેશની કોપી મળ્યાના 90 દિવસની અંદર ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ દાખલ કરવાની રહે છે.
  - સીબીઆઈ સાથે જોડાયેલાં સૂત્રો મુજબ સીબીઆઈના ઉચ્ચ અધિકારીઓએ હજુ એ વાત નક્કી કરવાની બાકી છે કે હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ અપીલ દાખલ કરવામાં આવે કે નહીં.

  2013માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી


  - નવેમ્બર 2013માં ગાઝિયાબાદમાં CBIની વિશેષ અદાલતે તલવાર દંપતીને આજીવન કેદની સજા સંભળાવી હતી. દંપતીને આરુષિ અને હેમરાજની હત્યા ઉપરાંત પુરાવા નષ્ટ કરવાના દોષી માનવામાં આવ્યા હતા.
  - રાજેશ તલવારને પોલીસ સમક્ષ ખોટા નિવેદન આપવા અંગેના પણ દોષી માનવામાં આવ્યાં હતા.
  - આ ચુકાદાને તલવાર દંપતીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

  આરુષિ હત્યા કેસ મામલો


  - 16 મે, 2008નાં રોજ નોયડાના જલવાયુ વિહારમાં તલવાર દંપતીના ઘરે આરુષિના શબ તેના બેડરૂમમાંથી મળ્યો હતો.
  - પોલીસને પહેલાં ઘરના નોકર હેમરાજ પર આરુષિની હત્યાની શંકા થઈ હતી પરંતુ એક દિવસ બાદ ઘરની છત્ત પરથી હેમરાજની બોડી પણ પોલીસને મળી હતી.
  - નોયડા પોલીસે ઘટના અંગે આપેલાં નિવેદનમાં તલવાર દંપતી પર શંકા દાખવતા કહ્યું હતું કે આરુષિ અને હેમરાજને આપત્તિજનક અવસ્થામાં જોયા બાદ રાજેશે બંનેની હત્યા કરી દીધી હતી.
  - જે બાદ કેસ નોયડા પોલીસ પાસેથી લઈને સીબીઆઈને ટ્રાંસફર કરવામાં આવ્યો હતો.
  - નોયડા પોલીસની તે વાત માટે પણ નિંદા થઈ હતી કે તેઓએ યોગ્ય રીતે કેસની તપાસ કરી ન હતી જેના કારણે ફોરેન્સિક પુરાવાઓ ભેગાં થઈ શક્યા ન હતા.
  - સીબીઆઈએ પોતાની તપાસ પછી આ મામલે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. સીબીઆઈનું કહેવું હતું કે તલવાર દંપતીને હત્યાઓ માટે દોષી સાબિત કરવા અંગેના પુરાવાઓનો અભાવ છે.
  - જો કે ગાઝિયાબાદમાં સીબીઆઈની વિશેષ અદાલતે એજન્સીના તર્કને ફગાવી દીધો હતો અને તલવાર દંપતીને આરુષિ અને હેમરાજની હત્યાના દોષી માનતા બંનેને આજીવન કેદની સજા સંભળાવી હતી.

  સંબંધિત સ્ટોરીના ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • Supreme Court allow CBI apeeal againat Talwar couples for Arushi and Hemraj murder case
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સુપ્રીમ કોર્ટે CBIની અપીલ પર તલવાર દંપતી અને યુપી સરકારને નોટિસ ફટકારી છે
 • Supreme Court allow CBI apeeal againat Talwar couples for Arushi and Hemraj murder case
  16 મે, 2008નાં રોજ નોયડાના જલવાયુ વિહારમાં તલવાર દંપતીના ઘરે આરૂષિના શબ તેના બેડરૂમમાંથી મળ્યો હતો (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ